ગુજરાતને ટકાઉ વિકાસ જાેઈએ…. રાજ્યમાં ભ્રષ્ટાચારના ભારમાં પુલોની હાલત ખરાબ થઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી લોકાર્પણ પહેલાં કે લોકાર્પણના ગણતરીના વર્ષોમાં પુલો ખખડધજ કે ધરાશાયી થઈ રહ્યાં છે. તાપીમાં તો લોકાર્પણ પહેલાં જ પુલ ધરાશાયી થયો હતો. આ એક ઘટના નથી આખું લિસ્ટ છે. ૨૦૧૮ ના વર્ષમાં સીઆરઆરઆઈનો એક રિપોર્ટ આવ્યો હતો. જેમાં ગુજરાત ખરાબ પુલોમાં પ્રથમ નંબરે હતું. સામાન્ય પુલનું આયુષ્ય ૧૦૦ વર્ષ હોય છે. પરંતુ નવાઈની વાત એ છે કે, ૨૮૧માંથી ૨૫૩ પુલ ફક્ત એ સમયે ૫થી ૭ વર્ષ જ જૂનાં હતા. એ રિપોર્ટમાં એવા ખુલાસા હતા કે, ખરાબ મટીરિયલને કારણે અનેક પુલના નીચેના તળિયાનો ભાગ ખખડી…
Author: Shukhabar Desk
ગુજરાતમાં છેલ્લાં કેટલાક સમયથી યુવાન લોકોમાં હાર્ટ એટેકના કિસ્સા મોટા પ્રમાણમાં વધી રહ્યાં છે. ક્યારેક જીમમાં કસરત કરતા તો ક્યારેક કોઈ કામ કરતા અચાનક હાર્ટ એટેક આવે છે અને યુવા લોકો પણ હાર્ટ એટેકને કારણે પોતાનો જીવ ગુમાવે છે. હાર્ટ એટેકના વધી રહેલા કિસ્સા ચિંતાનો વિષય છે. રાજ્યમાં હાર્ટ એટેકને કારણે વધુ એક યુવકે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. રાજ્યમાં છેલ્લાં ૨૪ કલાકમાં હાર્ટ એટેકને કારણે બે યુવાનોના મોત થયા છે. આણંદ જિલ્લાના ઓડ ગામ ગામે ૨૨ વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. બાથરૂમમાં સ્નાન કરવા ગયેલા યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. તે બાથરૂમમાં ઢળી પડ્યો હતો. પરિવારજનોએ…
અંકલેશ્વરની ય્ૈંડ્ઢઝ્રની એક કંપનીના માલિકે ભરૂચના બિલ્ડર પાસેથી ૧૫ દિવસ માટે ૬ કરોડ રૂપિયા ઉછીના લીધા બાદ પરત ન કરતા છેતરપિંડીની ફરિયાદ થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર જીઆઈડીસીમાં આવેલા નોરિસ મેડિસીન કંપનીના માલિક અને ચેન્નાઈના રહીશ વિમલ શાહની મુલાકાત ભરૂચના ચંદ્રેશ શાંતિલાલ શ્રોફે ભરૂચના શિલ્પી ગ્રુપના બિલ્ડર સેજલ શાહ સાથે કરાવી હતી. શ્રોફ ચંદ્રેશ દ્વારા વિમલ શાહ સાથે તેમના જૂના પારિવારિક સંબંધો હોવાનું કહીને બિલ્ડર સેજલ શાહ સાથે મુલાકાત કરાવી હતી. વિમલ શાહે પોતાને અરજન્ટ ૬ કરોડ રૂપિયાની જરૂરિયાત હોવાથી ચંદ્રેશ શ્રોફે હમણા તેમની પાસે નથી તેમ જણાવ્યું હતું. જેથી બિલ્ડર સેજલ શાહને કહ્યું હતું કે, તમારી પાસે હોય તો…
ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થઈ ગયું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદે માઝા મૂકી છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. ખાસ કરીને બારડોલીમાં વરસાદે ધબધબાટી બોલાવી હતી અને અહીં છ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. બીજી તરફ, હવામાન વિભાગની આગાહી છે કે, રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે. હાલ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો હતો. એટલું જ નહીં સૌરાષ્ટ્રના પણ કેટલાંક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે. ડાંગ જિલ્લામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. સુરતના મહુવામાં ૫.૬ ઈંચ અને વાલોડમાં ૪.૫ ઈંચ વરસાદ નોંધાયો છે. સમગ્ર…
છેલ્લા થોડા મહિનાઓથી ગુજરાતમાં નાની વયે હાર્ટ અટેકના કારણે મૃત્યુ થયું હોવા એવા કિસ્સા સામે આવતા રહ્યા છે. ક્યારેક ક્રિકેટ રમતાં તો ક્યારેક ઓફિસમાં તો ક્યારેક રસ્તામાં યુવકો ઢળી પડ્યા હોય તેવા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ફાસ્ટ લાઈફસ્ટાઈલ અને અનિયમિત ખોરાકને યુવાનોમાં હાર્ટ અટેકના મુખ્ય કારણો પૈકીનું એક માનવામાં આવ્યું છે. તાજેતરમાં જ વધુ એક યુવાને હૃદયરોગના હુમલાના લીધે જીવ ગુમાવ્યો છે. રાજકોટમાં અભ્યાસ કરતાં કલ્પેશ પ્રજાપતિ નામના ૨૮ વર્ષીય યુવકનું હાર્ટ અટેક આવતાં મોત થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કલ્પેશ પ્રજાપતિ વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં આર્કિટેક્ચરનો અભ્યાસ કરતો હતો. આર્કિટેક્ચરનું છેલ્લું વર્ષ કલ્પેશની જિંદગીનું અંતિમ વર્ષ બની ગયું હતું. મૂળ…
યુપીના સહારનપુરથી મોટા સમાચાર આવ્યા છે. જ્યાં ચંદ્રશેખર આઝાદ પર દેવબંદ વિસ્તારમાં હુમલો થયો છે. હરિયાણા નંબરની કારમાંથી આવેલા બદમાશોએ આઝાદ પર ફાયરિંગ કર્યું હતું. આઝાદને પેટ અને કમરમાં ગોળી વાગી છે. તેમને ઈજાગ્રસ્ત હાલતમાં દેવબંદની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, સહારનપુરના દેવબંદ પહોંચેલા ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર આઝાદના કાફલા પર અજ્ઞાતો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ જીવલેણ હુમલામાં ચંદ્રશેખર ઈજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર માટે દેવબંદની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં છે. ચંદ્રશેખર પોતાની કારમાં દેવબંદ પહોંચ્યા હતા, ત્યારે અચાનક તેમની ગાડી પર અજ્ઞાત લોકો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગોળી તેમને અડીને નીકળી…
ગૃહિણીઓના રસોડામાંથી ટમેટા ધીરે ધીરે ગાયબ થવા લાગ્યા છે. તેનું કારણ છે ટમેટાના વધેલા ભાવ. બજારમાં ટમેટા ૧૦૦ થી ૧૨૦ રૂપિયાના કિલો થઈ ગયા છે જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. ટમેટાના ભડકે બળતા ભાવ વચ્ચે ગૃહિણીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ટમેટાના વધેલા ભાવ અસ્થાયી સમસ્યા છે અને તે ટૂંક સમયમાં જ ઘટી શકે છે. ટમેટાના વધતા ભાવને લઈને ઉપભોક્તા વિભાગના સચિવ રોહિત કુમારનું કહેવું છે કે ટમેટાના ભાવમાં ઉછાળો અસ્થાયી સમસ્યા છે. જે વરસાદના કારણે સર્જાઈ છે. દર વર્ષે આ સમય દરમિયાન આવું થાય છે. હાલ ટમેટાના ભાવ વધ્યા છે તેનું કારણ અચાનક આવેલો વરસાદ છે.…
ED એ બુધવારે મની લોન્ડરિંગના મામલામાં પોતાના જ પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર સચિન સાવંતના ઘરે રેડ મારી. સચિન સાવંત પર ૫૦૦ કરોડ રૂપિયાની હેરફેરનો આરોપ છે. ઈડીના સૂત્રોએ કહ્યું કે સાવંતના મુંબઈ આવાસ સહિત તેમના સંલગ્ન વિભિન્ન પરિસરો પર મંગળવારે દરોડા પાડવામાં આવ્યા. સચિન સાવંત હાલ કસ્ટમ્સ એન્ડ ઈનડાઈરેક્ટ ટેક્સ કેડર મુંબઈ ખાતે ૈંઇજી ઓફિસર તરીકે કાર્યરત છે. સાવંત અગાઉ ઈડી મુંબઈ ઝોન ૨માં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે તૈનાત હતા. સચિન સાવંત જ્યારે મુંબઈ ઈડીમાં હતા ત્યારે ડાયમંડ કંપનીની ૫૦૦ કરોડની હેરાફેરીમાં સામેલ હતા. તેને લઈને ઈડીની ટીમે તેમના લખનઉ અને મુંબઈ સ્થિત ઘરો પર દરોડા પાડ્યા. આ મામલે સીબીઆઈએ કેસ દાખલ…
એક અહેવાલ અનુસાર સ્વિસ બેન્કિંગ ગ્રુપ યુબીએસએ ક્રેડિટ સુઈસના ૩૫,૦૦૦ કર્મચારીઓની છટણી કરવાનો ર્નિણય લીધો છે. તેનાથી કર્મચારીઓની સંખ્યા અડધાથી પણ ઓછી થઈ જશે. અગાઉ સ્વિત્ઝર્લેન્ડની સરકારે બેલઆઉટ પેકેજ આપીને મુશ્કેલીમાં મુકાયેલી ક્રેડિટ સુઈસને બચાવી હતી. ક્રેડિટ સુઈસમાં અંદાજે ૪૫,૦૦૦ કર્મચારીઓ છે. ક્રેડિટ સુઈસની સોલ્વન્સી પર રોકાણકારોના ડરને કારણે તે પતનની નજીક આવી ગઈ હતી. આવું ન થાય તે માટે, સ્વિસ સરકારે મોટા પાયે બેલઆઉટની વ્યવસ્થા કરી હતી. વિશ્લેષકોએ ચેતવણી આપી હતી કે વિશ્વની બે સૌથી મહત્વપૂર્ણ બેંકોમાં ઓવરલેપ થવાથી મોટાપાયે નોકરીઓમાં કાપ આવી શકે છે. યુબીએસઅને ક્રેડિટ સુઈસ પાસે લગભગ ૧.૨ લાખ કર્મચારીઓ છે. તેમાંથી ૩૭ હજાર સ્વિત્ઝર્લેન્ડમાં કામ…
ભારતમાં સૌથી વધારે પ્રમાણમાં તુવરની દાળ ખાવામાં આવે છે. અને અત્યારના સમયમાં તુવરની દાળનો ભાવ આસમાન પર પહોચી ગયા છે. દાળના વધતા ભાવને કારણે સામાન્ય લોકોનું બજેટ ખોરવાઈ જાય છે. અને તેના કારણે પરેશાની વધી જાય છે. જેને જાેતા સરકારે દાળના ભાવને નિયત્રંણમાં લેવા માટે સરકારના બફર સ્ટોકમાંથી મિલ માલિકોને તુવર દાળ વેચવાની તૈયારી કરી રહી છે. સરકારના આ ર્નિણયથી દાળના ભાવમાં ઘટાડો થાય તેવી સંભાવના છે. એક અધિકૃત નિવેદન પ્રમાણે સરકારે આયાતી સ્ટોક ભારતીય બજારમાં આવે ત્યાં સુધી આયોજિત અને લક્ષિત રીતે રાષ્ટ્રીય બફરમાંથી તુવેર દાળને વેચવાનો ર્નિણય કર્યો છે. ખાદ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે જ્યાં સુધી ઈમ્પોર્ટેડ તુવર દાળને…