વડોદરાનાં સાવલીનાં સામંતપુરા ગામમાં કરોડોની જમીન કૌભાંડ મામલે ખુલાસો થવા પામ્યો છે. ત્યારે બોગસ ખેડૂત ખાતેદારો બની જમીન પચાવી પાડવાની ઘટનાં સામે આવી છે. જેમાં ૮ જેટલી વિધવા મહિલાઓની જમીનોમાં અજાણ્યા ઈસમોનાં નામ દાખલ થયા છે. ત્યારે મરણનો ખોટો દાખલો અને બોગસ પેઢીનામું બનાવી મિલકતમાં નામ દાખલ કરી દીધું હતું. ભોગ બનનાર વિધવા મહિલા ખેડૂતોએ સાવલી ધારાસભ્ય કેતન ઈનામદારને રજૂઆત કરી હતી. ધારાસભ્ય કેતન ઈનામદાર મહિલા ખેડૂતોને સાવલી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. સાવલી પોલીસ સ્ટેશનમાં ભૂમાફિયા અને સરકારી અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. ધારાસભ્ય કેતન ઈનામદારનો સાવલી રેવન્યુ વિભાગનાં કર્મચારી અધિકારી પર આક્ષેપ કર્યો હતો. જમીન પચાવી પાડવામાં મોટા…
Author: Shukhabar Desk
અમદાવાદના ગોઝારા ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં બોટાદના ૩ યુવાનોનાં મોત થયા છે. બોટાદના કૃણાલ રોનક અને અક્ષર નામના ૩ યુવાનોની અંતિમવિધિ બાદ તેમના પરિવારો પર દુખોનું પહાડ તુટી પડ્યું છે. ત્યારે મૃતક અક્ષરના પરિવારજનોએ પણ સમગ્ર ઘટનાને લઇને રોષ વ્યક્ત કર્યો છે. એમબીએ માટે ફોર્મ ભરવા અમદાવાદ ગયેલા અક્ષરને પળવારમાં હત્યારા તથ્યની કારે ફંગોળતાં તેનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ પરિવારે સરકાર પર રોષ ઠાલવતાં એમ પણ કહ્યું કે, સહાયથી તેમનો પુત્ર પાછો આવનાર નથી. જાે તે પાછો આવી જાય તો અમે સરકારને પૈસા આપવા તૈયાર છીએ. ત્યારે અક્ષરના પરિવારજનોએ દીકરા સામે દીકરાના જીવની માગ કરી છે. પરિવારજનોએ સરકાર સામે ન્યાય…
મધ્યપ્રદેશમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે મોટાભાગના પક્ષો અત્યારથી સક્રિય જાેવા મળી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આજે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં યોજાયેલી જનાક્રોશ રેલીમાં સંબોધન કર્યું… તેમણે કહ્યું કે, ભારતીય રાજનીતિની લડાઈ સત્યની લડાઈ છે. આ દરમિયાન તેમણે મોંઘવારી, બેરોજગારી, કૌભાંડો અને પટવારી ભરતીમાં કથિત કૌભાંડનો મુદ્દો ઉઠાવ્યો… તેમણે કહ્યું કે, જે ઉદ્યોગપતિને વડાપ્રધાને તમામ સંપત્તિ સોંપી દીધી છે, તે એક દિવસમાં ૧૬૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી રહ્યા છે, તો બીજી તરફ આપણા ખેડૂતો એક દિવસમાં ૨૭ રૂપિયા પણ કમાઈ શકતો નથી. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે,…
આર્થિક સંકટનો સામનો કરી રહેલી એરલાઈન્સ કંપની ગો ફર્સ્ટને રાહત મળી છે. એવિએશન સેક્ટરના નિયમનકાર એવિએશન રેગ્યુલેટર ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ ગો ફર્લ્ડને ફ્લાઈટો શરૂ કરવા મંજુરી આપી દીધી છે. ડીજીસીએએ ગો ફર્સ્ટના રિઝોલ્યુશન પ્રોફેશનલ શૈલેન્દ્ર અજમેરાને પત્ર લખીને આ ર્નિણયની માહિતી આપી છે. ડીજીસીએએ જણાવ્યું કે, એરલાઈન્સ કંપની ગો ફર્સ્ટે ૨૬ જૂનથી પોતાની સેવા ફરી શરૂ કરવાનો પ્લાન ડીજીસીએને સોંપ્યો હતો, જેના પર અભ્યાસ કરાયો છે અને આ અરજીને રેગ્યૂલટરે સ્વિકારી લીધો છે. ડીજીસીએએ કહ્યું કે, ગો ફર્સ્ટ ફરી શરતોના આધારે ફ્લાઈટ ઓપરેશન શરૂ કરી શકે છે. ડીજીસીએએ ગૉ ફર્સ્ટને શરતોમાં જણાવ્યું છે કે, એરલાઈન્સ પાસે હંમેશા…
વારાણસીમાં, કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલા જ્ઞાનવાપી સંકુલના સર્વેક્ષણ માટેના આદેશ પર મુસ્લિમ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. વારાણસીના જિલ્લા ન્યાયાધીશની અદાલતે વુજુ સ્થળ સિવાય જ્ઞાનવાપીના અન્ય પરિસરનો એએસઆઈસર્વે કરાવવાની માંગને મંજૂર કરી છે. આ પહેલા શિવલિંગના વૈજ્ઞાનિક સર્વેક્ષણના આદેશ પર સુપ્રીમ કોર્ટે આગામી સુનાવણી સુધી રોક લગાવી દીધી છે. આવી સ્થિતિમાં વજુખાના સિવાયના વિસ્તારનો સર્વે કરી શકાય. જિલ્લા ન્યાયાધીશ ડૉ. અજય કૃષ્ણ વિશ્વેશની અદાલતે ૧૪ જુલાઈના રોજ આ મામલે સુનાવણી પૂર્ણ કર્યા બાદ ચુકાદો અનામત રાખ્યો હતો. કોર્ટે એએસઆઈના ડાયરેક્ટરને સર્વે કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે, તેઓએ કોઈ નુકસાન પહોંચાડ્યા વિના વૈજ્ઞાનિક રીતે સર્વે કરાવવો જાેઈએ. કોર્ટે…
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યભરમાં આગામી ૭ દિવસ વરસાદી માહોલ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેના પગલે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ વરસી શકે છે. તો બીજી તરફ અરવલ્લી, જૂનાગઢ અને પોરબંદર સહિતના જિલ્લાઓમાં પણ અતિભારે વરસાદ ખાબકવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેમજ જામનગર, દ્વારકા, ગીરસોમનાથમાં અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. રાજકોટ અને ભાવનગરમાં પણ અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર ૨૧ અને ૨૨ જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ ખાબકી શકે છે. તો બીજી તરફ સુરત અને વલસાડમાં અતિભારે વરસાદની વરસી શકે છે. આ સાથે જ આગામી કેટલાક દિવસ અમદાવાદમાં…
ગુજરાતમાં યુવાનોથી લઈ આધેડોને પણ હવે વિદેશમાં જઈને સેટલ થવું છે. ત્યારે જાેવા જઈએ તો આનો ફાયદો ઉઠાવીને એજન્ટો ખોટા નેટવર્કની જાણ કરી કરોડોનું કરી નાખતા હોય છે. વડોદરામાં પણ આવા જ એજન્ટોએ મળીને ૬૦ લોકોને ચૂનો ચોપડી દીધો છે. નોંધનીય છે કે અત્યારે ચણા મમરા વેચાતા હોય એવી રીતે એજન્ટોનો રાફડો ફાટી નીકળ્યો છે. જે લોકોને કેનેડા, અમેરિકા મોકલવાની અવનવી ઓફરો આપતા હોય છે. વડોદરામાં પિતા અને પુત્રએ નિઝામપુરા ડિલક્સ ચાર રસ્તા પાસે ઓફસ ખોલી અને પછી કેનેડામાં મોકલીશું એના નામે લોકોને છેતરવાનું શરૂ કરી દીધું હતું. એક બે નહીં ૬૦ લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી પિતા અને પુત્રની…
ટીમ ઈન્ડિયાના બેટ્સમેન વિરાટ કોહલીએ પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર બાદ વિરાટ કોહલી આવું કરનાર બીજાે ભારતીય ક્રિકેટર છે. જણાવી દઈએ કે બીજી ટેસ્ટ મેચના પહેલા દિવસના અંત સુધી વિરાટ કોહલી ૮૭ રન પર અને રવિન્દ્ર જાડેજા ૩૬ રન બનાવીને રમતમાં હતા. વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચના પહેલા જ દિવસે ટીમ ઈન્ડિયાએ પોતાનો દબદબો બનાવી લીધો છે. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર ૪ વિકેટે ૨૮૮ રન હતો. વિરાટ કોહલીએ પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચમાં ૩૯…
રાજસ્થાનથી લઈને મણિપુર સુધી શુક્રવાર સવારે ભૂકંપના ભારે ઝટકા અનુભવાયા હતા. એક તરફ રાજસ્થાનમાં વારંવાર ભૂકંપના ઝટકા આવી રહ્યા છે, તો બીજી તરફ મણિપુરમાં પણ ભૂકંપ આવ્યો હતો. રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક કલાકમાં ત્રણ વાર ધરતી ડોલી હતી અને ભૂકંપના ઝટકાથી ડરેલા લોકો ઘરની બહાર ભાગતા દેખાયા હતા. જયપુર સહિત આજૂબાજૂના વિસ્તારમાં ભૂકંપના ઉપરાઉપરી આંચકા અનુભવાયા હતા.જયપુરમાં રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ક્રમશઃ ૩.૧, ૩.૪ અને ૪.૪ માપવામાં આવી હતી. હાલમાં કોઈ નુકસાનના સમાચાર આવ્યા નથી. જયપુર શહેરમાં શુક્રવાર એટલે કે આજે સવારે એક કલાકની અંદર ત્રણ વાર ભૂકંપના ઝટકા અનુભવાયા હતા અને ત્રણ વાર તેની તીવ્રતા અલગ અલગ માપવામાં…
અમેરિકા અને કેનેડા હાલ ભારતીયો માટે હોટ ફેવરિટ છે. અહી જવા માટે ગુજરાતીઓ ગમે તેટલા રૂપિયા ખર્ચવા તૈયાર હોય છે. આવામાં કેનેડાની સરકારે એચ-૧ બી વિઝાધારકો માટે વિઝાની સ્કીમ લોન્ચ કરી હતી. ત્યારે અમેરિકામાં રહેતા એચ-૧ બી વિઝાધારકોની કેનેડામાં વર્ક પરમિટ લેવા માટે પડાપડી થઈ રહી છે. ટેકનો કંપનીઓની છટણીનો ભોગ બનેલા આઈટી પ્રોફેશનલ્સે મોટી સંખ્યામાં અરજી કરી છે. જાેકે, હવે સ્થિતિ એવી છે કે, ૧૦ હજારની સંખ્યા થતા સરકારે આ સ્કીમ બંધ કરી છે. જેને કારણે ભારતીયોના કેનેડા સેટલ્સ થવાના અરમાન માટીમાં મળ્યાં છે. હાલ અમેરિકામાં સ્થિતિ બહુ જ ખરાબ છે. અમેરિકામાં મોટાપાયે છટણી થઈ રહી છે. ખાસ કરીને…