Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Gujarat»GPCB ની તાત્કાલિક તપાસ, કંપની દ્વારા સમસ્યાના કાયમી નિવારણ માટે નવી પાઇપલાઇનની કામગીરી પૂરજોશમાં
    Gujarat

    GPCB ની તાત્કાલિક તપાસ, કંપની દ્વારા સમસ્યાના કાયમી નિવારણ માટે નવી પાઇપલાઇનની કામગીરી પૂરજોશમાં

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarOctober 18, 2026No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અહેવાલની અસર: GPCB એ પાણીના સેમ્પલ લીધા; અતુલ લિમિટેડે કહ્યું- ‘ટેકનિકલ ખામી સર્જાઈ હતી, નવી પાઇપલાઇનનું કામ ચાલુ’

    અહેવાલ પ્રસારિત થતાં જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ની ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી. અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને પાણીના વિવિધ નમૂનાઓ એકત્રિત કર્યા હતા અને નિયમો મુજબ આગળની તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તકેદારીના પગલાંરૂપે પાઇપલાઇન મારફતે થતો નિકાલ પણ તાત્કાલિક અસરથી સંપૂર્ણપણે બંધ કરાવવામાં આવ્યો હતો.સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, સંબંધિત પાઇપલાઇન મારફતે નિકાલ કરવામાં આવતું ટ્રીટેડ પાણી પણ GPCBના લાગુ પડતા ધોરણો અનુસાર ટ્રીટ કરીને છોડવામાં આવતું હતું.

    બીજી તરફ, અતુલ લિમિટેડ કંપનીએ આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લીધી છે. કંપની પ્રશાસન તરફથી મળેલી માહિતી અનુસાર, સંબંધિત પાઇપલાઇનમાં સર્જાયેલી ટેકનિકલ ખામીને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ હતી. ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે કંપની દ્વારા હાલની લાઇનનું સંપૂર્ણ ઓવરહોલિંગ અને સુરક્ષાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

    આ ઉપરાંત, ભવિષ્યમાં આવી સમસ્યાનું કાયમી નિવારણ લાવવા માટે કંપની દ્વારા અંદાજીત ₹ ૨૦ કરોડ ના ખર્ચે નવી પાઇપલાઇન નાખવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે, જે હાલ એડવાન્સ સ્ટેજ માં છે. કંપનીના જણાવ્યા અનુસાર,આ નવી પાઇપલાઇન માટે જરૂરી મંજૂરી મેળવવાની પ્રક્રિયા આશરે બે વર્ષ પહેલાં થી શરૂ કરવામાં આવી હતી અને તમામ મંજૂરીઓ મેળવ્યા બાદ જ કામગીરી શરૂ કરેલ છે. નવી પાઇપલાઇન કાર્યરત થતાં નિકાલની વ્યવસ્થાને વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવામાં મદદ મળશે તથા ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટેના પ્રયાસોને વધુ મજબૂતી મળશે.

    #AtulLimited #EnvironmentalAction #PollutionControl
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      Rain casualty Faridabad:ફરીદાબાદ અકસ્માત, કાનપુરના 6 મજૂરમાં 2ના મોત, 4 ઘાયલ

      July 10, 2025

      Gujarat Bridge Collapse: મહિસાગર નદી પર પુલ તૂટી પડતાં 13નાં મોત, સરકારની તાત્કાલિક કાર્યવાહી

      July 9, 2025

      Panchayat corruption: દેવરિયામાં મૃત વ્યક્તિને મજૂરી મળતી રહી!

      July 9, 2025
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.