Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»Gujarat»પિતા-પુત્રએ ૬૦ લોકોને છેતરી કરોડોનું કરી નાખ્યું કેનેડા વિઝિટર વિઝા અને વર્ક પરમિટનું કહી એજન્ટો ઠગે છે
    Gujarat

    પિતા-પુત્રએ ૬૦ લોકોને છેતરી કરોડોનું કરી નાખ્યું કેનેડા વિઝિટર વિઝા અને વર્ક પરમિટનું કહી એજન્ટો ઠગે છે

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 21, 2023No Comments4 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ગુજરાતમાં યુવાનોથી લઈ આધેડોને પણ હવે વિદેશમાં જઈને સેટલ થવું છે. ત્યારે જાેવા જઈએ તો આનો ફાયદો ઉઠાવીને એજન્ટો ખોટા નેટવર્કની જાણ કરી કરોડોનું કરી નાખતા હોય છે. વડોદરામાં પણ આવા જ એજન્ટોએ મળીને ૬૦ લોકોને ચૂનો ચોપડી દીધો છે. નોંધનીય છે કે અત્યારે ચણા મમરા વેચાતા હોય એવી રીતે એજન્ટોનો રાફડો ફાટી નીકળ્યો છે. જે લોકોને કેનેડા, અમેરિકા મોકલવાની અવનવી ઓફરો આપતા હોય છે. વડોદરામાં પિતા અને પુત્રએ નિઝામપુરા ડિલક્સ ચાર રસ્તા પાસે ઓફસ ખોલી અને પછી કેનેડામાં મોકલીશું એના નામે લોકોને છેતરવાનું શરૂ કરી દીધું હતું. એક બે નહીં ૬૦ લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી પિતા અને પુત્રની જાેડીએ ઓફિસે તાળા મારી દેતા હોબાળો થઈ ગયો હતો.

    પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે પોલીસના સૂત્રોએ જણાવ્યું છે કે રિફાઈનરી રોડ છે એની પાસે અંબીકા પાર્કમાં રહેતી એક મહિલાએ ફતેગંદ પોલીસ સ્ટેશનમાં જઈ આવા ખોટા એજન્ટ સામે ફરિયાદ નોંધાવી છે. તેણે જણાવ્યું કે હું સતત કેનેડા જવા માટે પ્રયાસો કરી રહી હતી. તેવામાં મે ડિલક્સ ચાર રસ્તા પાસે આવેલી સાંઈ કન્સલ્ટન્સીનો સંપર્ક સાધ્યો હતો. અહીં મારી મુલાકાત તેના સંચાલક રાજેન્દ્ર શાહ અને તેના પુત્ર રીન્કેશ શાહ સાથે થઈ હતી. આ બે એજન્ટો જ છે જેમણે ૬૦ લોકોને ખોટા સપના બતાવ્યા અને એમની પાસેથી એડવાન્સમાં રૂપિયા ઉઘરાવી કુલ ૩ કરોડથી વધુનું કરી નાખ્યું હતું.

    અત્યારે સ્ટુડન્ટ વિઝા સિવાય પણ કેનેડામાં જવાના અનેક રસ્તાઓ છે. એજન્ટો આવા જ કેટલાક રસ્તાઓનો સહારો લઈને લોકોને કેનેડા કે વિદેશ મોકલી દેતા હોય છે. તેવામાં આ મહિલાને ૨૦૨૨માં વિઝિટર વિઝામાં કેનેડા જવું હતું અને પછી વર્ક પરમીટ મેળવવી હતી. જેથી કરીને વડોદરાની સાઈ કન્સલ્ટન્સીના સંચાલક રાજેન્દ્ર અને રિન્કેશ શાહે તેમની પાસેથી આખી પ્રોસેસના ૧૦ લાખ રૂપિયા માગ્યા હતા.
    જાેતજાેતામાં મહિલાએ કહ્યું કે અત્યારે મારી પાસે બધા રૂપિયા આપવાની સગવડ નથી પરંતુ હું તમને ઈન્સ્ટોલમેન્ટ્‌સમાં રૂપિયા આપીશ. સતત ફોન કોલ્સ પર વાતો થતી અને કેનેડા ૩ મહિનાની અંદર તો તમને મોકલી દઈશ એવું આ એજન્ટોએ કહી દીધું હતું.

    એજન્ટોએ પોતાની વાતમાં મહિલાને બરાબરની ફસાવી દીધી હતી. આથી કરીને થોડા થોડા એમ ૫ લાખ રૂપિયા આ મહિલાએ ભરી દીધા હતા. સમય પસાર થયો અને ડેડલાઈન પણ જતી રહી એટલે મહિલાએ રાજેન્દ્ર શાહ અને રિન્કેશ શાહનો સંપર્ક સાધ્યો હતો. તેમણે કહ્યું હતું કે મારી ફાઈલનું શું થયું, કેનેડા ક્યારે જવા મળશે. પરંતુ આ સમયે હવે સાંઈ કન્સલ્ટન્સીના એજન્ટોના તેવર બદલાઈ ગયા હતા. ફોન પર બરાબર ભાવ ન આપવો, તેમની સાથે યોગ્ય વર્તણૂક ન કરવી અને ફાઈલ પાસ થઈ જશે એમ કહીને ખોટા વાયદાઓ કરવાનું શરૂ કર્યું હતું.

    મહિલાને પણ હવે જાણ થઈ ગઈ હતી કે મારી સાથે ફ્રોડ થયો છે. એટલે તેને કહ્યું કે એક કામ કરો મારે કેનેડા તમારા પાસેથી પ્રોસિજર કરાવીને જવું જ નથીં. મને મારા રૂપિયા પાછા આપી તો. બંને વચ્ચે ઘણી બોલાચાલી થઈ અને થોડા દિવસો પછી તેમણે એજન્ટ પાસેથી ૨ લાખ રૂપિયા પર મેળવી લીધા હતા. જ્યારે બાકીની રકમ આ એજન્ટોએ ચેક દ્વારા આપી હતી. જાેકે બીજા દિવસે ચેક બાઉન્સ થયો હતો અને જાેતજાેતામાં મહિલાએ કંટાળીને પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી.
    મહિલાએ ફરિયાદ નોંધાવી પરંતુ ત્યાં સુધીમાં તો એજન્ટે આખી ઓફિસ સમેટી લીધી હતી. મહિલાએ દાખલ કરેલી ફરિયાદના આધારે જાેવા જઈએ તો એજન્ટની ઓફિસે તાળા લટકતા હતા. વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે આ મહિલા એકલા જ નથી કે જેમની સાથે ઠગાઈ થઈ છે. કુલ ૬૦ લોકો પાસેથી રૂપિયા ખંચેરીને આ એજન્ટે રાતોરાત ફરાર થવાનું પ્લાનિંગ કરી લીધું છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે આ એજન્ટે ૩ કરોડ રૂપિયા સુધીની છેતરપિંડી આચરી પોટલું વાળી દીધું હતું.

    એક બાજુ મહિલાએ આના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધી દીધી હતી. ત્યારે ગુસ્સે ભરાયેલા લોકોએ વિવિધ સ્થળે આ પિતા અને પુત્રની જાેડીને શોધવાનું શરૂ કર્યું હતું. કેટલાક લોકોએ ત્યારપછી લોકેશન વિશે માહિતી મેળવી આ બંનેની જાેડીને પકડી પાડી હતી. આ દરમિયાન જેમના નાણા તેણે પચાવી પાડ્યા હતા તેમાંથી ઘણા લોકોએ તેને પકડી નાણા વસૂલી લીધા હતા. તો કેટલાકના નાણા હજુ અટવાયેલા છે. પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ પછી વધુ તપાસ કરતા અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે આ ૬૦ નામોની સિવાય પણ હજુ વધારે લોકો આમનો ભોગ બન્યા હોવાનો ખુલાસો થઈ શકે છે. બીજી બાજુ પોલીસે પણ આવા એજન્ટોથી બચવાની અને યોગ્ય પ્રોસિજર સમજ્યા પછી જ વિદેશ જવાની એપ્લિકેશન કરવા લોકોને ટકોર કરી હતી.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    અમદાવાદમાં વધુ એક ત્રિપલ તલાક બાપુનગરમાં પતિએ પોસ્ટ મોકલીને પત્નીને ત્રિપલ તલાક આપ્યા

    September 26, 2023

    ધોળે દિવસે ૫ લૂંટારૂઓએ રિવોલ્વરની અણીએ લૂંટ ચલાવી મહેસાણાનાં જાેટાણા તાલુકા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખનાં ઘરે લૂંટ થઇ

    September 26, 2023

    કોલેજના પ્રોફસર પર યૌન શોષણનો મુદ્દો રાજકોટની એમ.જે.કુંડલિયા કોલેજના પ્રો.જ્યોતિન્દ્ર જાનીને સસ્પેન્ડ કરાયા

    September 26, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version