Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Cricket»સચિન પછી સિદ્ધિ મેળવનાર બીજાે ભારતીય બેટ્‌સમેન બન્યો ટીમ ઈન્ડિયાના બેટ્‌સમેન વિરાટ કોહલીએ બનાવ્યો મહારેકોર્ડ
    Cricket

    સચિન પછી સિદ્ધિ મેળવનાર બીજાે ભારતીય બેટ્‌સમેન બન્યો ટીમ ઈન્ડિયાના બેટ્‌સમેન વિરાટ કોહલીએ બનાવ્યો મહારેકોર્ડ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 21, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ટીમ ઈન્ડિયાના બેટ્‌સમેન વિરાટ કોહલીએ પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. દિગ્ગજ બેટ્‌સમેન સચિન તેંડુલકર બાદ વિરાટ કોહલી આવું કરનાર બીજાે ભારતીય ક્રિકેટર છે. જણાવી દઈએ કે બીજી ટેસ્ટ મેચના પહેલા દિવસના અંત સુધી વિરાટ કોહલી ૮૭ રન પર અને રવિન્દ્ર જાડેજા ૩૬ રન બનાવીને રમતમાં હતા. વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચના પહેલા જ દિવસે ટીમ ઈન્ડિયાએ પોતાનો દબદબો બનાવી લીધો છે. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર ૪ વિકેટે ૨૮૮ રન હતો. વિરાટ કોહલીએ પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચમાં ૩૯ રન બનાવતાની સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના ૨૫,૫૦૦ રન પૂરા કરી લીધા છે. મહાન બેટ્‌સમેન સચિન તેંડુલકર બાદ વિરાટ કોહલી આ મહાન રેકોર્ડ બનાવનાર ભારતનો બીજાે બેટ્‌સમેન છે. સચિન તેંડુલકર અને વિરાટ કોહલી સિવાય કોઈ પણ ભારતીય બેટ્‌સમેન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૫,૫૦૦ રન પૂરા કરી શક્યો નથી.

    રાહુલ દ્રવિડ જેવો મહાન બેટ્‌સમેન પણ પોતાની આખી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં આ મહાન રેકોર્ડ બનાવી શક્યો નથી. હાલમાં વિરાટ કોહલીના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૫,૫૪૮ રનનો રેકોર્ડ છે. આ આંકડો હજુ પણ વધી શકે છે, કારણ કે વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ મેચમાં ૮૭ રનના સ્કોર પર હજુ પણ નાબાદ છે. આવી સ્થિતિમાં વિરાટ કોહલીની નજર ટેસ્ટ મેચના બીજા દિવસે બેવડી સદી પર રહેશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્‌સમેનોની યાદીમાં વિરાટ કોહલી હવે પાંચમા નંબરે આવી ગયો છે. આ યાદીમાં વિરાટ કોહલીથી આગળ શ્રીલંકાના પૂર્વ બેટ્‌સમેન મહેલા જયવર્દને, ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ, શ્રીલંકાના દિગ્ગજ કુમાર સંગાકારા અને ભારતના મહાન બેટ્‌સમેન સચિન તેંડુલકર આવે છે.

    જણાવી દઈએ કે સચિન તેંડુલકરે અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ ૩૪,૩૫૭ રન બનાવ્યા છે. રાહુલ દ્રવિડ જેવો મહાન બેટ્‌સમેન પણ પોતાની આખી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં આ મહાન રેકોર્ડ બનાવી શક્યો નથી. રાહુલ દ્રવિડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૪,૨૦૮ રન બનાવ્યા છે. રાહુલ દ્રવિડ જેવા દિગ્ગજ પણ તેની સમગ્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં ૨૫,૫૦૦ રન પૂરા કરી શક્યા નથી.
    આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર
    ૧. સચિન તેંડુલકર (ભારત) – ૩૪૩૫૭ રન
    ૨. કુમાર સંગાકારા (શ્રીલંકા) – ૨૮૦૧૬ રન
    ૩. રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા) – ૨૭૪૮૩ રન
    ૪. મહેલા જયવર્દને (શ્રીલંકા) – ૨૫૯૫૭ રન
    ૫. વિરાટ કોહલી (ભારત) – ૨૫,૫૪૮ રન
    ૬. જેક્સ કાલિસ (દક્ષિણ આફ્રિકા) – ૨૫૫૩૪ રન
    ૭. રાહુલ દ્રવિડ (ભારત) – ૨૪૨૦૮ રન
    આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ શતક
    ૧. સચિન તેંડુલકર (ભારત) – ૧૦૦ શતક
    ૨. વિરાટ કોહલી (ભારત) – ૭૫ શતક
    ૩. રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા) – ૭૧ શતક
    ૪. કુમાર સંગાકારા (શ્રીલંકા) – ૬૩ શતક
    ૫. જેક કાલિસ (દક્ષિણ આફ્રિકા) – ૬૨ શતક
    ૬. હાશિમ અમલા (દક્ષિણ આફ્રિકા) – ૫૫ શતક

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      રાહુલ ગાંધીની વિદ્યાર્થીઓ સાથે મુલાકાત, વિયેતનામ પ્રવાસના દાવા વચ્ચે રાજકીય ગરમાવો

      October 21, 2026

      સંસદમાં સીમાંકન મુદ્દે ફરી રાજકીય ઘમાસાણ, જયરામ રમેશે ભાજપને પૂછ્યા ત્રણ સવાલ

      October 20, 2026

      લોકશાહી અરાજકતા ફેલાવવાનું લાયસન્સ નથી: વિપક્ષના વિરોધ વચ્ચે રાજનાથ સિંહનો પલટવાર

      October 16, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.