ટીવી પર પોતાની જબરદસ્ત હોસ્ટિંગ દ્વારા લોકોના દિલ જીતનાર મનીષ પોલ હવે ર્ં્્ પર પોતાની અભિનય કુશળતા ફેલાવી રહ્યો છે. તાજેતરમાં જ એક્ટર વેબ સિરીઝ ‘રફુચક્કર’માં જાેવા મળ્યો હતો. જેમાં તેના કામના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ દરમિયાન, તેના તાજેતરના ઇન્ટરવ્યુમાં, અભિનેતાએ અક્ષય કુમાર સાથે જાેડાયેલ એક ચોંકાવનારી સત્યનો ખુલાસો કર્યો છે. અભિનેતાએ કહ્યું કે તેણે મારી માતાની સામે જાહેરમાં મારા પર બૂમો પાડી હતી. ચાલો જાણી શું છે મામલો. હકીકતમાં,તાજેતરના ઇન્ટરવ્યુમાં, મનીષે કહ્યું, “જ્યારે હું શરૂઆતમાં એવોર્ડ શો હોસ્ટ કરતો હતો, ત્યારે એક વખત અક્ષય કુમાર મારી સાથે સ્ટેજ પર આવ્યા હતા. તે દરમિયાન મેં તેને એક પ્રશ્ન…
Author: Shukhabar Desk
વરુણ ધવન અને જાહ્નવી કપૂર સ્ટારર ફિલ્મ ‘બવાલ’ તાજેતરમાં ર્ં્્ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત આ રોમેન્ટિક ડ્રામામાં વરુણ અને જાહ્નવીએ પહેલીવાર સાથે કામ કર્યું છે. ફિલ્મને સોશિયલ મીડિયા પર સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે અને વરુણ અને જાહ્નવીના અભિનયની પ્રશંસા થઈ રહી છે. હવે જાહ્નવીએ પણ ચાહકોનો આભાર માન્યો છે. ફિલ્મ ‘બવાલ’ રિલીઝ થયાના થોડા દિવસો બાદ જાહ્નવી કપૂરે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના ચાહકો માટે એક ઈમોશનલ નોટ લખી છે. જાહ્નવીએ તેના અભિનયની પ્રશંસા કરવા અને બવાલમાં તેના પાત્ર નિશા પર પ્રેમ વરસાવવા બદલ ચાહકોનો આભાર માન્યો. ફેન્સ પણ કોમેન્ટ સેક્શનમાં અભિનેત્રીના વખાણ…
બોલીવૂડ એક્ટ્રેસ દિશા પટનીના લાખો ફેન્સ છે. એક્ટ્રેસ તેની તસવીરોથી ઇન્ટરનેટનો પારો વધારતી રહે છે. દિશાએ ફરી એકવાર પોતાના ઈન્સ્ટા પર તેના ખૂબ જ ગ્લેમરસ ફોટા શેર કર્યા છે. દિશા પટાનીએ બેડરૂમ બેડ પર સૂઇને પોતાની ખૂબ જ ગ્લેમરસ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ સુંદર લાગી રહી છે, તો સાથે જ તે પોતાના કિલર લૂકથી ઇન્ટરનેટનો પારો પણ વધારી રહી છે. આ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોમાં દિશાના લૂક્સ દિલને ધબકાવા માટે પૂરતા છે. દિશા વ્હાઇટ બેડ પર બ્લેક કલરના ડીપ નેક ડ્રેસમાં હુસ્નની મલ્લિકા જેવી લાગી રહી છે. આ તસવીરો પરથી નજર હટાવવી મુશ્કેલ છે. દિશાની આ સિઝલિંગ…
દીપિકા કક્કરને મા બને એક મહિનો પૂરો થયો છે. તેણે ૨૧ જૂને દીકરા રુહાનને જન્મ આપ્યો હતો. જાેકે, બાળક પ્રી-મેચ્યોર હોવાથી તેને દ્ગૈંઝ્રેંમાં રાખવામાં આવ્યો હતો. લગભગ ૨૦ દિવસ બાદ ૧૦ જુલાઈએ દીપિકા અને તેના દીકરાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. દીપિકા-શોએબના દીકરાના જન્મને એક મહિનો પૂરો થયો છે. ૨૧ જુલાઈએ કપલને તેમના પરિવારે સરપ્રાઈઝ આપી હતી. કેક કાપી હતી અને ગિફ્ટ્સ આપી હતી. ફોઈ બનેલી સબા ખૂબ ઉત્સાહિત હતી અને તેણે પોતાના ભાઈ-ભાભીને ગિફ્ટ આપીને ખુશ કરી દીધા હતા. દીપિકા અને શોએબે દીકરો એક મહિનાનો થતાં તેની તસવીર શેર કરી હતી. જેમાં તેમના દીકરાની પહેલી ઝલક જાેવા મળે છે.…
ત્રણ વર્ષથી ટીવી સ્ક્રીન પર પ્રસારિત થઈ રહેલા શો અનુપમામાં છેલ્લા કેટલાક દિવસથી જબરજસ્ત ટિ્વસ્ટ અને ટર્ન્સ જાેવા મળી રહ્યા છે. એક તરફ માલતી દેવી અનુપમાથી નારાજ છે, કારણ કે તે પોતાની દીકરી અનુના કારણે તેમની ડાન્સ એકેડેમીને સંભાળવા માટે અમેરિકા ન ગઈ. આ વાત કારણથી તેઓ બદલો લેવાના છે. બીજી તરફ એક નવો પ્રોમો સામે આવ્યો છે, જે જાેઈને દર્શકોના હોશ ઉડી જશે. એક એવો વળાંક જે અનુપમાના જીવનને ધરમૂળથી બદલી નાખશે. નવા પ્રોમો પ્રમાણે, અનુપમા ડરેલી હાલતમાં શાહ હાઉસ થાય છે. તેના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. તે દરેક વ્યક્તિને પૂછે છે કે ‘મારો સમર ક્યાં…
મૈત્રીમાં લીડ રોલ પ્લે કરી રહેલી શ્રેણુ પરીખ શોના એક્સટેન્શથી હાલ ખુશ છે. ફેબ્રુઆરીમાં લોન્ચ થયેલો આ શો જુલાઈ મહિનાના ગત અઠવાડિયે ઓફ એર થવાનો છે. પરંતુ મેકર્સે એકાએક ર્નિણય બદલી નાખ્યો. વાતચીત કરતાં એક્ટ્રેસે જણાવ્યું હતું કે ‘જ્યારે એક્સટેન્શનના સમાચાર મળ્યા ત્યારે હું સેટ પર નહોતી, પરંતુ અમારી ટીમે તે ક્ષણનું સેલિબ્રેશન કર્યું હતું. હું ખુશ છું કારણ કે ચોમાસામાં શો બંધ થાત તો એ ખાસ કરીને ક્રૂ માટે વધારે મુશ્કેલ રહેત. શો વધુ બેથી ત્રણ અઠવાડિયા ચાલશે અને જાે સારું રેટિંગ મળ્યું તો તે તેનાથી પણ આગળ ચાલી શકે છે’. શ્રેણુએ પ્રોફેશનલની સાથે-સાથે પર્સનલ લાઈફ વિશે પણ વિગતવાર…
કરણ જાેહર હવે રોકી ઔર રાની કી પ્રેમ કહાની ફિલ્મ સાથે દિગ્દર્શનમાં પરત ફરી રહ્યો છે, જે આ મહિને સ્ક્રીન પર આવવાની તૈયારીમાં છે. આ ફેમિલી ડ્રામામાં આલિયા ભટ્ટ, રણવીર સિંહ, જયા બચ્ચન, ધર્મેન્દ્ર અને શબાના આઝમી મુખ્ય ભૂમિકામાં છે. રિલીઝ પહેલા સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનએ આ ફિલ્મની સમીક્ષા કરી હતી, જેમણે ફિલ્મના સંવાદોમાં ઘણાં ફેરફારો સૂચવ્યા હતા. એક ન્યૂઝ પોર્ટલ અનુસાર, ફિલ્મમાં ઘણી વખત ઉપયોગમાં લેવાયેલ અપમાનજનક શબ્દ ‘બી ડી’ને ‘બહન દી’ સાથે બદલવામાં આવ્યો છે, જ્યારે રમ બ્રાન્ડ ઓલ્ડ મોન્કને ‘બોલ્ડ મોન્ક’ સાથે બદલવામાં આવ્યા છે. કથિત રીતે ‘લોકસભા’ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો ઉલ્લેખ કરતો…
અમદાવાદમાં બનેલી અકસ્માતની ઘટનાના પડઘા રાજ્યમાં પડ્યા છે. સુરતમાં પણ રાંદેર પોલીસે મોપેડ લઈને જાેખમી રીતે વાહન હંકારતા સગીર અને તેને વાહન આપનાર પિતા સામે કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે આ મામલે ગૃહ મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું હતું કે જે બાળકો વાહનો લઈને સ્ટંટ કરે છે તે બાળકો તો જવાબદાર છે જ પરંતુ તેમના વાલીઓ પણ એટલા જ જવાબદાર છે. બાળકો પાસે લાયસન્સ ન હોય અને વાલીઓએ વાહનો હંકારવા આપશે અને જાે એ કોઈ પ્રકારના નિયમ તોડશે તો જરૂરથી જેટલા લોકો પર કાર્યવાહી કરવાની હશે તે થશે જ કોઈ પણ પ્રકારની ભલામણ કે છૂટ…
સુરતના પુણા કુંભારિયા પાસે આવેલી સારથી રેસીડેન્સીમાં દીવાલ ધરાશાહી થઇ હતી. જેને લઈને ત્યાં પાર્ક કરેલી ૩ ફોરવ્હીલ બાજુમાં પસાર થતી ખાડીમાં ગરકાવ થઇ હતી. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગે ક્રેઇનની મદદથી ફોરવ્હીલોને બહાર કાઢી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર જાેવા મળી રહી છે. આજે સુરત શહેરમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે, ત્યારે સુરતના પુણા કુંભારિયા સ્થિત આવેલી સારથી રેસીડેન્સીમાં ડી બિલ્ડીંગ પાસે પાર્કિંગ પાસેની કોર્ડન દીવાલ ધરાશાહી થઇ હતી. જેને લઈને ત્યાં પાર્ક કરેલી ત્રણ ફોરવ્હીલને નુકશાન થયું હતું. અહી પાર્ક કરેલી ૩ ફોરવ્હીલ દીવાલની…
જિલ્લાના અતિશય બહુચર્ચિત વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્યાના શાર્પશૂટર ઝડપાઇ ગયા છે. ગત મે મહિનામાં થયેલી ભાજપના અગ્રણીની ધોળે દહાડે હત્યાના મામલામાં વલસાડ જિલ્લા પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. એલસીબી પોલીસની ટીમે ઉત્તર પ્રદેશની કુખ્યાત ડી ૧૬ ગેંગના બે શાર્પ શૂટરોની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે. ગત મે મહિનાની આઠમી તારીખે વલસાડ જિલ્લામાં સનસની હત્યાની ઘટના પ્રકાશ માં આવી હતી. વાપીના છેવાડે આવેલા કોચરવામાં રહેતા અને વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષભાઈ પટેલની રાતા શિવ મંદિરની સામે જ ફાયરિંગ કરી અને સંસનીખેજ હત્યા થઈ હતી. મૃતક શૈલેષ પટેલ પરિવાર જેનો સાથે મંદિર દર્શન કરવા ગયા…