Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»સમરનું થશે મોત! અનુપમાને ગુરુકુળમાંથી ધક્કો મારી બહાર કાઢશે માલતી દેવી!
    Entertainment

    સમરનું થશે મોત! અનુપમાને ગુરુકુળમાંથી ધક્કો મારી બહાર કાઢશે માલતી દેવી!

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 24, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ત્રણ વર્ષથી ટીવી સ્ક્રીન પર પ્રસારિત થઈ રહેલા શો અનુપમામાં છેલ્લા કેટલાક દિવસથી જબરજસ્ત ટિ્‌વસ્ટ અને ટર્ન્સ જાેવા મળી રહ્યા છે. એક તરફ માલતી દેવી અનુપમાથી નારાજ છે, કારણ કે તે પોતાની દીકરી અનુના કારણે તેમની ડાન્સ એકેડેમીને સંભાળવા માટે અમેરિકા ન ગઈ. આ વાત કારણથી તેઓ બદલો લેવાના છે. બીજી તરફ એક નવો પ્રોમો સામે આવ્યો છે, જે જાેઈને દર્શકોના હોશ ઉડી જશે. એક એવો વળાંક જે અનુપમાના જીવનને ધરમૂળથી બદલી નાખશે. નવા પ્રોમો પ્રમાણે, અનુપમા ડરેલી હાલતમાં શાહ હાઉસ થાય છે. તેના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. તે દરેક વ્યક્તિને પૂછે છે કે ‘મારો સમર ક્યાં છે?’ પરંતુ કોઈ જ જવાબ આપી રહ્યું નથી. છેલ્લે તે તોષુને પૂછે છે જ્યારે તે જવાબ નથી આપતો ત્યારે તેનો કોલર પકડે છે અને ફરીથી સમર વિશે પૂછે છે, ત્યારે તે કહે છે ‘મમ્મી સમર આપણી વચ્ચે નથી રહ્યો’. આ સાંભળી તે માનસિક અને ભાવનાત્મક રીતે ભાંગી જશે. અનુપમા પોતાના દીકરા સમરના મોતનું સપનું જાેઈ રહી છે કે પછી સાચેમાં તેવું થવાનું છે, એ આવનારા એપિસોડમાં જ જાણ થશે. અનુપમાના શનિવારના એપિસોડમાં જાેવા મળશે કે, અનુપમા માલતી દેવીની માફી માગશે પરંતુ ગુરુ મા તેના પર સહેજ પણ દયા નહીં દાખવે. અનુપમા તેમની એકેડેમી પર જાય છે અને માલતી દેવી સોન્ગ વગાડે છે અને તેને ડાન્સ કરવા માટે કહે છે.

    માલતી દેવી વારંવાર સોન્ગ બદલે છે અને તેને નાચતા રહેવાનું કહેશે. ત્યારે નકુલ માલતી દેવીને તેઓ અનુપમાને સજા નહીં પરંતુ અપમાન કરી રહ્યા હોવાનું કહેશે. બીજી તરફ અનુજ અને શાહ પરિવારના દરેક સભ્યો પરેશાન છે કે માલતી દેવી અનુપમા સાથે ખબર નહીં કેવું વર્તન કરી રહ્યા હશે. બાપુજી કહેશે કે, જાે અનુપમા લીલાનું દિલ પીગળાવી શકે છે તો માલતી દેવીનું પણ દિલ જીતી જ લેશે. અનુપમા માલતી દેવીના કહેવા પર અટક્યા વગર ડાન્સ કરશે અને અચાનક તે પડી જશે. જે બાદ માલતી દેવી હજી પણ માફી જાેઈએ છે તેમ અનુપમાને પૂછશે. અનુપમા કહેશે કે, તે માફી માટે કંઈ પણ કરી શકે છે. ગુરુ મા તેને ચેતવણી આપતા યાદ કરાવશે કે ગુરુકુળ તેમના માટે ભગવાન છે અને તેઓ તેમના ભગવાનનું ક્યારેય અપમાન કરતાં નથી. માલતી દેવી અનુપમાને તેના પરિવારનું બલિદાન આપવા કહેશે. તેઓ અનુપમાને ત્યારે જ માફ કરશે જ્યારે તે પોતાના પરિવારનો પૂરી રીતે ત્યાગ કરશે અને પોતાની પ્રતિભા માટે બાકીનું જીવન પસાર કરશે. આ સાંભળીને અનુપમા ચોંકી જશે. માલતી દેવી અનુપમાને ઘસેડીને ગુરુકુળથી બહાર ફેંકી દેશે અને તેના મોં પર દરવાજા બંધ કરી દેશે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.