Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»India»HAL Recruitment 2026: એન્જિનિયરિંગ યુવાનો માટે 150 જગ્યાઓ, ₹1.20 લાખ સુધી પગાર
    India

    HAL Recruitment 2026: એન્જિનિયરિંગ યુવાનો માટે 150 જગ્યાઓ, ₹1.20 લાખ સુધી પગાર

    Rohi Patel ShukhabarBy Rohi Patel ShukhabarOctober 8, 2026No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    HALમાં સરકારી નોકરીની મોટી તક, જુનિયર એક્ઝિક્યુટિવની 150 પોસ્ટ માટે ભરતી

    એન્જિનિયરિંગની ડિગ્રી પૂર્ણ કરી ચૂકેલા યુવાનો માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)માં સરકારી નોકરી મેળવવાની સારી તક સામે આવી છે. HAL દ્વારા જુનિયર એક્ઝિક્યુટિવના કુલ 150 પદ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી શોર્ટ ટર્મ બેઝિસ પર કરવામાં આવશે. ઉમેદવારો માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 7 ઓક્ટોબર 2026થી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની અંતિમ તારીખ 17 ઓક્ટોબર 2026 બપોરે 2 વાગ્યા સુધી રાખવામાં આવી છે. ઉમેદવારોની પસંદગી મુખ્યત્વે ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.

    Job 2024

    અલગ શાખાઓમાં 150 જગ્યાઓ

    HALની આ ભરતીમાં વિવિધ એન્જિનિયરિંગ શાખાઓના ઉમેદવારોને તક આપવામાં આવી છે. સૌથી વધુ 78 જગ્યાઓ મિકેનિકલ એન્જિનિયરિંગ માટે રાખવામાં આવી છે. આ ઉપરાંત ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટે 25, ઇલેક્ટ્રોનિક્સ માટે 21 અને સિવિલ એન્જિનિયરિંગ માટે 7 પદ છે. કમ્પ્યુટર સાયન્સ અને પ્રોડક્શન એન્જિનિયરિંગ માટે 6-6 જગ્યાઓ નક્કી કરવામાં આવી છે. મેટલર્જી માટે 3 તથા એરોનોોટિકલ અને કેમિકલ એન્જિનિયરિંગ માટે 2-2 જગ્યાઓ ઉપલબ્ધ છે. આથી વિવિધ ટેક્નિકલ ક્ષેત્રના લાયક યુવાનો માટે ભરતી મહત્વપૂર્ણ બની શકે છે.

    શૈક્ષણિક લાયકાત શું રહેશે?

    જુનિયર એક્ઝિક્યુટિવના પદ માટે ઉમેદવાર પાસે સંબંધિત એન્જિનિયરિંગ અથવા ટેક્નોલોજી શાખામાં નિયમિત અથવા ફુલ-ટાઈમ ડિગ્રી હોવી જરૂરી છે. ડિગ્રી ભારતની માન્ય યુનિવર્સિટી અથવા સંબંધિત કાયદાકીય સત્તા દ્વારા માન્ય સંસ્થામાંથી મેળવેલી હોવી જોઈએ. 10+2+4 પેટર્ન ઉપરાંત લેટરલ એન્ટ્રી દ્વારા 10+3+3 પેટર્ન હેઠળ મેળવેલી ડિગ્રી પણ માન્ય ગણાશે. સામાન્ય, OBC-NCL અને EWS કેટેગરીના ઉમેદવારોએ ઓછામાં ઓછા 60 ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ, જ્યારે SC, ST અને PwBD ઉમેદવારો માટે ઓછામાં ઓછા 50 ટકા ગુણ જરૂરી છે.

    ઉંમર પગાર અને પસંદગી

    આ ભરતી માટે 17 ઓક્ટોબર 2026ના રોજ ઉમેદવારની મહત્તમ ઉંમર 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ. SC અને ST ઉમેદવારોને મહત્તમ વયમર્યાદામાં 5 વર્ષની, જ્યારે OBC-NCL ઉમેદવારોને 3 વર્ષની છૂટ આપવામાં આવશે. PwBD ઉમેદવારોને પણ નિયમો અનુસાર વધારાની ઉંમર છૂટ મળશે. પસંદગી ઇન્ટરવ્યૂના આધારે થશે અને ઇન્ટરવ્યૂ નવેમ્બર 2026માં યોજાવાની સંભાવના છે. પસંદ થયેલા ઉમેદવારોની નિમણૂક શરૂઆતમાં વધુમાં વધુ 3 વર્ષ માટે શોર્ટ ટર્મ આધાર પર કરવામાં આવશે.

    એક લાખથી વધુ પગાર મળશે

    જુનિયર એક્ઝિક્યુટિવ માટે HALએ E0 પે સ્કેલ ₹30,000થી ₹1,20,000 નક્કી કર્યો છે. શરૂઆતમાં ઉમેદવારને ₹30,000 માસિક બેઝિક પગાર મળશે. આ ઉપરાંત મોંઘવારી ભથ્થું, HRA અને બેઝિક પગારના 35 ટકા સુધી કૅફેટેરિયા અલાઉન્સ જેવી સુવિધાઓ પણ આપવામાં આવશે. બીજા અને ત્રીજા વર્ષમાં બેઝિક પગારમાં 3 ટકાની વાર્ષિક વૃદ્ધિનો નિયમ છે. ઉમેદવારોને મેડિકલ ઇન્શ્યોરન્સ, PF, ગ્રેચ્યુઇટી, રજા અને લીવ એનકેશમેન્ટ, યુનિફોર્મ તથા શૂઝ ભથ્થું અને નિયમ મુજબ TA-DA જેવી અન્ય સુવિધાઓ પણ મળશે. અરજી કરવા માટે ઉમેદવારોએ HALની સત્તાવાર વેબસાઇટ પર જઈ ભરતી વિભાગમાં આપેલી જુનિયર એક્ઝિક્યુટિવ અરજી લિંક ખોલવી, જરૂરી વ્યક્તિગત અને શૈક્ષણિક વિગતો ભરવી, ફોટો-સહી અપલોડ કરવી અને લાગુ પડતી ફી ચૂકવીને ફોર્મ અંતિમ રીતે સબમિટ કરવું પડશે.

     

    #EngineeringJobs #GovernmentJobs #HALRecruitment2026
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Rohi Patel Shukhabar

      Related Posts

      SIR મુદ્દે INDIA ગઠબંધન આક્રમક, રાહુલ ગાંધીએ સાંસદોને આપી મોટી સૂચના

      October 8, 2026

      સૌદી અરબના એરપોર્ટ પર ડ્રોન અને મિસાઈલ હુમલાથી તણાવ: ભારતે કરી સખત નિંદા

      October 8, 2026

      IOCLમાં 335 એપ્રેન્ટિસ પોસ્ટ માટે ભરતી, 10મુંથી ગ્રેજ્યુએટ સુધીને તક; જાણો અરજીની સંપૂર્ણ માહિતી

      October 7, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.