બિપોરજાેય ચક્રવાત જખૌ નજીક થઈ શકે લેન્ડફોલ ૧૫ જૂને ત્રાટકવા જઈ રહેલાં અત્યંત ગંભીર ચક્રવાત બિપોરજાેયની અસર માટે તૈયાર છે, હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, પાંચ વર્ષમાં ગુજરાતના દરિયાકાંઠાને અસર કરતું આ ચોથુ મોટું ચક્રવાત છે. ૨૦૧૯માં ચક્રવાત વાયુએ રાજ્યમાં લેન્ડફોલ કર્યુ હતુ અને ત્યારબાદ ૨૦૨૦માં નિસર્ગના કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને વરસાદથી તરબોળ કર્યુ હતુ. તો ૨૦૨૧માં તોક્તેએ દિવ-ઉના પાસે લેન્ડફોલ કર્યુ હતુ અને ભયંકર તારાજી સર્જાઈ હતી. આ પહેલાં રાજ્યએ ૧૯૯૮થી શરુ કરીને ૨૦ વર્ષોમાં ચાર મોટા ચક્રવાતનો અનુભવ કર્યો હતો. એ સમયે સુપર સાયક્લોન કંડલામાં ત્રાટક્યું હતું અને ૨૦૧૮ સુધી માનવ જીવન અને સંપતિને અભૂતપૂર્વ નુકસાન…
Author: Shukhabar Desk
મોરબી પોલીસ દ્વારા હાલ બિપોરજાેય વાવાઝોડાના પગલે તંત્ર એલર્ટ મોડ પર છે, ત્યારે તમામ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. આવા કપરા સમયે મોરબી પોલીસ દ્વારા મોરબી માળીયાના દરિયાઈ કિનારા વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને તમામ લોકોને સલામત સ્થળે ખસેડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા બિપોરજાેય વાવાઝોડાના પગલે તમામ અધિકારીઓને સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવ્યા છે અને હેડ કવાર્ટર ના છોડવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે. સાથે-સાથે મોરબી એલસીબી અને મોરબી એસઓજી સહિત મોરબી તાલુકા પોલીસ, માળીયા મીયાણા અને એ ડિવિઝન, બી ડિવિઝન, ટ્રાફિક શાખા મળી કુલ ૧૬થી વધુ અધિકારીઓ…
બિપોરજાેય વાવાઝોડું ગુજરાતની નજીક આવી રહ્યું છે. વાવાઝોડું હાલ પોરબંદરથી ૨૯૦ કિમી દૂર છે, ત્યારે ભારે પવન ફૂંકાવવાને કારણે નુકસાની અને જાનહાનીની તસવીરો સામે આવી રહી છે. બિપોરજાેય વાવાઝોડાની અસરના પગલે પોરબંદરમાં એક મકાન ધરાશાયી થયું હતું. જેના કાટમાળમાં એક વ્યક્તિનું દટાઇ જતાં મોત નિપજ્યું છે. હવે બિપોરજાેય વાવાઝોડાની વિચલિત કરતી તસવીરો સામે આવી રહી છે. પોરબંદરના ખારવા વાડમાં એક મકાન ધરશાયી થયું છે. મકાન ધરશાયી તેના કાટમાળમાં એક વ્યકિત દટાઇ જતાં તેને બચાવવા માટે ફાયર વિભાગની ટીમે રેસ્કયૂ હાથ ધર્યું હતું. ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત બાદ આ વ્યક્તિને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જાેકે, કાટમાળ નીચે દટાઇ…
KGF એક્ટર યશને નિતેશ તિવારીની રામાયણ પર આધારિત ફિલ્મમાં રાવણનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો. પરંતુ તેણે આ પાત્ર ભજવવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા સૂત્રોએ એક્સક્લુઝિવ માહિતીમાં જણાવ્યું હતું કે, યશ આ ફિલ્મમાં કામ કરવા માટે ખૂબ ઉત્સાહિત હતો. રામની ભૂમિકા નિભાવવાની સરખામણીમાં રાવણની ભૂમિકા ભજવવી તેનાથી વધારે મુશ્કેલ છે. રણબીર કપૂરને રામના પાત્ર માટે પસંદ કરવામાં આવ્યો છે, તેથી યશ આ કરવા માટે વધુ ઉત્સાહિત હતો’. આ બધાની વચ્ચે યશની ટીમે તેને આ ફિલ્મ ન કરવા માટે કહ્યું હતું. તેમને લાહતું હતું કે, યશને એક નેગેટિવ રોલમાં જાેઈને ફેન્સ ખુશ નહીં થાય, ભલે જ…
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ ગત વીકએન્ડ પર પોતાના અંડર કંસ્ટ્રક્શન ઘરની મુલાકાત લેવા પહોંચ્યા હતા. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે મુંબઈના બાંદ્રા-બેન્ડસ્ટેન્ડ વિસ્તારમાં ઘર ખરીદ્યું છે. તેઓ ઘરનું કામ કેટલે પહોંચ્યું તે જાેવા માટે પહોંચ્યા હતા, એ વખતની તેમની કેટલીય તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કપલના ફેનપેજ પર વિડીયો અને તસવીરો શેર કરવામાં આવ્યા છે. દીપિકા પાદુકોણે બ્લેક હૂડી અને ટ્રેક પેન્ટ્સ પહેર્યા હતા. જ્યારે રણવીર સિંહ ટી-શર્ટ અને શોર્ટ્સમાં જાેવા મળ્યો હતો. રસપ્રદ વાત તો એ છે કે, રણવીર સિંહના માતાપિતા પણ નવા ઘરનું કામ જાેવા તેમની સાથે હતા. ઓનલાઈન વાયરલ થઈ રહેલા…
બોલિવૂડ એક્ટર સલમાન ખાને છેલ્લાં ૨૪ વર્ષથી ડિરેક્ટર સંજય લીલા ભણસાલી સાથે કામ કર્યું નથી. તેઓ છેલ્લે ૧૯૯૯માં આવેલી ફિલ્મ હમ દિલ દે ચુકે સનમમાં એકસાથે જાેવા મળ્યા હતા. આખરે શું હતું સલમાન અને સંજય લીલા ભણસાલી વચ્ચેની લડાઈનું સાચું કારણ? સલમાન અને ભણસાલી ઘણાં સારા મિત્રો છે. તેઓ બંને હંમેશાં પ્રેમથી મળતા અને ઘણી વાતો કરતા હતા. આજે પણ સલમાન અને સંજય લીલા ભણસાલી વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો છે. પરંતુ વ્યાવસાયિક રીતે તેઓ બંને એકબીજાથી દૂર છે. આખરે શા માટે? કદાચ આનું કારણ સંજય લીલા ભણસાલીના ભારે ગુસ્સામાં છુપાયેલું છે. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં સલમાને સંજય લીલા ભણસાલીના ગુસ્સા વિશે ખુલાસો…
બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલ તારીખ ૯ જૂનના રોજ ૪૮ વર્ષની થઈ છે. તે હજુ પણ અપરિણીત છે. એક સમય હતો કે જ્યારે અમીષા પટેલની લવ લાઈફની ખૂબ ચર્ચા થતી હતી. તેનું નામ વિક્રમ ભટ્ટથી લઈને રણબીર કપૂર સાથે પણ જાેડાયું હતું પરંતુ, ૪૮ વર્ષની ઉંમરે પણ અમીષા પટેલ અપરિણીત છે. વર્ષ ૨૦૦૦માં રિતિક રોશન સાથે ફિલ્મ કહો ના…પ્યાર હેથી ડેબ્યૂ કરનાર અમીષા પટેલ ૪૮ વર્ષની થઈ ગઈ છે અને તેણે આ ૨૩ વર્ષની કારકિર્દીમાં ઘણાં ઉતાર-ચઢાવ જાેયા છે. આ કરિયરમાં તેનું નામ વિક્રમ ભટ્ટથી લઈને આલિયા ભટ્ટના પતિ રણબીર કપૂર સુધી જાેડાયું હતું. ૪૭ વર્ષની ઉંમરે પણ અમીષા પટેલ અપરિણીત…
જાણીતા કોરિયોગ્રાફર, એક્ટર અને ડાયરેક્ટર પ્રભુદેવા હાલ સાતમા આસમાને છે. પ્રભુદેવા ફરી એકવાર પિતા બની ગયા છે. પ્રભુદેવા અને તેમની બીજી પત્ની હિમાની પહેલા સંતાનના પેરેન્ટ્સ બન્યા છે. પ્રભુદેવા અને હિમાનીએ ૨૦૨૦માં લગ્ન કર્યા હતા. હવે લગ્નના ત્રણ વર્ષ બાદ તેમના ઘરે પારણું બંધાયું છે. પ્રભુદેવાએ ફરીથી પિતા બન્યા હોવાની વાતની પુષ્ટિ પણ કરી છે. અમારા સહયોગી ઈટાઈમ્સ સાથેની વાતચીતમાં પ્રભુદેવાએ કહ્યું, હા, હું પિતા બન્યો છું એ વાત સાચી છે. હું ૫૦ની ઉંમરે ફરી એકવાર પિતા બન્યો છું. હું ખૂબ ખૂબ ખુશ છું અને પૂર્ણતાનો અનુભવ કરી રહ્યો છું. પ્રભુદેવા અને હિમાની દીકરીના પેરેન્ટ્સ બન્યા છે. ત્યારે સૌથી ખુશીની…