Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»વરસતા વરસાદમાં વત્સલ શેઠે દીકરાને છાતીસરસો ચાંપી રાખ્યો અભિનેત્રી ઈશિતા દત્તા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ
    Entertainment

    વરસતા વરસાદમાં વત્સલ શેઠે દીકરાને છાતીસરસો ચાંપી રાખ્યો અભિનેત્રી ઈશિતા દત્તા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 23, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    દ્રશ્યમ ૨ની એક્ટ્રેસ ઈશિતા દત્તા અને તેના પતિ વત્સલ શેઠ દીકરાના પેરેન્ટ્‌સ બની ગયા છે. ઈશિતાએ ૧૯ જુલાઈના રોજ દીકરાને જન્મ આપ્યો હતો. આજે એટલે કે શુક્રવારે ઈશિતાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી છે. ઈશિતા દત્તા અને વત્સલ શેઠ શુક્રવારે બપોરે તેમના દીકરાને હોસ્પિટલમાંથી લઈને નીકળતા જાેવા મળ્યા હતા. મુંબઈમાં વરસાદ પડી રહ્યો હોવાથી કપલની ગાડી છેક હોસ્પિટલના ગેટ સુધી લાવી દેવાઈ હતી.ઈશિતા અને વત્સલ મીડિયાના ફોટોગ્રાફર્સની આગળ પોઝ આપવા રોકાયા વિના દીકરાને લઈને રવાના થયા હતા. વત્સલે દીકરાને છાતીસરસો ચાંપીને રાખ્યો હતો. વત્સલ અને ઈશિતાના ચહેરા પર તેમના દીકરાને ઘરે લઈ જવાની ખુશી દેખાઈ રહી હતી. ઈશિતા અને વત્સલ એકદમ કેઝ્‌યુઅલ લૂકમાં જાેવા મળ્યા હતા. દીકરાનો ચહેરો ના દેખાય તેનું ધ્યાન વત્સલે રાખ્યું હતું. એક દિવસ અગાઉ જ દીકરાના જન્મના સમાચાર વહેંચતા વત્સલે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી.

    વત્સલે શેર કરેલી તસવીરમાં ઈશિતા હોસ્પિટલના બેડમાં જાેવા મળે છે અને તેણે ખોળામાં પોતાના દીકરાને રાખ્યો છે. જ્યારે વત્સલ તે બંનેની પાસે ઊભેલો જાેવા મળે છે. આ તસવીર શેર કરતાં વત્સલે લખ્યું, અમે. અમારા ત્યાં દીકરાનો જન્મ થયો છે. શુભેચ્છાઓ આપવા માટે સૌનો આભાર. ઉલ્લેખનીય છે કે, ઈશિતા અને વત્સલે ૨૮ નવેમ્બર ૨૦૧૭ના રોજ લગ્ન કર્યા હતા. કપલનું આ પહેલું સંતાન છે. ઈશિતા અને વત્સલ ટીવી શો ‘રિશ્તોં કા સૌદાગરઃ બાઝીગર’ના સેટ પર પ્રેમમાં પડ્યા હતા. ઈશિતા અને વત્સલે ૩૧ માર્ચના રોજ પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. અગાઉ વત્સલે કહ્યું હતું કે તેણે નક્કી કર્યું હતું કે કરિયરમાં યોગ્ય રીતે સેટ થયા પછી જ તે અને ઈશિતા બેબી પ્લાનિંગ કરશે. એટલે જ લગ્નના પાંચ વર્ષ બાદ કપલ પેરેન્ટ્‌સ બન્યું છે. મહત્વનું છે કે, મે મહિનામાં ઈશિતા અને વત્સલ નવા ઘરમાં શિફ્ટ થયા હતા. તેમણે નવા ઘરમાં પૂજા રાખી હતી. જેની તસવીરો અને વિડીયો ખૂબ વાયરલ થયા હતા.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.