Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»આવી ગયું મલ્હાર, મિત્ર અને યશની નવી ફિલ્મ ફિલ્મ ૩ એક્કાનું ટ્રેલર, અમિતાભ બચ્ચને પણ કર્યા વખાણ!
    Entertainment

    આવી ગયું મલ્હાર, મિત્ર અને યશની નવી ફિલ્મ ફિલ્મ ૩ એક્કાનું ટ્રેલર, અમિતાભ બચ્ચને પણ કર્યા વખાણ!

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 23, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર યશ સોની, મિત્ર ગઢવી અને મલ્હાર ઠાકર હવે ફરી એકવખત સાથે જાેવા મળશે. તેઓ અગાઉ ફિલ્મ ‘છેલ્લો દિવસ’ અને ‘શું થયું?’માં એકસાથે જાેવા મળ્યા હતા. હવે તેઓ અપકમિંગ ગુજરાતી ફિલ્મ ૩ એક્કામાં એકસાથે જાેવા મળશે. ગુજરાતી ફિલ્મ ૩ એક્કાના ડિરેક્ટર છે રાજેશ શર્મા જ્યારે પ્રોડ્યુસર આનંદ પંડિત અને વૈશલ શાહ છે. આજે ફિલ્મ ‘૩ એક્કા’નું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું છે. ગુજરાતી ફિલ્મ ૩ એક્કાનું ટ્રેલર કોમેડીથી ભરપૂર છે. આ ફિલ્મ તારીખ ૧૮ ઓગસ્ટ, ૨૦૨૩એ થિયેટર્સમાં રિલીઝ થશે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પણ ગુજરાતી ફિલ્મ ‘૩ એક્કા’નું ટ્રેલર શેર કર્યું છે. વર્ષ ૨૦૧૬માં આવેલી હિટ ગુજરાતી ફિલ્મ ‘પાસપોર્ટ’માં એક્ટર મલ્હાર ઠાકર અને ડિરેક્ટર રાજેશ શર્માએ સાથે કામ કર્યું હતું. આ સિવાય વર્ષ ૨૦૧૯માં આવેલી ફિલ્મ ‘સાહેબ’માં પણ ડિરેક્ટર રાજેશ શર્માનું મોટું યોગદાન રહેલું છે જેમાં એક્ટર મલ્હાર ઠાકર મુખ્ય રોલમાં હતો.

    ત્યારે હવે ગુજરાતી ફિલ્મ ‘૩ એક્કા’માં એક્ટર મલ્હાર ઠાકર અને ડિરેક્ટર રાજેશ શર્મા ફરી એકવખત સાથે કામ કરી રહ્યા છે. ગુજરાતી ફિલ્મ ‘૩ એક્કા’ના લેખકો પાર્થ ત્રિવેદી અને ચેતન દૈયા છે. મહામારીના કારણે છેલ્લા બે વર્ષ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ઠીક રહ્યા હતા. પરંતુ તાજેતરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મોએ બોક્સઓફિસ પર સારી કમાણી કરીને ડી-ટાઉનને મજબૂત કર્યું છે. છેલ્લા છ મહિનામાં બોલિવુડની ફિલ્મનું પ્રદર્શન બોક્સઓફિસ પર નબળું રહ્યું છે એવામાં ગુજરાતી ફિલ્મો વધુમાં વધુ દર્શકોને આકર્ષી શકી છે અને સારો કહી શકાય તેવો વકરો કર્યો છે.

    બોલિવુડની ફિલ્મો કરતાં ગુજરાતી ફિલ્મોને વધુ દર્શકો મળ્યા હતા. આ બાબતને ઢોલિવુડ અને ફિલ્મ એક્ઝિબિટર્ઝ પોઝિટિવ સંકેત તરીકે જાેઈ રહ્યા છે. આ ટ્રેન્ડ જાેઈને ગુજરાતી ફિલ્મોના ડિસ્ટ્રીબ્યૂટરોમાં પણ આનંદની લાગણી છે. રાજ્યમાં ગુજરાતી ફિલ્મોના જાણીતા ડિસ્ટ્રીબ્યૂટર વંદન શાહે જણાવ્યું હતું કે, “બોલિવુડની ફિલ્મો નિષ્ફળ જઈ રહી છે તે એક પ્રકારે ગુજરાતી ફિલ્મો માટે આશીર્વાદ સમાન છે. છેલ્લા છ મહિનામાં જેટલી પણ ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ છે તેણે બોક્સઓફિસ પર સારો વકરો કર્યો છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.