સાઉથ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર રજનીકાંતની નવી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું ટીઝર દિવાળીના દિવસે રિલીઝ થયું છે ફિલ્મનું નામ છે લાલ સલામ છે. આ ફિલ્મનું નિર્દેશન તેમની પુત્રી ઐશ્વર્યા રજનીકાંત કરી રહ્યા છે. ફિલ્મની ખાસ વાત એ છે કે આ આખી ફિલ્મ ક્રિકેટ, ધર્મ અને રાજકારણ સાથે જાેડાયેલી હોવાનુ ટીઝરમાં જણાય રહ્યુ છે. ફિલ્મનું ટીઝર રીલિઝ થઈ ગયું છે અને ટીઝર પરથી અંદાજ લગાવી શકાય છે કે ચાહકોને રજનીકાંતની આ ફિલ્મ ઘણી પસંદ આવશે.
આ ફિલ્મમાં વિષ્ણુ વિશાલ અને વિક્રાંત દ્વારા ભજવવામાં આવેલા બે મિત્રોની વાર્તા દર્શાવવામાં આવી છે. બંને ક્રિકેટર છે જે પહેલા સારા મિત્રો હતા પરંતુ પાછળથી બંને વચ્ચે અંતર આવી જાય છે જાે કે તેમનો ધર્મ આ અંતરનું કારણ બને છે. ધર્મના આ સંઘર્ષને ઉકેલવા માટે રજનીકાંત મોઈદીનભાઈની ભૂમિકામાં જાેવા મળશે. ફિલ્મમાં તેનો દેખાવ લાજવાબ લાગે છે. અભિનેતા ફુલ એક્શન મોડમાં જાેવા મળી રહ્યા છે. દિવાળીના અવસર પર જ્યાં એક તરફ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ટાઈગર ૩ રિલીઝ થઈ છે, તો બીજી તરફ રજનીકાંતની ફિલ્મ લાલ સલામનું ટીઝર પણ રિલીઝ થયુ છે ત્યારે સલમાન તેમની રજનીકાંતના ફેન્સ પણ ખુબ ખુશ છે. ફિલ્મનું ટીઝર સંગીત નિર્દેશક એઆર રહેમાને શેર કર્યું છે. તેમણે ટીઝરની સાથે કેપ્શનમાં લખ્યું – લાલ સલામનું ટીઝર રિલીઝ કરીને હું ખૂબ જ ખુશ છું.
આ ખેલદિલી, વિશ્વાસ અને માનવતાની વાર્તા છે જે જીવનના ઘણા ખૂણાઓને શોધે છે. ઐશ્વર્યા રજનીકાંત દ્વારા નિર્દેશિત અને રજનીકાંત દ્વારા ગેસ્ટ અપીયરન્સ. તમને જણાવી દઈએ કે રજનીકાંત તેમની પુત્રી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં વિસ્તૃત કેમિયો કરતા જાેવા મળશે. આ ફિલ્મમાં તેનું પાત્ર ઘણું મહત્વનું છે. આ ફિલ્મમાં તેના સિવાય વિષ્ણુ વિશાલ, વિક્રાંત, થમ્બી રામૈયા જાેવા મળશે. આ સિવાય મહાન ક્રિકેટર કપિલ દેવ પણ આ ફિલ્મમાં કેમિયો રોલમાં જાેવા મળશે. સાઉથના મેગાસ્ટાર રજનીકાંતની ફિલ્મ લાલ સલામનું ટીઝર રિલીઝ થતા જ ખુબ જ ચર્ચા થઈ રહી છે કારણ કે તેમાં ક્રિકેટ અને ધર્મ પર આધારિત વાર્તા બતાવવામાં આવી છે. બેકડ્રોપ લગભગ લગાન ફિલ્મમાં જાેવા મળેલા જેવું જ છે પરંતુ ફિલ્મ એકદમ અલગ છે. ટીઝરમાં તેની સ્ટોરી એકદમ યુનિક લાગે છે.