Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ઐશ્વર્યાના આરોપ સાંભળી ઉડ્યા હતા સલમાનના હોશ
    India

    ઐશ્વર્યાના આરોપ સાંભળી ઉડ્યા હતા સલમાનના હોશ

    Shukhabar DeskBy Shukhabar DeskJune 16, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સલમાન ખાન પોતાની પર્સનલ લાઈફને લઈને હંમેશા ચર્ચામાં રહ્યો છે. તેની લવ લાઈફ હંમેશા લાઈમલાઈટમાં રહી છે. સલમાને સોમી અલીથી લઈને સંગીતા બિજલાની, ઐશ્વર્યા રાય અને કેટરીના કૈફ સહિતની એક્ટ્રેસને ડેટ કરી હતી. જાે કે, કોઈની સાથે પણ તેના સંબંધો વધારે સમય ટક્યા નહીં અને તેનું બ્રેકઅપ થઈ ગયું. પરંતુ જે એક્ટ્રેસની સાથે બ્રેકઅપના કારણે આખી ઈન્ડસ્ટ્રીમાં હંગામો મચી ગયો હતો, તે હતી ઐશ્વર્યા રાય. સલમાન અને ઐશ્વર્યા એટલી કડવાશ સાથે અલગ થયા હતા કે આજ સુધી બંનેએ ન તો કોઈ ફિલ્મમાં સાથે કામ કર્યું છે કે ન તો એકબીજા સામે આવવાનું પસંદ કરે છે.

    ઐશ્વર્યાએ ત્યારે સલમાન પર શોષણથી લઈને મારઝૂડ સુધીનો આરોપ લગાવ્યો હતો. પરંતુ સલમાને તમામ આરોપો નકારી દીધા હતા. એક ઈન્ટરવ્યૂમાં તો તેણે એક્ટ્રેસનું નામ લીધા વગર તેમ પણ કહ્યું હતું કે, જાે તે મારતો તો બચતી નહીં. ૯૦ના દશકામાં સલમાન અને ઐશ્વર્યાની લવ સ્ટોરીની ખૂબ ચર્ચા હતી. બંને ઘણીવાર સાથે જાેવા મળતા હતા. ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’ના સેટ પર બંને પ્રેમમાં પડ્યા હતા. બંને વચ્ચે બધું સારું ચાલી રહ્યું હતું. ઘણા સમય સુધી તેઓ રિલેશનશિપમાં હતા, પરંતુ ૨૦૦૧માં તેમનું બ્રેકઅપ થયું હતું. જે બાદ તેમની વચ્ચે જે કંઈ થયું તે બધાએ જાેયું હતું. રિપોર્ટ્‌સ પ્રમાણેસ નવેમ્બર ૨૦૦૧માં સલમાન મોડી રાતે ઐશ્વર્યાના એપાર્ટમેન્ટ બહાર પહોંચ્યો હતો અને જાેર-જાેરથી દરવાજાે ખખડાવવા લાગ્યો હતો. સલમાને ઘરની અંદર જવાની જિદ કરી હતી, પરંતુ ઐશ્વર્યાએ દરવાજાે નહોતો ખોલ્યો. તેવું પણ કહેવાય રહ્યું છે કે, ત્યારે સલમાને આપઘાત કરવાની ધમકી પણ આપી હતી. સવારે ૩ વાગ્યા સુધી આ બધો ડ્રામા ચાલ્યો હતો.

    સલમાન લગ્ન કરવા માગતો હતો પરંતુ ઐશ્વર્યાને ઉતાવળ નહોતી. વાત ત્યારે બગડી હતી જ્યારે સલમાન ઐશ્વર્યાને જણાવ્યા વગર એક્સ-ગર્લફ્રેન્ડ સોમી અલી સાથે અમેરિકા ગયો હતો. તે બાદ બંનેનું બ્રેકઅપ થયું હતું. ઐશ્વર્યાએ સલમાન પર શારીરિક શોષણ અને મારઝૂડનો આરોપ લગાવ્યો હતો. ૨૦૦૨માં આપેલા ઈન્ટરવ્યૂમાં એક્ટ્રેસે કહ્યું હતં કે ‘બ્રેકઅપ બાદ સલમાન મને ફોન કરીને બકવાસ કરતો હતો. તે શંકા કરતો હતો કે કો-એક્ટર્સ સાથે મારું અફેર ચાલી રહ્યું છે. અભિષેક બચ્ચનથી લઈને શાહરુખ ખાન સુધી… મારું નામ જાેડવામાં આવ્યું હતું. કેટલીકવાર તો એવુ પણ થયું હતું કે તેણે મારા પર હાથ ઉગામ્યો હતો. જાણે કંઈ થયું જ ન હોય તેમ હું કામ પર જતી હતી’. તેણે તેમ પણ કહ્યું હતું કે, સલમાન સાથે તેના સંબંધો ત્યારે તૂટ્યા હતા જ્યારે એક્ટરે દગો આપ્યો હતો. તે બ્રેકઅપને સ્વીકારી શક્યો નહોતો અને તેથી તેનો પીછો કરતો હતો. જ્યારે સલમાન ખાનને ઐશ્વર્યા રાયના આરોપો વિશે પૂછવામાં આવ્યું તો તેણે ઈનકાર કરી દીધો હતો. થોડા વર્ષ પહેલા એનડીટીવીના શોમાં તેણે આ વિશે વાત કરી હતી અને એક્ટ્રેસનું નામ લીધા વગર કહ્યું હતું કે ‘તેણે તેમ કહ્યું હતું કે, મેં તેના પર હાથ ઉપાડ્યો હતો, તેમા હવે હું શું કહી શકું. એક પત્રકારે જ્યારે મને ઘણા સમય પહેલા આ વિશે પૂછ્યું તો મેં જાેરથી ટેબલ પર હાથ પછાડ્યો હતો. તે ડરી ગયો હતો કે ક્યાંક ટેબલ ન તૂટી જાય. મેં કહ્યું હતું કે, જાે હું કોઈને મારીશ તો ઝઘડો જ હશે. હું ગુસ્સો પણ જઈશ. જાેરથી મારવાનું તો ભૂલી જાઓ, હું પહેલા તેની સારી રીતે સારવાર કરીશ.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી: અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, જાણો કેવી રીતે કરશો એપ્લાય

      August 13, 2026

      રાહુલ ગાંધીનું મોટું નિવેદન: “RSSની અભિવ્યક્તિની આઝાદી પર હુમલો થશે તો હું તેમની પણ રક્ષા કરીશ”

      August 13, 2026

      રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર: “સિસ્ટમ જનતાનો અવાજ સાંભળવાને બદલે તેના પર હુકમ થોપી રહી છે”

      August 13, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.