Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»હવે કૃતિ સેનન અને મનીષ મલ્હોત્રા પર કરશે કેસ મીના કુમારીની બાયોપિક પર ભડક્યો તેનો પરિવાર
    Entertainment

    હવે કૃતિ સેનન અને મનીષ મલ્હોત્રા પર કરશે કેસ મીના કુમારીની બાયોપિક પર ભડક્યો તેનો પરિવાર

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 21, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ફિલ્મ અભિનેત્રી કૃતિ સેનન હવે નિર્માતા પણ બની ગઈ છે. ત્યારે હવે તે દિવંગત અભિનેત્રી મીના કુમારી ઉપર ફિલ્મ બનાવવા જઈ રહી છે. આ માટે તે ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા સાથે મળીને કામ કરશે. જાેકે, આ ફિલ્મ બને તે પહેલાં જ બંને મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. દિગ્ગજ અભિનેત્રી મીના કુમારીના પરિવારને આ સમાચાર બિલકુલ ગમ્યા નથી. મીના કુમારીના દિવંગત પતિ-ફિલ્મ નિર્માતા કમલ અમરોહીના પુત્ર તાજદાર અમરોહીએ બાયોપિક બનવા સામે વાંધો ઉઠાવ્યો છે. તેણે એક ન્યૂઝ પોર્ટલને કહ્યું, કેટલાક ઉદ્યોગના લોકો સંપૂર્ણપણે નાદાર અને ચોર બની ગયા છે. તેમને મારા ઘરમાં અને ડોમેઈનમાં ઘૂસવાનો અને પગ મૂકવાનો કોઈ અધિકાર નથી. તે માત્ર ચોર જ નથી પણ ડાકુ પણ છે.

    તાજદારે વધુમાં કહ્યું હતું કે, કોઈ પણ રીતે તેઓ જે પણ બનાવશે. તે બધા જૂઠાણાં પર આધારિત હશે. એક વેબ પોર્ટલ સાથે વાત કરતા તાજદારે વધુમાં જણાવ્યું હતું કે, ‘બાબા કમાલ અમરોહીનું નિધન ૨૯ વર્ષ પહેલા અને છોટી અમ્મી મીના કુમારીનું ૫૦ વર્ષ પહેલાં અવસાન થયું હતું, પરંતુ તેઓ આજે પણ લોકોના મનમાં જીવંત છે. હું કહીશ કે, છોટી અમ્મીની સૌથી સફળ ફિલ્મો બાબા સાથેના લગ્ન પછી આવી હતી. લગ્ન પહેલા તેમણે પૌરાણિક કથાઓમાં કામ કર્યું હતું. કમાલ અમરોહી તેમના જીવનમાં એક સારું નસીબ લઈને આવ્યા હતા, બીજી તરફ બાયોપિક સામે કાયદાકીય કાર્યવાહી અંગે જણાવતા તાજદારે જણાવ્યું હતું કે, મારા વકીલ મને જે જણાવશે. તે પ્રમાણે હું કરીશ. તેમણે અત્યારે મને રાહ જાેવાનું કહ્યું છે. એટલે હવે હું અને મારી બહેન રૂશકસર બંને કેસ કરીશું.

    આપને જણાવી દઈએ કે, આ પહેલા કૃતિ સેનનની ફિલ્મ આદિપુરૂષ થિએટર્સમાં ફ્લોપ સાબિત થઈ હતી.
    એટલું જ નહીં, આદિપુરૂષની ચારે તરફ ટીકા પણ થઈ રહી છે. તે પછી ફિલ્મના કેટલાક સીન હોય કે પછી ફિલ્મના કેટલાક ડાયલોગ્સ. લોકોએ આદિપુરૂષ ફિલ્મને એટલી પસંદ નહતી કરી. તેવામાં હવે કૃતિ સેનને પોતાના હાથમાં નવો પ્રોજેક્ટ લીધો છે તે પણ બાયોપિક ફિલ્મ બનાવવાનો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.