પશ્વિમ બંગાળથી ફરી એકવાર ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ બંગાળના હાવડામાં એક માર્કેટમાં આગ લાગી હતી. આગની ઘટનામાં જણાવવામાં આવી રહ્યું છે કે ૮૦૦-૧૦૦૦ દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. આ માર્કેટમાં ૫૦૦૦ થી વધુ દુકાનો છે. સ્થાનિક દુકાનદારોનું કહેવું છે કે આગ આયોજનપૂર્વક લગાડવામાં આવી છે. કેટલાક લોકોએ અંગત અદાવત રાખીને આ આગ લગાડી હોવાની વાત સામે આવી છે. તેઓ કહી રહ્યા છે કે દુકાનની માલિકીનો મામલો વર્ષોથી ચાલી રહ્યો છે. એક દુકાનદારે જણાવ્યું કે માર્કેટમાં ઓછામાં ઓછી એક હજાર દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. આગ બુઝાવવા માટે ૧૮ ફાયર એન્જિન ઘટનાસ્થળે હાજર છે. આગ બુઝાવવાની કામગીરી…
Author: Shukhabar Desk
મણિપુરમાં હિંસા ફાટી નીકળ્યા બાદ બે મહિલાઓ સાથે જાહેરમાં દુષ્કર્મ કરનાર મુખ્ય આરોપીના ઘરને તેના જ ગ્રામજનોએ આગ લગાવી દીધી હતી. મણિપુરનો વીડિયો વાયરલ થયા બાદ દેશભરમાં ગુસ્સો જાેવા મળ્યો હતો. હવે આરોપીના જ સમાજના લોકો પણ ખુલ્લેઆમ આરોપીનો વિરોધ કરી રહ્યા છે. મહિલાને તોડફોડ કરનારા લોકો મૈતાઈ સમુદાયના છે અને જેમણે તેના ઘરને આગ લગાવી છે તે પણ આ જ સમુદાયના છે. વાયરલ વીડિયોમાં, પોલીસે બે મહિલાઓને નગ્ન કરીને જાહેરમાં ક્રૂરતા કરનારા ચાર લોકોની ધરપકડ કરી છે. જેમાંથી મુખ્ય આરોપી હુરેમ હેરોદાસ પણ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. હેરોદના ઘરની પડોશમાં રહેતા લોકોને આ વાતની જાણ થતાં તેઓ તેના…
મહારાષ્ટ્રમાં બુધવારે રાતે આ વર્ષની સૌથી મોટી કુદરતી આફત આવી પડી હતી. ૧૫ ઈંચ કરતાં વધારે વરસાદના કારણે થયેલા ભારે ભૂસ્ખલને રાયગઢ જિલ્લાના સહ્યાદ્રિ રેન્જના તલહટીમાં ઈરશાલવાડી નામના એક અંતરિયાળ આદિવાસી ગામને નષ્ટ કરી દીધું હતું. પુણેથી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની (એનડીઆરએફ) પાંચમા બટાલિયનની ચાર ટીમ પોતાના કમાન્ડિંગ ઓફિસર એબી સિંહના નેતૃત્વમાં અન્ય રાહત એન્જન્સીઓ સાથે ત્યાં રાહત-બચાવની કામગીરીમાં લાગી ગઈ છે. ગામમાં પહોંચવા માટેના રસ્તા પર તૂટી ગયા છે. બચાવકર્મીઓએ ૧૬ મૃતદેહને બહાર કાઢ્યા હતા અને આશરે ૧૦૦ લોકો ફસાયા હોવાની આશંકા છે. કર્જતની નજીકની ડુંગરાળ વસાહતમાં ૪૮ ઘર હતા અને ત્યાંના રહેવાસીઓ પશુપાલન તેમજ ખેતીકામ પર ર્નિભર હતા.…
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડની વલસાડ જિલ્લાની બેઠક વાપીની કેબીએસ કોલેજ ખાતે યોજાઈ હતી. રાજ્યના ગૃહમંત્રી મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી અને બોર્ડના રાજ્યના સંયોજક કૌશલભાઇ દવેના માર્ગદર્શન હેઠળ અગાઉ યોજાયેલી રાજ્ય કક્ષાની બેઠકમાં થયેલી ચર્ચા મુજબ આગામી સમયમાં વલસાડ જિલ્લામાં થનારા કાર્યક્રમોની ચર્ચા થઈ હતી. આ બેઠકમાં વલસાડ જિલ્લા સંગઠનના મહામંત્રી શિલ્પેશભાઈ દેસાઈ અને યુવા બોર્ડના ઝોન સંયોજક હર્ષિતભાઈ દેસાઈએ સર્વે સંયોજકોને Y-20 ગુજરાત સંવાદ કાર્યક્ર્મની સફળતા માટે ઝોનને દ્વિતીય ક્રમ મળ્યો એ બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ બેઠક બાદ આજરોજ ઔદ્યોગિક નગરી વાપી ખાતેથી “સ્વામી વિવેકાનંદ વન” અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સંયોજકો સાથે…
વલસાડ તાલુકાના મગોદડુંગરી ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં તા. ૨૧ જુલાઈના રોજ સવારે ૧૧ વાગ્યે આપત્તિ વ્યવસ્થાપન તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં NDRF ટીમનાં ઇન્સ્પેકટર દિપકભાઈ બાબુ તેમજ NDRFની સમગ્ર ટીમ, BRC મિતેશભાઈ પટેલ તેમજ CRC શીતલબેન તમાકુવાલા, શાળાનાં આચાર્યા તેજલબેન પટેલ અને શાળાનો સમગ્ર સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા. NDRF ટીમનાં ઇન્સ્પેકટર દિપકભાઈ બાબુ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિ અને આપત્તિમાં કયા પ્રકારની કાળજી રાખવી, NDRFની સમગ્ર ટીમ અને વિદ્યાર્થીઓની મદદથી ડેમો દ્વારા આ અંગેની ઉપયોગી સમજ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી તેમજ તેમના દ્વારા સ્ટેજ ફોબિયા, સેલ્ફ કોન્ફીડન્સ અને વૃક્ષારોપણ…
સમગ્ર ગુજરાતે આજે શ્રી ઉમાશંકર જોશીની જન્મજયંતીની ઉજવણી કરી . ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તથા શ્રી મુમ્બાદેવી આર્ટસ એન્ડ શ્રીમતી સુગનીબાઈ આર. ચમારીયા કોમર્સ કૉલેજ મોટાપોંઢાના સંયુક્ત ઉપક્રમે શ્રી ઉમાશંકર જોશીની જન્મજયંતી સર્વત્ર ઉમાશંકરની ઉજવણી કરાઈ. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના અધ્યક્ષશ્રી ભાગ્યેશ જહા સાહેબ તથા મહામાત્ર શ્રી ડૉ. જયેન્દ્રસિંહ જાડેજાના સહકારથી મોટાપોંઢા કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી પ્રા. ડૉ. એસ.યુ.પટેલ સાહેબે સંયોજક તરીકે આ કાર્યક્રમને આયોજિત કર્યો. કાર્યક્રમના બે વક્તા પ્રા. ડૉ. મનોજ માહ્યાવંશી ( ડૉ.એપીજે અબ્દુલ કલામ સરકારી કૉલેજ, સિલવાસા) તથા પ્રા. ડૉ. આશા ગોહિલ (મોટાપોંઢા કોલેજ) અનુક્રમે ઉમાશંકર જોશીનું ગદ્ય સાહિત્ય તથા પદ્ય સાહિત્ય એમ સમગ્ર સાહિત્ય સર્જનને આવરી લેતાં…
વલસાડ જિલ્લામાં હવે બોગસ ડોકટરોને પ્રેકટીસ કરવી ભારે પડી રહી છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ જિલ્લામાં બોગસ તબીબોને નેસ્તનાબૂદ કરવા માટે ઝુંબેશરૂપે આરોગ્ય શાખા દ્વારા રોજે રોજ બોગસ ડોકટરો પર રેડ પડાઈ રહી છે. વલસાડ જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે જાગૃત નાગરિક દ્વારા તા.૧૮/૦૭/૨૦૨૩ નાં રોજ ૪ બોગસ તબીબ અંગે માહિતી મળતા ગતરોજ તા.૨૦/૦૭/૨૦૨૩નાં રોજ કપરાડા તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિલ્ધા વિસ્તારમાં આવેલા બામણવાડા ગામમાં બિધ્યુત સરવારનાં ક્લિનિક પર કપરાડાના તાલુકા હેલ્થ ઓફિસર અને પોલીસ ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. જેમાં બોગસ તબીબ બિધ્યુત સરકાર માન્ય ડિગ્રી કે માન્ય દસ્તાવેજ વિના પ્રેકટીસ કરતાં જણાતા તેમના…
કારોબારી પરિવારમાંથી આવતા લોકો હંમેશા કારોબારમાં પોતાનું કરિયર બનાવે છે. પરંતુ તેની ધુન અલગ રહી. તેણે કારોબારને સાઇડમાં મુકીને અભિનયની દુનિયામાં પોતાની ગાડી ઉતારી દીધી. વાત થઈ રહી છે ભવ્ય ગાંધીની, જે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં ટપ્પૂનું પાત્ર ભજવી ઘર-ઘરમાં જાણીતો બની ગયો હતો. પરંતુ એક ભૂલ તેના કરિયર પર ભારે પડી. આવો જાણીએ આખરે શું હતી ભવ્ય ગાંધીની ભૂલ અને તેને કેટલું નુકસાન થયું?તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં ટીપેન્દ્ર જેઠાલાલ ગડા એટલે કે ટપ્પૂનું પાત્ર ભજવનાર ભવ્ય ગાંધીને આજે કોણ નથી ઓળખતું. ગુજરાતી-જૈન પરિવારમાં જન્મેલા ભવ્યના પિતા વિનોદ ગાંધી બિઝનેસમેન હતા, જ્યારે માતા યશોદા ગાંધી હાઉસવાઇફ છે.…
બોલિવૂડ એક્ટ્રેસ કંગનાએ નામ લીધા વિના એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પર નિશાન સાધ્યું છે. તેમજ કંગનાએ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નને ‘નકલી’ જણાવ્યા છે. કંગનાએ હાલમાં જ સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પર નિશાન સાધ્યું છે. બોલિવૂડ એક્ટ્રેસ કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી હતી. તેણે એવો દાવો કર્યો છે કે તાજેતરની ફેમિલી ટ્રીપ દરમિયાન તે તેની પત્ની અને બાળકને લઈ ગયો ન હતો. પતિએ કંગનાને મેસેજ કરીને મળવાની વિનંતી કરી. હવે ફેન્સ કહે છે કે કંગનાએ રણબીર અને આલિયા પર માત્ર એટલા માટે શાબ્દિક હુમલો કર્યો કારણ કે…
ફિલ્મ અભિનેત્રી કૃતિ સેનન હવે નિર્માતા પણ બની ગઈ છે. ત્યારે હવે તે દિવંગત અભિનેત્રી મીના કુમારી ઉપર ફિલ્મ બનાવવા જઈ રહી છે. આ માટે તે ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા સાથે મળીને કામ કરશે. જાેકે, આ ફિલ્મ બને તે પહેલાં જ બંને મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. દિગ્ગજ અભિનેત્રી મીના કુમારીના પરિવારને આ સમાચાર બિલકુલ ગમ્યા નથી. મીના કુમારીના દિવંગત પતિ-ફિલ્મ નિર્માતા કમલ અમરોહીના પુત્ર તાજદાર અમરોહીએ બાયોપિક બનવા સામે વાંધો ઉઠાવ્યો છે. તેણે એક ન્યૂઝ પોર્ટલને કહ્યું, કેટલાક ઉદ્યોગના લોકો સંપૂર્ણપણે નાદાર અને ચોર બની ગયા છે. તેમને મારા ઘરમાં અને ડોમેઈનમાં ઘૂસવાનો અને પગ મૂકવાનો કોઈ અધિકાર નથી. તે…