Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»પૂલની બાજુમાં બનાવાઈ છે જેલ, દરેક કોર્નર છે ખાસ
    Entertainment

    પૂલની બાજુમાં બનાવાઈ છે જેલ, દરેક કોર્નર છે ખાસ

    Shukhabar DeskBy Shukhabar DeskJune 16, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    બોલિવૂડ એક્ટર સલમાન ખાન ફરી એકવાર ટીવી પર આવી રહ્યો છે અને તે આ શોનો હોસ્ટ બનશે. આ શો બિગ બોસ ઓટીટી છે, જેની પ્રથમ સિઝન કરણ જાેહરે હોસ્ટ કરી હતી, પરંતુ આ વખતે તેની કમાન સલમાનના હાથમાં છે. તેની ચર્ચા સર્વત્ર થઈ રહી છે. આ શોના કન્ફર્મ સ્પર્ધકોના નામ પણ સામે આવ્યા છે. હવે આ ઘરની એક ઝલક પણ બતાવવામાં આવી છે.

    દરેક ખૂણાને સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ વખતે ઘરમાં જેલ પણ બનાવવામાં આવી છે.  બિગ બોસ ઓટીટી સીઝન ૨ હાઉસઃ જાે કે, આ એ જ ઘર છે જ્યાં ‘બિગ બોસ ૧૬’નું શૂટિંગ થયું હતું. તેને નવા રંગમાં શણગારવામાં આવ્યો છે. પહેલા ગાર્ડન એરિયા બતાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સ્વિમિંગ પૂલ અને જેલ અને ટેરેસ બતાવવામાં આવ્યા હતા, જ્યાં સ્પર્ધકો બેસીને વાતો કરી શકે છે.

    વિમલ ઝોન પણ છે. ત્યારબાદ લિવિંગ એરિયા, બેડરૂમ, વોશરૂમ અને કિચન વિસ્તારની ઝલક પણ બતાવવામાં આવી છે. તમે  સિનેમા પર આ રિયાલિટી શો જાેઈ શકો છો. તે ૧૭ જૂન, ૨૦૨૩થી શરૂ થઈ રહ્યો છે. અવિનાશ સચદેવ, પલક પુરસ્વાની, નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા સિદ્દીકી, અભિષેક મલ્હાન, પુનિત કુમાર, બબીકા ધુર્વે, ફલક નાઝ, શ્રુતિ સિંહા, મનીષા રાની, જાદ હદીદ અને કેવિન અલમસિફર જેવી હસ્તીઓ આ શોમાં ભાગ લઈ રહી છે. મેકર્સ દ્વારા શેર કરવામાં આવેલા ફોટોમાં દીવાલ પર મોટી આંખની ડિઝાઈન બનાવવામાં આવી છે. તેમજ તેને ખૂબ જ કલરફુલ રાખવામાં આવી છે. મેટાલિક સિલ્વરનો ટચ પણ આપવામાં આવ્યો છે. આ સાથે તેને રસોડામાં ઉપયોગમાં લેવાતા વાસણોથી શણગારવામાં આવે છે. ફોટોમાં એક ટેબલ અને બે નાની ખુરશીઓ રાખવામાં આવી છે. ફોટો જાેઈને લાગે છે કે આ વખતની થીમ કિચન સાથે રિલેટેડ હોઈ શકે છે. કારણ કે દર વખતે મોટાભાગના ઝઘડા રસોડામાં જ થાય છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.