Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»અગાઉ સ્વિત્ઝર્લેન્ડની સરકારે બેલઆઉટ પેકેજ આપ્યું હતુ ક્રેડિટ સુઈસના ૩૫,૦૦૦ કર્મચારીઓની છટણી થશે
    India

    અગાઉ સ્વિત્ઝર્લેન્ડની સરકારે બેલઆઉટ પેકેજ આપ્યું હતુ ક્રેડિટ સુઈસના ૩૫,૦૦૦ કર્મચારીઓની છટણી થશે

    Shukhabar DeskBy Shukhabar DeskJune 28, 2023No Comments1 Min Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    એક અહેવાલ અનુસાર સ્વિસ બેન્કિંગ ગ્રુપ યુબીએસએ ક્રેડિટ સુઈસના ૩૫,૦૦૦ કર્મચારીઓની છટણી કરવાનો ર્નિણય લીધો છે. તેનાથી કર્મચારીઓની સંખ્યા અડધાથી પણ ઓછી થઈ જશે. અગાઉ સ્વિત્ઝર્લેન્ડની સરકારે બેલઆઉટ પેકેજ આપીને મુશ્કેલીમાં મુકાયેલી ક્રેડિટ સુઈસને બચાવી હતી. ક્રેડિટ સુઈસમાં અંદાજે ૪૫,૦૦૦ કર્મચારીઓ છે. ક્રેડિટ સુઈસની સોલ્વન્સી પર રોકાણકારોના ડરને કારણે તે પતનની નજીક આવી ગઈ હતી. આવું ન થાય તે માટે, સ્વિસ સરકારે મોટા પાયે બેલઆઉટની વ્યવસ્થા કરી હતી. વિશ્લેષકોએ ચેતવણી આપી હતી કે વિશ્વની બે સૌથી મહત્વપૂર્ણ બેંકોમાં ઓવરલેપ થવાથી મોટાપાયે નોકરીઓમાં કાપ આવી શકે છે. યુબીએસઅને ક્રેડિટ સુઈસ પાસે લગભગ ૧.૨ લાખ કર્મચારીઓ છે. તેમાંથી ૩૭ હજાર સ્વિત્ઝર્લેન્ડમાં કામ કરે છે. કંપનીઓના નજીકના સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું કે કર્મચારીઓની છટણી કરવામાં આવી રહી છે. આ છટણી ત્રણ રાઉન્ડમાં થશે. પહેલો તબક્કો જુલાઈના અંતે, બીજાે સપ્ટેમ્બરમાં અને ત્રીજાે ઓક્ટોબરમાં પૂરો થશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી: અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ, જાણો કેવી રીતે કરશો એપ્લાય

      August 13, 2026

      રાહુલ ગાંધીનું મોટું નિવેદન: “RSSની અભિવ્યક્તિની આઝાદી પર હુમલો થશે તો હું તેમની પણ રક્ષા કરીશ”

      August 13, 2026

      રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર: “સિસ્ટમ જનતાનો અવાજ સાંભળવાને બદલે તેના પર હુકમ થોપી રહી છે”

      August 13, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.