Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»વધુ એક આશાસ્પદ યુવકનો હાર્ટ અટેકે લીધો જીવ VVP કોલેજના ૨૮ વર્ષીય વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત
    Gujarat

    વધુ એક આશાસ્પદ યુવકનો હાર્ટ અટેકે લીધો જીવ VVP કોલેજના ૨૮ વર્ષીય વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત

    Shukhabar DeskBy Shukhabar DeskJune 29, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    છેલ્લા થોડા મહિનાઓથી ગુજરાતમાં નાની વયે હાર્ટ અટેકના કારણે મૃત્યુ થયું હોવા એવા કિસ્સા સામે આવતા રહ્યા છે. ક્યારેક ક્રિકેટ રમતાં તો ક્યારેક ઓફિસમાં તો ક્યારેક રસ્તામાં યુવકો ઢળી પડ્યા હોય તેવા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ફાસ્ટ લાઈફસ્ટાઈલ અને અનિયમિત ખોરાકને યુવાનોમાં હાર્ટ અટેકના મુખ્ય કારણો પૈકીનું એક માનવામાં આવ્યું છે. તાજેતરમાં જ વધુ એક યુવાને હૃદયરોગના હુમલાના લીધે જીવ ગુમાવ્યો છે. રાજકોટમાં અભ્યાસ કરતાં કલ્પેશ પ્રજાપતિ નામના ૨૮ વર્ષીય યુવકનું હાર્ટ અટેક આવતાં મોત થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કલ્પેશ પ્રજાપતિ વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં આર્કિટેક્ચરનો અભ્યાસ કરતો હતો. આર્કિટેક્ચરનું છેલ્લું વર્ષ કલ્પેશની જિંદગીનું અંતિમ વર્ષ બની ગયું હતું. મૂળ તાપી જિલ્લાનો કલ્પેશ રાજકોટમાં રહીને અભ્યાસ કરતો હતો. તે કોલેજમાં એકાએક ઢળી પડ્યો હતો અને હોસ્પિટલ પહોંચે એ પહેલા જ તેનું મોત થયું હતું. સ્થાનિક મીડિયાના રિપોર્ટ્‌સ પ્રમાણે, કલ્પેશને મંગળવારે સાંજે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.તેને એસિડિટી લાગતાં તેણે સોડા પીધી હતી. તેમ છતાં રાહત નહોતી થઈ. તેણે મિત્રોને છાતીમાં દુઃખાવાની જાણ કરતાં તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જાેકે, હોસ્પિટલ પહોંચે એ પહેલા જ તેનો જીવ જીતો રહ્યો હતો. તેના મોતના સમાચારથી આખી કોલેજમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. કલ્પેશના મોતના સમાચાર મળતાં જ મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચી ગયા હતા.
    જુવાનજાેધ દીકરાનું મોત થાય તો પરિવાર પર આભ તૂટી પડે છે. આવું જ કલ્પેશના પરિવાર સાથે થયું હતું.
    મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતો કલ્પેશ આર્કિટેક્ચર જેવા મોંઘા કોર્સનો અભ્યાસ કરતો હતો. તેણે પોતાના પરિવારને સુંદર જિંદગી આપવાના સપના જાેયા હશે. પરંતુ એ બધા હવે ફક્ત સપના જ રહી ગયા. કલ્પેશના પિતા વ્યારાના બાજુપુરા ગામમાં કરિયાણાની દુકાન ચલાવીને ગુજરાન કરે છે. મૃતક કલ્પેશના પરિવારમાં માતાપિતા અને એક મોટી બહેન છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

      July 10, 2025

      Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

      July 9, 2025

      Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

      July 9, 2025
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.