Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»એક ભૂલ અને ગોટાળે ચડી ગયું ટપ્પૂનું કરિયર ટપ્પૂએ એક્ટિંગની દુનિયામાં કરી હતી શાનદાર એન્ટ્રી
    Entertainment

    એક ભૂલ અને ગોટાળે ચડી ગયું ટપ્પૂનું કરિયર ટપ્પૂએ એક્ટિંગની દુનિયામાં કરી હતી શાનદાર એન્ટ્રી

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 21, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    કારોબારી પરિવારમાંથી આવતા લોકો હંમેશા કારોબારમાં પોતાનું કરિયર બનાવે છે. પરંતુ તેની ધુન અલગ રહી. તેણે કારોબારને સાઇડમાં મુકીને અભિનયની દુનિયામાં પોતાની ગાડી ઉતારી દીધી. વાત થઈ રહી છે ભવ્ય ગાંધીની, જે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં ટપ્પૂનું પાત્ર ભજવી ઘર-ઘરમાં જાણીતો બની ગયો હતો. પરંતુ એક ભૂલ તેના કરિયર પર ભારે પડી. આવો જાણીએ આખરે શું હતી ભવ્ય ગાંધીની ભૂલ અને તેને કેટલું નુકસાન થયું?તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં ટીપેન્દ્ર જેઠાલાલ ગડા એટલે કે ટપ્પૂનું પાત્ર ભજવનાર ભવ્ય ગાંધીને આજે કોણ નથી ઓળખતું. ગુજરાતી-જૈન પરિવારમાં જન્મેલા ભવ્યના પિતા વિનોદ ગાંધી બિઝનેસમેન હતા, જ્યારે માતા યશોદા ગાંધી હાઉસવાઇફ છે. હવે સવાલ ઉઠે છે કે કારોબારી પરિવારથી આવતા ભવ્ય પર આખરે એક્ટિંગનો નશો કેમ ચઢ્યો? તેનો માત્ર એક જવાબ છે મુંબઈ. હકીકતમાં ભવ્ય ગાંધી પોતાના માતા-પિતા અને મોટા ભાઈની સાથે મુંબઈમાં રહે છે. આમ ભવ્ય ગ્લેમરની દુનિયાથી દૂર ન રહી શક્યો.

    નોંધનીય છે કે ભવ્ય ગાંધીએ ટીવીની દુનિયામાં તારક મેહતા સીરિયલથી પગ મુક્યો હતો. તેણે પોતાના અભિનયથી દરેકને પોતાના દીવાના બનાવી લીધા હતા. જ્યારે ભવ્ય સીરિયલમાં ટપ્પૂનું પાત્ર ભજવી રહ્યો હતો, તે દરમિયાન તેની ફેન ફોલોઇંગ ખુબ વધી ગઈ હતી.કરિયરમાં સારી શરૂઆત છતાં ભવ્યએ એક એવી ભૂલ કરી, જે તેના પર ભારે પડી. હકીકતમાં વર્ષ ૨૦૧૭ દરમિયાન ભવ્યએ તારક મેહતા સીરિયલ છોડી દીધી હતી. ત્યારબાદ તેણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું. તેણે વર્ષ ૨૦૨૦ દરમિયાન ફિલ્મ સ્ટ્રાઇકરથી બોલીવુડમાં ડેબ્યૂ પણ કર્યું હતું. પરંતુ તેને તેવી સફળતા ન મળી, જે તારક મેહતામાં ટપ્પૂનું પાત્ર ભજવી મળી હતી.

    મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે ભવ્યના તારક મેહતા છોડવાની પાછળ કારણ અલગ હતું. કેટલાક રિપોર્ટ્‌સમાં દાવો કરવામાં આવ્યો કે ભવ્યના વ્યવહારથી મેકર્સ પરેશાન હતા, જેના કારણે તેણે એક્ટરને શોમાંથી બહાર કરી દીધો. તો એક ઈન્ટરવ્યૂમાં ભવ્યએ કહ્યું હતું કે તે એક પ્રકારનું પાત્ર ભજવી કંટાળી ગયો હતો. તેવામાં તેણે શો છોડવાનો ર્નિણય કર્યો હતો.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.