ટેકનોલોજી જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ સાયબર ક્રાઈમના કિસ્સા પણ વધી રહ્યાં છે. સામાન્ય લોકો જ નહિ, અનેક દિગ્ગજાે પણ સાયબર ફ્રોડનો શિકાર બની રહ્યાં છે. તેમાં ભાજપના નેતાઓ પણ સામેલ છે. તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાત ભાજપમાં મોટા માથા કહેવાતા બે નેતાઓ પણ સાયબર ક્રાઈમનો ભોગ બન્યા છે. આ બંને નેતાઓ રાજકોટના છે. આ નેતાઓએ એક કાર્યક્રમમાં પોતાના સાયબર ક્રાઈમના અનુભવો વર્ણવ્યા હતા. એટલે કહી શકાય કે, છેતરપિંડીમાં રાજકીય નેતાઓ પણ બાકાત રહ્યા નથી. રાજ્યસભાના ભાજપના સાંસદ રામભાઇ મોકરિયાને પક્ષના કાર્યકરના નામે વાત કરી પિતાની લાશ હોસ્પિટલેથી લઇ જવી છે તેમ કહી ગઠિયાએ રૂ.૧૫ હજાર…
Author: Shukhabar Desk
ગીર જંગલનો એક એક ખૂણે સાવજનું ઘર છે. ડાલામથ્થા અહી તહીં આખુ જંગલ ભટકે છે. ગીરનું જંગલ તેના અદભૂતતા માટે પ્રખ્યાત છે. અહીં ક્યારેય ન જાેયું હોય તેવુ જાેવા મળે છે. ત્યારે ગીરના જંગલથી વધુ એક અદભૂત વીડિયો સામે આવ્યો છે. સામાન્ય રીતે એક જંગલી પ્રાણી બીજા જંગલી પ્રાણીથી ક્યારેય ડરતુ નથી. પરંતુ જંગલમાં દીપડો ગીરના સાવજથી ડર્યો હોય તેવું જાેવા મળ્યું. જુનાગઢમાં ગિરનાર સફારીનો એક વીડિયો સામે આવ્યો છે. સિંહ અને દિપડાનો આ અદભુત વીડિયો છે. જેમાં ઝાડ પર ચડેલ દીપડાની પાસે સાવજ જવાનો પ્રયાસ કરતો હોય તેવા દ્રશ્યો જાેવા મળી રહ્યાં છે. સિંહ અને દીપડો બંને જંગલી અને…
આ દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓની સૌથી પહેલી પસંદગી એકતા નગર બની રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અત્યાર સુધીમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧.૫૩ કરોડ પ્રવાસીઓ નોંધાઈ ચુક્યા છે. પ્રવાસીઓ અન્ય જગ્યાજી જવાને બદલે નર્મદા જિલ્લાને પસંદ કરતા થયા છે. તેને કારણે જ નર્મદા જિલ્લાનું પ્રવાસન સ્થળ કેવડિયા દિવાળીની રજાઓમાં પ્રવાસીઓની ચલપહલથી ધમધમી ઉઠ્યું છે. સાથે સ્ટેચ્યુ પાસે જે બનાવેલ જંગલ સફારી, ચિલ્ડ્રન પાર્ક, જેવા તમામ ૧૭ પ્રોજેક્ટો પણ દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. દિવાળીની રજાઓમાં દૂર ફરવા જવાને બદલે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીને પસંદ કરતા થયા છે અને અહિયાનું વાતાવરણ પણ ખૂબ સુંદર છે. એટલે દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ…
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ, યુદ્ધવિરામની અપીલને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે, હમાસને પુરી તાકાતની સાથે કચડી નાખવા માટે ઇઝરાયેલ લડવાનું ચાલુ રાખશે. બેન્જામિન નેતન્યાહુએ હમાસના આતંકવાદીઓ પાસેથી તમામ ૨૩૯ બંધકોને મુક્ત કરવાની માંગ કરતા કહ્યું કે, જ્યાં સુધી હમાસ બંધકોને મુક્ત નહીં કરે ત્યાં સુધી ગાઝામાં નાગરિકોને થતા જાનમાલ સહીતના કોઈપણ નુકસાન માટે હમાસ જ જવાબદાર છે. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધવિરામ માટે વધતા જતા આંતરરાષ્ટ્રીય દબાણ અને અપીલને નકારી કાઢી છે. તેમણે કહ્યું કે ગાઝામાં સત્તાધારી હમાસના આતંકવાદીઓને કચડી નાખવા ઇઝરાયેલની સેના “પૂરી તાકાત” સાથે લડશે. નેતન્યાહુએ એક ટેલિવિઝન સંબોધનમાં કહ્યું હતું કે ગાઝામાં આતંકવાદીઓ દ્વારા…
કાનપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેના કારણે આ વિસ્તારમાં શોક જાેવા મળી રહ્યો છે. હેડફોનના કારણે બે ભાઈઓએ જીવ ગુમાવ્યા છે. બે પિતરાઈ ભાઈઓ હેડફોન પહેરીને રેલવે ટ્રેક પર બેઠા હતા ત્યારે અચાનક એક ટ્રેન આવી અને તેમને સીધી ટક્કર મારી દીધી હતી. આ પછી બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે આ ઘટના દિવાળીના એક દિવસ પહેલા બની હતી. આર્મી મેડિકલ ટ્રેને બંનેને ટક્કર મારી હતી. આ ઘટના એટલા માટે બની કારણ કે આ બંનેએ હેડફોન પહેરેલા હોવાથી ટ્રેનનો અવાજ સાંભળી ન શક્યા. આ બંને ભાઈઓ અગ્નિવીરની તૈયારી કરી રહ્યા હતા. તે દરરોજ…
ભારતીય ક્રિકેટ ટીમ આજે એટલે કે દિવાળીના દિવસે નેધરલેન્ડ સામે ICC વર્લ્ડ કપ ૨૦૨૩ની છેલ્લી મેચ રમી રહી હતી. આ મેચના એક દિવસ પહેલા ભારતીય ખેલાડીઓએ ધામધૂમથી દિવાળીની ઉજવણી કરી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે, જેમાં ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ ખૂબ જ ધામધૂમથી દિવાળીની ઉજવણી કરતા જાેવા મળે છે અને એકબીજાને ભેટીને અભિનંદન આપતા જાેવા મળે છે. યુવા વિકેટકીપર ઈશાન કિશન સાથી ઓપનર શુભમન ગિલ સાથે મજાક કરતો જાેવા મળે છે. વિરાટ કોહલી પણ મસ્તીના મૂડમાં દેખાયો હતો. BCCI દ્વારા જાહેર કરવામાં આવેલા આ ૧ મિનિટ ૨૩ સેકન્ડના વિડીયોમાં વિરાટ…
રાજસ્થાનમાં ચૂંટણીનો માહોલ સંપૂર્ણપણે છવાયેલો છે. દિવાળીના આગમનથી તહેવારોની મોસમ વધુ આનંદદાયક બની ગઈ છે. તહેવારોમાં પ્રિયજનોને મળવાનો આનંદ જ અલગ હોય છે. આવા સંજાેગોમાં જાે રાજ્યના સીએમ ખુદ જનતા વચ્ચે દીપોત્સવ ઉજવવા આવે તો જનતા કેટલી ખુશ થશે. રાજ્યના સીએમ અશોક ગેહલોત છોટી દિવાળીની સાંજે જયપુરના વિદ્યાધર નગર સ્ટેડિયમમાં જનતા વચ્ચે દિવાળીની ઉજવણી કરવા પહોંચ્યા હતા. જયપુરના વિદ્યાધર નગર સ્ટેડિયમમાં દીપોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં એક સાથે ૧,૫૬,૦૦૦ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. આ અદ્ભુત નજારાનો ભાગ બનવા માટે, સીએમ ગેહલોત શનિવારે સાંજે સ્ટેડિયમ પહોંચ્યા અને કાર્યક્રમનો ભાગ બન્યા. કાર્યક્રમની તસવીરો શેર કરતા સીએમ ગેહલોતે ‘ઠ’ પર લખ્યું, “આજે,…
દિવાળીના તહેવાર પર ઉત્તરાખંડના ઉત્તરકાશીથી ખરાબ સમાચાર છે. ખરેખર, અહીં નિર્માણાધીન એક ટનલ તૂટી ગઈ છે. આ અકસ્માતને કારણે ૫૦-૬૦ મજૂરો ટનલમાં ફસાયા છે. તેનું જીવન મુશ્કેલીમાં છે. કામદારોને સુરંગમાંથી સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. જેસીબી મશીન વડે ટનલ ખોલવાના પ્રયાસો હાથ ધરાયા છે. મોડી રાત્રે સુરંગ તૂટી અને ત્યારથી મજૂરો તેમાં ફસાયા છે. આ અકસ્માત યમુનોત્રી નેશનલ હાઈવે પર થયો હતો. તમને જણાવી દઈએ કે આ દુર્ઘટના નિર્માણાધીન ટનલનો એક ભાગ તૂટવાને કારણે થઈ હતી. દુર્ઘટનાના સમાચાર મળતા જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કાર્ય તાત્કાલિક અસરથી શરૂ કરાયુ હતું. જાે કે હજુ સુધી કોઈના…
પ્રધાનમંત્રી મોદી હંમેશા પોતાના ભાષણોમાં કહેતા આવ્યાં છેકે, મારા માટે મારો દેશ જ મારો પરિવાર છે. એમાંય વાત જ્યારે સેનાના જવાનોની આવે ત્યારે પીએમ મોદી સેનાના જવાનો પ્રત્યે વિશેષ લાગણી અને સન્માન ધરાવે છે. જવાનોના શૌર્ય અને બલિદાનને તેઓ સદા વંદન કરતા રહ્યાં છે. ત્યારે આજે ફરી એકવાર પ્રધાનમંત્રી મોદીએ સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી. પ્રધાનમંત્રી મોદીએ ભારતીય સેનાના જવાનો સાથે મનાવી દિવાળી. પીએમ મોદીની સેનાના જવાનો સાથેની દિવાળીની ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહી છે. દિવાળી પર સતત ૧૦મી વખત સૈનિકોની વચ્ચે વડાપ્રધાન મોદીએ હિમાચલના લેપચામાં દિવાળીની ઉજવણી કરી. આ તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ખુબ…
રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ રહી છે. આવા સમયે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે કેન્દ્રની ભાજપ સરકારના ઈશારે સેન્ટ્રલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) વિપક્ષી નેતાઓ સામે કાર્યવાહી કરી રહી છે. આ પક્ષોએ ચૂંટણી પંચને કેન્દ્રીય એજન્સીઓ પર લગામ લગાવવાની માંગ કરી છે. હવે નિયમ એવો છે કે ચૂંટણી સમયે વૈધાનિક સત્તાઓ ચૂંટણી પંચના હાથમાં હોય છે. તો શું પંચ કેન્દ્રીય એજન્સીઓને પગલાં લેવાથી રોકી શકે છે? જાેઈએ વિગતવાર. એક અહેવાલ મુજબ ચૂંટણી પંચ કેન્દ્રીય એજન્સીઓને બંધારણીય ધોરણો પ્રમાણે કામ કરતા રોકી શકે નહીં. કાનૂની નિષ્ણાત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઈન્ટેલીજન્સ…