ટીવી પર પોતાની જબરદસ્ત હોસ્ટિંગ દ્વારા લોકોના દિલ જીતનાર મનીષ પોલ હવે ર્ં્્ પર પોતાની અભિનય કુશળતા ફેલાવી રહ્યો છે. તાજેતરમાં જ એક્ટર વેબ સિરીઝ ‘રફુચક્કર’માં જાેવા મળ્યો હતો. જેમાં તેના કામના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ દરમિયાન, તેના તાજેતરના ઇન્ટરવ્યુમાં, અભિનેતાએ અક્ષય કુમાર સાથે જાેડાયેલ એક ચોંકાવનારી સત્યનો ખુલાસો કર્યો છે. અભિનેતાએ કહ્યું કે તેણે મારી માતાની સામે જાહેરમાં મારા પર બૂમો પાડી હતી. ચાલો જાણી શું છે મામલો. હકીકતમાં,તાજેતરના ઇન્ટરવ્યુમાં, મનીષે કહ્યું, “જ્યારે હું શરૂઆતમાં એવોર્ડ શો હોસ્ટ કરતો હતો, ત્યારે એક વખત અક્ષય કુમાર મારી સાથે સ્ટેજ પર આવ્યા હતા. તે દરમિયાન મેં તેને એક પ્રશ્ન પૂછ્યો હતો, તેણે તેનો જવાબ આપ્યો ન હતો, પરંતુ તે ખૂબ જાેરથી બોલવા લાગ્યા હતા અને મને ચૂપ રહેવા કહ્યું. પછી મને ખૂબ જ ખરાબ અને શરમજનક લાગ્યું કારણ કે તે દિવસે પહેલીવાર મારી માતા મારું કામ જાેવા આવી હતી અને સ્ટેજ પર મારું અપમાન કરવામાં આવ્યું હતું.
મનીષ પોલે વધુમાં કહ્યું કે, ત્યારે મને સમજાયું હતું કે આ વસ્તુ કાં તો કરિયરનો અંત લાવી શકે છે અથવા નવી શરૂઆત કરી શકે છે, તેથી મેં પણ પ્રવાહની સામે ચાલવાનું નક્કી કર્યું. પરંતુ મેં અક્ષયને ફોલો કરવાનું છોડ્યું નહીં અને તેની સીટ સુધી તેની પાછળ ગયો. હા, તે દરમિયાન મામલો થોડો અલગ સ્તર પર ગયો હતો, પરંતુ પછી અક્ષયજીએ સ્પષ્ટતા કરી કે તે માત્ર મજાક કરી રહ્યો હતો. એ સાંભળીને નિષના ચહેરા પર હસી આવી ગઈ હતી. તમને જણાવી દઈએ કે મનીષ પોલની વેબ સિરીઝ ‘રફુચક્કર’ હાલમાં ર્ં્્ પર ધમાલ મચાવી રહી છે. જે અભિનેતાના ચાહકોને પણ ખૂબ પસંદ આવી રહ્યા છે.