ભારતના સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની સ્ટાર જાેડીએ વર્ષનું ત્રીજું ટાઈટલ જીત્યું છે. કોરિયા ઓપનમાં મેન્સ ડબલ્સ ફાઈનલમાં રવિવારે ભારતીય જાેડીએ ઈન્ડોનેશિયાના ટોપ સીડ ફજર અલ્ફિયાન અને મોહમ્મદ રિયાન આર્દિયાંતોની જાેડીને ૧૭-૨૧ ૨૧- ૧૩ ૨૧- ૧૪થી હરાવી. ભારતીય જાેડી એક ગેમથી પાછળ હતી, પરંતુ તેણે શાનદાર કમબેક કરતા વધુ એક ટાઈટલ પોતાના નામે કર્યું. શનિવારે ભારતીય જાેડીએ ચીનના લિયાંગ વેઈ કેંગ અને વાંગ ચાંગની દુનિયાની બીજા નંબરની જાેડીને સીધી ગેમમાં રોમાંચક રીતે હરાવી આપી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.
સાત્વિક અને ચિરાગ પહેલો સેટ ૧૭-૨૧થી હારી ગયા હતા, પરંતુ પછી તેમણે કમબેક કર્યું અને બીજાે સેટ ૨૧-૧૩થી પોતાના નામે કરી લીધો. નિર્ણાયક સેટમાં ભારતીય જાેડીએ પોતાની જાેરદાર રમત બતાવતા જલદી જ ૭-૩ની લીડ મેળવી લીધી. જાેકે, થોડી વાર પછી જ તેમની લીડ ૧૧-૮ થઈ ગઈ. આખરે તેમણે સેટ ૨૧-૧૪ પર પૂરો કર્યો અને ટૂર્નામેન્ટ પણ પોતાના નામે કરી લીધી.સાત્વિક અને ચિરાગે આ વર્ષે ઈન્ડોનેશિયા સુપર ૧૦૦૦ અને સ્વિસ ઓપન સુપર ૫૦૦ ટૂર્નામેન્ટ પણ જીતી હતી. કોરિયા ઓપન ફાઈનલ જીતતા જ સાત્વિક અને ચિરાગ કોર્ટ પર જ ‘ગંગનમ સ્ટાઈલ’માં ડાન્સ કરવા લાગ્યા હતા. આ જાેડીએ ઘણી ટૂર્નામેન્ટમાં મેડલ જીત્યા છે, જેમાં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ, થોમસ કપમાં ગોલ્ડ મેડલ, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ ઉપરાંત સુપર ૩૦૦ (સૈયદ મોદી અને સ્વિસ ઓપન), સુપર ૫૦૦ (થાઈલેન્ડ અને ઈન્ડિયા ઓપન), સુપર ૭૫૦ (ફ્રેન્ચ ઓપન) અને ઈન્ડોનેશિયા ઓપન સુપર ૧૦૦૦માં જીત સામેલ છે.
બીડબલ્યુએમ વર્લ્ડ ટૂર છ સ્તરમાં વિભાજીત હોય છે, જેમાં વર્લ્ડ ટૂર ફાઈનલ્સ, ચાર સુપર ૧૦૦૦ ટૂર્નામેન્ટ, છ સુપર ૭૫૦ ટૂર્નામેન્ટ, સાત સુપર ૫૦૦ ટૂર્નામેન્ટ અને ૧૧ સુપર ૩૦૦ ટૂર્નામેન્ટ સામેલ હોય છે. ટૂર્નામેન્ટનું એક અન્ય સ્તર સુપર ૧૦૦ છે, જેમાં પણ રેન્કિંગ પોઈન્ટ મળે છે.