ભારતના સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની સ્ટાર જાેડીએ વર્ષનું ત્રીજું ટાઈટલ જીત્યું છે. કોરિયા ઓપનમાં મેન્સ ડબલ્સ ફાઈનલમાં રવિવારે ભારતીય જાેડીએ ઈન્ડોનેશિયાના ટોપ સીડ ફજર અલ્ફિયાન અને મોહમ્મદ રિયાન આર્દિયાંતોની જાેડીને ૧૭-૨૧ ૨૧- ૧૩ ૨૧- ૧૪થી હરાવી. ભારતીય જાેડી એક ગેમથી પાછળ હતી, પરંતુ તેણે શાનદાર કમબેક કરતા વધુ એક ટાઈટલ પોતાના નામે કર્યું. શનિવારે ભારતીય જાેડીએ ચીનના લિયાંગ વેઈ કેંગ અને વાંગ ચાંગની દુનિયાની બીજા નંબરની જાેડીને સીધી ગેમમાં રોમાંચક રીતે હરાવી આપી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. સાત્વિક અને ચિરાગ પહેલો સેટ ૧૭-૨૧થી હારી ગયા હતા, પરંતુ પછી તેમણે કમબેક કર્યું અને બીજાે સેટ ૨૧-૧૩થી પોતાના નામે કરી લીધો.…
Author: Shukhabar Desk
રાજધાની દિલ્હીમાં પૂરથી રાહત મળવાની શરૂઆત જ થઈ હતી, ત્યારે યમુનામાં જળસ્તર વધવાથી લોકોની ચિંતા વધી ગઈ છે. યમુનામાં હથિની કુંડ બેરેજમાંથી પાણી છોડાયા બાદ દિલ્હીમાં યમુનાનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયું છે. રવિવારે યમુનામાં હથિની કુંડ બેરેજમાંથી લગભગ ૨ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યા બાદ તેનું જળ સ્તર ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયું છે. પાણી છોડવાના કારણે દિલ્હીમાં યમુનાનું જળસ્તર રવિવારે ૨૦૬ મીટરને પાર કરી ગયું હતું. રાજધાનીમાં સવારે ૯ વાગ્યાની આસપાસ યમુનાનું જળસ્તર ૨૦૫.૯૬ નોંધાયું હતું. પરંતુ, બે કલાકમાં એટલે કે સવારે ૧૧ વાગ્યાની આસપાસ પાણીનું સ્તર વધીને ૨૦૬.૦૮ મીટર થઈ ગયું છે. પાણીના સ્તરમાં હજુ વધારો…
બોલિવૂડની બોલ્ડ અને સુંદર અભિનેત્રીઓમાંની એક સની લિયોન પોતાના સિઝલિંગ અંદાજને લઈને ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ અભિનેત્રીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક શાનદાર વિડિઓ શેર કર્યો છે. સની લિયોને ગ્રીન કલરની સાડી પહેરી છે, ગ્લોઇંગ મેકઅપ સાથે અભિનેત્રીએ પોતાના વાળને ખાસ રીતે બાંધ્યા છે અને કેમેરા સામે સેક્સી પોઝ આપી રહી છે. અભિનેત્રીનું ગ્લેમરસ ફોટોશૂટ જાેઈને યુઝર્સના દિલની ધડકન વધી ગઈ છે અને તેઓ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી રહ્યા છે. ગ્રીન કલરની શાનદાર સાડીમાં સની લિયોની અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જાેવા મળે છે. એક્ટ્રેસનો આ કાતિલ અંદાજ ચાહકોને પસંદ આવી રહ્યો છે. સની લિયોન તેના બોલ્ડ અને હોટ…
સ્વર્ગીય અભિનેતા દેવ આનંદને સદાબહાર અભિનેતા ગણવામાં આવે છે. તે સમયે તેમની સ્ટાઈલ અને એક્ટિંગ ખૂબ જ પોપ્યુલર હતી. તેઓ સમયથી આગળના અભિનેતા હતા. ખાસ વાત એ છે કે તેઓ મલ્ટી ટેલેન્ટેડ હતા. તેઓ અભિનયની સાથે પટકથા લેખક, નિર્માતા અને નિર્દેશક પણ હતા. કહેવાય છે કે દેવાનંદ દુનિયાના એકમાત્ર અભિનેતા હતા, જેમનું કરિયર ૮ દાયકા સુધી ચાલ્યું હતું. તેઓની અભિનય કળા અને સ્ટાઇલના કારણે તેમના પરિવારમાંથી પણ કોઈ બોલીવુડનો સિતારો બનશે તેવું માનવામાં આવતું હતું. જાેકે આ માન્યતા વાસ્તવિકતામાં બદલાઈ નહીં. તેમણે તેમના પુત્ર સુનિલ આનંદને અભિનેતા બનાવવા માટે બહુ મહેનત કરી હતી. પરંતુ તે સુપર ફ્લોપ રહ્યા હતા! દેવાનંદ…
યે રિશ્તા ક્યા કહેલાતા હૈનો પહેલો એપિસોડ જાન્યુઆરી ૨૦૦૯માં ઓનએર થયો હતો, ત્યારથી લઈને અત્યારસુધીમાં માત્ર તેના સ્ટોરી પ્લોટમાં જ નહીં પરંતુ કાસ્ટમાં પણ ધરખમ ફેરફાર થયા છે. જાે કે, પહેલાની કાસ્ટને હજી સુધી ફેન્સ ભૂલ્યા નથી. અક્ષરા, નૈનિક, ભાભીમા, ગાયુ, છોટી મા, નક્ષ, રશ્મિ, નંદિની, મોહિત, રાજશ્રી, વિશંભર નાથ, કાવેરી સિંઘાનિયા તેમજ વર્ષા જેવા પાત્રો આજે પણ દર્શકોને યાદ છે. તો આ કલાકારો પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ફેન્સને એક-એક અપડેટ આપતા રહે છે. વર્ષાના રોલમાં જાેવા મળેલી પૂજા જાેશીની જ વાત કરીએ તો તે બીજી વખત મમ્મી બનવા જઈ રહી છે. પ્રેગ્નેન્સીની જાહેરાત તેણે ખૂબ…
દ્રશ્યમ ૨ની એક્ટ્રેસ ઈશિતા દત્તા અને તેના પતિ વત્સલ શેઠ દીકરાના પેરેન્ટ્સ બની ગયા છે. ઈશિતાએ ૧૯ જુલાઈના રોજ દીકરાને જન્મ આપ્યો હતો. આજે એટલે કે શુક્રવારે ઈશિતાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી છે. ઈશિતા દત્તા અને વત્સલ શેઠ શુક્રવારે બપોરે તેમના દીકરાને હોસ્પિટલમાંથી લઈને નીકળતા જાેવા મળ્યા હતા. મુંબઈમાં વરસાદ પડી રહ્યો હોવાથી કપલની ગાડી છેક હોસ્પિટલના ગેટ સુધી લાવી દેવાઈ હતી.ઈશિતા અને વત્સલ મીડિયાના ફોટોગ્રાફર્સની આગળ પોઝ આપવા રોકાયા વિના દીકરાને લઈને રવાના થયા હતા. વત્સલે દીકરાને છાતીસરસો ચાંપીને રાખ્યો હતો. વત્સલ અને ઈશિતાના ચહેરા પર તેમના દીકરાને ઘરે લઈ જવાની ખુશી દેખાઈ રહી હતી. ઈશિતા અને વત્સલ એકદમ…
છેલ્લા થોડા મહિનાઓથી ચર્ચા ચાલી રહી છે કે, ડાન્સર-એક્ટર રાઘવ જુયાલ એક્ટ્રેસ શહેનાઝ ગિલ સાથે રિલેશનશીપમાં છે. થોડા મહિના પહેલા ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ના પ્રમોશન દરમિયાન સલમાન ખાને રાઘવનું નામ લઈને શહેનાઝને ચીડાવી હતી અને ત્યારથી જ આ ચર્ચા શરૂ થઈ હતી. જાેકે, હાલમાં જ રાઘવ જુયાલે શહેનાઝ સાથેની રિલેશનશીપ અંગે પ્રતિક્રિયા આપી છે. રાઘવે કહ્યું, અફેરની વાત સાચી નથી. સલમાનભાઈએ ફિલ્મ પ્રમોશન દરમિયાન મજાક કરી હતી અને તેના કારણે અફવા શરૂ થઈ હતી. મેં અને શહેનાઝે ફિલ્મમાં સાથે કામ કર્યું હતું, તેનાથી વિશેષ અમારી વચ્ચે કંઈ નથી. તમારા કો-એક્ટર્સ સાથે નામ જાેડાવું સામાન્ય વાત છે પરંતુ…
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર યશ સોની, મિત્ર ગઢવી અને મલ્હાર ઠાકર હવે ફરી એકવખત સાથે જાેવા મળશે. તેઓ અગાઉ ફિલ્મ ‘છેલ્લો દિવસ’ અને ‘શું થયું?’માં એકસાથે જાેવા મળ્યા હતા. હવે તેઓ અપકમિંગ ગુજરાતી ફિલ્મ ૩ એક્કામાં એકસાથે જાેવા મળશે. ગુજરાતી ફિલ્મ ૩ એક્કાના ડિરેક્ટર છે રાજેશ શર્મા જ્યારે પ્રોડ્યુસર આનંદ પંડિત અને વૈશલ શાહ છે. આજે ફિલ્મ ‘૩ એક્કા’નું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું છે. ગુજરાતી ફિલ્મ ૩ એક્કાનું ટ્રેલર કોમેડીથી ભરપૂર છે. આ ફિલ્મ તારીખ ૧૮ ઓગસ્ટ, ૨૦૨૩એ થિયેટર્સમાં રિલીઝ થશે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પણ ગુજરાતી ફિલ્મ ‘૩ એક્કા’નું ટ્રેલર શેર કર્યું છે. વર્ષ ૨૦૧૬માં આવેલી હિટ ગુજરાતી…
બોલિવૂડ ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીએ શુક્રવારે આગામી વેબ સિરીઝ ધ કાશ્મીર ફાઇલ્સ અનરિપોર્ટેડનું ટ્રેલર રિલીઝ કર્યું છે. વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે આ વેબ સિરીઝ તેમની ૨૦૨૨ની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ માટે કરવામાં આવેલા રિસર્ચ, વીડિયો અને ઈન્ટરવ્યુના આધારે બનાવવામાં આવી છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ અનરિપોર્ટેડ’એ સાત એપિસોડની વેબ સિરીઝ છે જે ર્ં્્ ડિજિટલ પ્લેટફોર્મ ઢઈઈ૫ પર રિલીઝ થશે. નિર્માતાઓએ શુક્રવારે તેનું ટ્રેલર રિલીઝ કર્યું, જેને વિવેક અગ્નિહોત્રીએ પોતે શેર કર્યું છે. ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની ઉંમર ૪૯ વર્ષ છે અને તેમનો જન્મ તારીખ ૧૦ નવેમ્બર, ૧૯૭૩ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોરમાં થયો છે. બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા વિવેક અગ્નિહોત્રીના પિતાનું નામ પ્રભુ દયાળ અગ્નિહોત્રી અને…
ટિ્વટર લિન્કડઈન પર કબ્જાે કરવા માંગે છે. જેના માટે તે જાેબ પોસ્ટિંગ ફીચર પર કામ કરી રહ્યું છે જે વેરીફાઈડ યુઝર્સને તેમની પ્રોફાઇલ પર જાેબ લિસ્ટિંગ પોસ્ટ કરવાની મંજૂરી આપશે. કંપનીએ ટિ્વટર પર ‘ટ્વીટરહાયરિંગ’ નામનું એકાઉન્ટ બનાવ્યું છે, પરંતુ અત્યાર સુધી તેમાંથી કોઈ ટ્વીટ પોસ્ટ કરવામાં આવી નથી. એપ્લિકેશન નીમા ઓવજીએ ગુરુવારે આ સુવિધાની વિગતો આપતો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો હતો અને કહ્યું હતું કે ટ્વીટર વેરીફાઈડ સંસ્થાઓને સમર્થિત એટીએસ અથવા એક્સએમએલ ફીડને કનેક્ટ કરીને ટ્વીટર પર તેમની બધી નોકરીઓ આયાત કરવાની મંજૂરી આપશે. સ્ક્રીનશૉટ મુજબ કંપની આ સુવિધાને ટ્વીટર હાયરિંગ તરીકે રજૂ કરશે, જે વેરીફાઈડ સંસ્થાઓ માટે તમારી કંપની પ્રોફાઇલ…