Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»ભારતમાં સૌથી વધારે પ્રમાણમાં તુવરની દાળ ખવાય છે સરકાર બફર સ્ટોકમાંથી તુવેર દાળ મિલ માલિકોને વેચશે
    India

    ભારતમાં સૌથી વધારે પ્રમાણમાં તુવરની દાળ ખવાય છે સરકાર બફર સ્ટોકમાંથી તુવેર દાળ મિલ માલિકોને વેચશે

    Shukhabar DeskBy Shukhabar DeskJune 28, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ભારતમાં સૌથી વધારે પ્રમાણમાં તુવરની દાળ ખાવામાં આવે છે. અને અત્યારના સમયમાં તુવરની દાળનો ભાવ આસમાન પર પહોચી ગયા છે. દાળના વધતા ભાવને કારણે સામાન્ય લોકોનું બજેટ ખોરવાઈ જાય છે. અને તેના કારણે પરેશાની વધી જાય છે. જેને જાેતા સરકારે દાળના ભાવને નિયત્રંણમાં લેવા માટે સરકારના બફર સ્ટોકમાંથી મિલ માલિકોને તુવર દાળ વેચવાની તૈયારી કરી રહી છે. સરકારના આ ર્નિણયથી દાળના ભાવમાં ઘટાડો થાય તેવી સંભાવના છે. એક અધિકૃત નિવેદન પ્રમાણે સરકારે આયાતી સ્ટોક ભારતીય બજારમાં આવે ત્યાં સુધી આયોજિત અને લક્ષિત રીતે રાષ્ટ્રીય બફરમાંથી તુવેર દાળને વેચવાનો ર્નિણય કર્યો છે. ખાદ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે જ્યાં સુધી ઈમ્પોર્ટેડ તુવર દાળને રાષ્ટ્રીય બફરમાંથી ખુલ્લા બજારમાં ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી સરકાર બફર સ્ટોક ચાલુ રાખશે. સરકાર પ્રયાસ કરી રહી છે કે આ દાળના પુરવઠામાં ઘટાડો ન થાય.
    નિવેદન પ્રમાણે ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા રાષ્ટ્રીય કૃષિ સહકારી માર્કેટિંગ ફેડરેશન (એનએએફઈડી)અને નેશનલ કોઓપરેટિવ કન્ઝ્‌યુમર ફેડરેશન (એનસીસીએફ) ને તુવર દાળની ઉપલબ્ધતા વધારવા માટે યોગ્ય મિલમાલિકો વચ્ચે ઓનલાઈન હરાજી દ્વારા તુવર દાળનું વેચાણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અને તે પછી દાળ ગ્રાહકોને મળે તે માટે સૂચના આપવામાં આવી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી: અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, જાણો કેવી રીતે કરશો એપ્લાય

      August 13, 2026

      રાહુલ ગાંધીનું મોટું નિવેદન: “RSSની અભિવ્યક્તિની આઝાદી પર હુમલો થશે તો હું તેમની પણ રક્ષા કરીશ”

      August 13, 2026

      રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર: “સિસ્ટમ જનતાનો અવાજ સાંભળવાને બદલે તેના પર હુકમ થોપી રહી છે”

      August 13, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.