સમગ્ર ગુજરાતે આજે શ્રી ઉમાશંકર જોશીની જન્મજયંતીની ઉજવણી કરી .
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તથા શ્રી મુમ્બાદેવી આર્ટસ એન્ડ શ્રીમતી સુગનીબાઈ આર. ચમારીયા કોમર્સ કૉલેજ મોટાપોંઢાના સંયુક્ત ઉપક્રમે શ્રી ઉમાશંકર જોશીની જન્મજયંતી સર્વત્ર ઉમાશંકરની ઉજવણી કરાઈ.
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના અધ્યક્ષશ્રી ભાગ્યેશ જહા સાહેબ તથા મહામાત્ર શ્રી ડૉ. જયેન્દ્રસિંહ જાડેજાના સહકારથી મોટાપોંઢા કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી પ્રા. ડૉ. એસ.યુ.પટેલ સાહેબે સંયોજક તરીકે આ કાર્યક્રમને આયોજિત કર્યો. કાર્યક્રમના બે વક્તા પ્રા. ડૉ. મનોજ માહ્યાવંશી ( ડૉ.એપીજે અબ્દુલ કલામ સરકારી કૉલેજ, સિલવાસા) તથા પ્રા. ડૉ. આશા ગોહિલ (મોટાપોંઢા કોલેજ) અનુક્રમે ઉમાશંકર જોશીનું ગદ્ય સાહિત્ય તથા પદ્ય સાહિત્ય એમ સમગ્ર સાહિત્ય સર્જનને આવરી લેતાં વક્તવ્યો થયા. સાહિત્યકાર ઉમાશંકર જોશીના કોલેજની લાઇબ્રેરીમાં ઉપલબ્ધ પુસ્તકોનું નાનકડું પ્રદર્શન પણ યોજાયુ. જેનો વિદ્યાર્થી મિત્રોએ લાભ લીધો.
ડૉ. એસ.યુ. પટેલે આવકાર પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમનું સંચાલન એસ.વાય. બી.એ.ની વિદ્યાર્થીની પનિતા રોહિતે કર્યું. કાર્યક્રમના અંતે આભાર દર્શન પ્રા. ડૉ.આશા ગોહિલે કર્યું હતું . સ્ટાફ પરિવાર તથા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિથી કાર્યક્રમ સફળ રહ્યો.