Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»બિપરજાેય વાવાઝોડા સાથે રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ
    India

    બિપરજાેય વાવાઝોડા સાથે રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ

    Shukhabar DeskBy Shukhabar DeskJune 21, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    રાજ્યમાં માત્ર સપ્તાહમાં જ સિઝનનો ૧૯ ટકા, કચ્છ-સૌરાષ્ટ્રમાં ૩૯ ટકા વરસાદ

    ૧૫મી જૂને ગુજરાતના દરિયાકિનારે બિપોરજાેય વાવાઝોડું (ચક્રવાત બિપરજાેય) ત્રાટક્યું હતું અને આ સાથે રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ છે. ૧૧થી ૧૮ જૂન તેમ માત્ર એક અઠવાડિયામાં ગુજરાતમાં સીઝનનો ૧૯ ટકા જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં ૩૯ ટકા વરસાદ નોંધાયો હતો. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) ગુજરાતના હેડ મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, ‘અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડું બિપોરજાેય લેન્ડફોલ પહેલા, તે દરિયમાન અને બાદમાં ખાસ કરીને કચ્છ, દેવભૂમિ દ્વારકા, પાટણ અને જામનગર જેવા ક્ષેત્રોમાં વરસાદ લઈને આવ્યું હતું. સોમવાર સુધીમાં રાજ્યમાં ૧૮.૭ ટકા વરસાદ થયો છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્રમાં ૩૮.૮ ટકા મોસમી વરસાદ થયો છે. લેન્ડફોલ બાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ યથાવત્‌ છે’.
    મનોરમા મોહંતીએ ઉમેર્યું હતું કે, ‘ગુજરાત તરફ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધવાની રાહ જાેવાઈ રહી છે. સોમવારે દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ દક્ષિણ ભારતના કેટલાક વધુ ભાગોને આવરી લીધા હતા. તેની ઉત્તરીય સીમા દક્ષિણ મહારાષ્ટ્ર સુધી પહોંચી ગઈ છે’. આ ક્ષેત્રો માટે રોલ રિવર્સલ છે. આઈએમડીના ડેટા દર્શાવે છે કે, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની અછત છે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના ભાગોમાં અતિશય વરસાદ થયો છે. સામાન્ય રીતે, ચોમાસુ દક્ષિણ ગુજરાતથી પ્રવેશે અને બાદમાં ધીમે-ધીમે આખા રાજ્યને આવરે છે. દક્ષિણ ગુજરાતમાં પણ પરંપરાગત રીતે સૌથી વધુ વરસાદ પડે છે.
    રાજ્યના જળ સંસાધન વિભાગના જણાવ્યા અનુસાર, વ્યાપક વરસાદના કારણે કચ્છના ડેમ અને જળાશયોમાં પાણીનું સ્તર ૨૦ ટકા વધ્યું છે. અત્યારસુધીમાં ચાર ડેમ ઓવરફ્લો થયા છે જ્યારે છે ડેમ તેની ક્ષમતાના ૮૦ ટકા કરતા વધુ ભરાઈ ગયા છે, તેમ

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી: અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, જાણો કેવી રીતે કરશો એપ્લાય

      August 13, 2026

      રાહુલ ગાંધીનું મોટું નિવેદન: “RSSની અભિવ્યક્તિની આઝાદી પર હુમલો થશે તો હું તેમની પણ રક્ષા કરીશ”

      August 13, 2026

      રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર: “સિસ્ટમ જનતાનો અવાજ સાંભળવાને બદલે તેના પર હુકમ થોપી રહી છે”

      August 13, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.