Author: Shukhabar Desk

પાકિસ્તાનના ચૂંટણી પંચ (ઈસીપી) એ સોમવારે પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના અધ્યક્ષ ઈમરાન ખાન વિરુદ્ધ અવમાનનાના કેસમાં બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. અહેવાલ મુજબ પંચે ઈસ્લામાબાદ પોલીસને ખાનની ધરપકડ કરવા અને મંગળવારે તેમની સમક્ષ હાજર કરવાનો નિર્દેશ આપ્યો હતો. મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી નિરીક્ષક વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા બદલ પૂર્વ માહિતી મંત્રી ફવાદ ચૌધરી અને અન્ય સહિત ઈમરાન ખાન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. વોરંટ અનુસાર, ઈમરાન ખાને ૧૬ જાન્યુઆરી અને ૨ માર્ચે કમિશન દ્વારા જારી કરાયેલા જામીનપાત્ર વોરંટની અવગણના કરી હતી. ચૂંટણી પંચે ઈસ્લામાબાદના ઈન્સ્પેક્ટર જનરલને ઈમરાન ખાનની ધરપકડ કરવા અને ૨૫ જુલાઈના રોજ સવારે…

Read More

ફ્રેન્ચ સ્ટાર ફૂટબોલર કિલિયન એમ્બાપ્પેનો તેની સ્થાનિક ક્લબ પેરિસ સેન્ટ જર્મન સાથેનો કરાર વર્ષ ૨૦૨૪માં સમાપ્ત થવાનો છે અને હવે આ યુવા સ્ટ્રાઈકર નવી ક્લબની શોધમાં છે. પીએસજીએ તેને નવી ટીમ શોધવાનો આદેશ પણ આપ્યો છે. એમ્બાપ્પેની જાપાન પ્રવાસ માટે પણ પસંદગી કરવામાં આવી ન હતી. ક્લબે તેને વેચવાનો ર્નિણય લીધો છે. તે હવે ટ્રાન્સફર માર્કેટમાં ઉપલબ્ધ છે. આ દરમિયાન સાઉદી અરેબિયાના ક્લબ અલ હિલાલે એમ્બાપ્પેને ખરીદવા માટે તેની તિજાેરી ખોલી દીધી છે. અલ હિલાલે ૩૦૦ મિલિયન યુરો એટલે લગભગ ૨૭૨૫ કરોડ રૂપિયાની ઓફર આપી છે. જાે આ ડીલ થશે તો તે દુનિયામાં અત્યાર સુધીનું સૌથી મોટું ટ્રાન્સફર બની જશે.…

Read More

ચીનના ઉત્તર પૂર્વી વિસ્તારમાં આવેલા એક પ્રાંતમાં જિમ્નેશિયમ સ્કૂલની છત ધરાશાઈ થઈ જતા બાળકો સહિત ૧૧ લોકોના મોત થયા છે. મરનારામાં બાળકોની મોટી સંખ્યા છે. જેઓ સ્કૂલની વોલીબોલ ટીમનો હિસ્સો હતા. સત્તાવાર રીતે ચીનની સરકારે આ ઘટનાને સમર્થન આપ્યુ હતુ. જ્યારે આ છત તુટી પડી ત્યારે તેમાં બાળકો સહિત ૧૯ લોકો હતા. જેમાંથી આઠ લોકોના જીવ બચી ગયા હતા અને બીજા કેટલાકને ઈજા પણ થઈ છે. ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. વાલીઓ પોતાના બાળકોની તલાશમાં ઠેર ઠેર ભટકી રહ્યા છે. ઘટના સ્થળે રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન બાળકોના કોચ બાળકોના નામ બોલીને રેસ્ક્યુ ટીમને અંદર કોણ કોણ ફસાયુ છે તે જણાવી…

Read More

અમેરિકામાં લાંબા સમયથી ચાલી રહેલી ગરમીના દોરને કારણે ગંભીર રીતે દાઝી ગયેલા દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. આ લોકો ગરમ સપાટી કે વસ્તુઓને સ્પર્શવાને લીધે ઘાયલ થયા હતા. અહેવાલ અનુસાર એરિઝોનામાં ડૉક્ટરોએ કહ્યું કે આગ ઝરતી ગરમીના કારણે ગરમ થઈ ચૂકેલા ડામર પડી જતાં પણ અમુક દર્દીઓ ઘવાયા હતા. રિસર્ચમાં જાણ થઈ કે ફક્ત અમુક જ સેકન્ડ માટે ધાતુ કે ડામરને સ્પર્શ કરવાથી ગંભીર બળતરાની સમસ્યા થઈ રહી છે. એરિઝોનાની રાજધાની ફિનિક્સમાં સતત ૨૪ દિવસથી રેકોર્ડબ્રેક ગરમી પડી રહી છે. અહીં તાપમાન ૪૩ ડિગ્રીએ પહોંચી ગયું છે. આ ૧૯૭૪માં સર્જાયેલા ૧૮ દિવસના રેકોર્ડથી પણ વધુ છે.…

Read More

અમેરિકામાં ગરમીનું મોજું ફરી વળ્યું છે. વિશ્વભરમાં પણ હીટવેવ વ્યાપી રહ્યું છે પરંતુ તેમાં યુએસ ઉપર ઘણી વધુ અસર થઈ છે. ગરમીનું મોજું યુએસના વ્યાપાર-ઉદ્યોગ પર ભયનો ઓથાર બની રહ્યું છે. આ માહિતી આપતાં સીએનએનનો રિપોર્ટ જણાવે છે કે મૂડીઝના એનેલિટિક્સ ડાયરેકટર ક્રીસ લેકાકિલસના જણાવ્યા પ્રમાણે, આ ગરમીનાં મોજાંથી વ્યાપાર-ધંધાને તો નુકશાન થશે જ પરંતુ તેથી મૃત્યુદર પણ ઘણો વધી રહેવાની ભીતિ છે. આ રિપોર્ટ વધુમાં જણાવે છે કે, વિશ્વભરમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે. આ અસામાન્ય હીટવેવને લીધે વિશ્વના એકંદર આંતરિક ઉત્પાદનમાં (જીડીપી)માં ૧૭.૬ ટકા જટલો અસામાન્ય ઘટાડો આ ત્રણ મહિનાના ગાળામાં (એપ્રિલ-મે-જુનમાં) ૧૭.૫ ટકા જેટલો ઘટાડો નોંધાશે. એડ્રીન્ને…

Read More

ભાજપની સંસદીય દળની બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીએ આજે વિપક્ષ પર ભારે પ્રહારો કર્યા હતા. છેલ્લા ૪ દિવસથી ગૃહમાં સતત હોબાળા અંગે પીએમ મોદીએ કહ્યું કે, મેં આજ સુધી આવો દિશાવિહીન વિપક્ષ જાેયો નથી. વિપક્ષ વિખેરાયેલો અને હતાશ લાગી રહ્યો છે.આટલું જ નહીં, તેમણે કહ્યું કે, તેમના વર્તનથી એવું લાગે છે કે આ લોકો ઘણા દાયકાઓ સુધી સત્તામાં આવવા માંગતા નથી. આ દરમિયાન, તેમણે વિપક્ષના મહાગઠબંધનના નવા નામકરણ ઈન્ડિયાપર પણ પ્રહાર કર્યા હતા. વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાપર પીએમ બોલતા કહ્યું કે ઈન્ડિયા નામ તો ઈન્ડિયન મુજાહિદ્દીન જેવા આતંકી સંગઠનોના નામમાં પણ આવે છે અને ઈસ્ટ ઈન્ડિયા કંપનીના નામમાં પણ તેનો ઉલ્લેખ હતો.…

Read More

મહેસાણાના હેડુવાથી નવ યુવક જાન્યુઆરી ૨૦૨૩માં અમેરિકા જવા નીકળ્યા હતા. મહિનાઓથી ગુમ થયેલા નવ ગુજરાતીઓ અંગે મોટો ઘટસ્ફોટ થયો છે. એસઓજી પોલીસે શૈલેષ પટેલ નામના એજન્ટની ધરપકડ કરી છે. આ એજન્ટે દાવો કર્યો છે કે, મહેસાણાના ૪ વ્યક્તિઓ સહિત ૯ લોકો ફ્રાન્સની હદમાં આવેલા સેન્ટ માર્ટિ્‌સની જેલ હોવાનું જણાવી રહ્યો છે. આ માહિતીને તપાસ કરવા માટે ર્જીખ્ત પોલીસે ષ્ઠૈઙ્ઘ ક્રાઈમ મારફતે ફ્રાન્સ એમ્બેસીની મદદ માંગી છે. ફ્રાન્સની જેલમાં છેલ્લા સાતથી આઠ મહિનામાં કોઈ ભારતીયની ધરપકડ કરાઈ છે કે નહિ તે અંગેની વિગતો માંગવામાં આવી છે. નોંધનીય છે કે, મીડિયા રિપોર્ટ પ્રમાણે, ૯ ફેબ્રુઆરીના રોજ ગ્વાડલુપની સરકારે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના મેરિટાઈમ…

Read More

સુરતમાંવાલીઓ માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. બારી પાસે ફોનમાં ગેમ રમતી ૫ વર્ષીય બાળકીને ગમછાનો ફાંસો લાગતાં મોત થયું છે. શહેરના અમરોલી વિસ્તારમાં ફોનનું નેટવર્ક ન આવતા બારી પાસે બાળકી રમતી હતી ત્યારે આ ઘટના બની હતી. ઘટના બની ત્યારે બાળકીના પિતા મનોજભાઈ શાકભાજી લેવા ગયા હતા અને તેમના પત્ની રસોઇ બનાવી રહ્યાં હતા. ગમછો કોઈક રીતે ગળે વિંટળાયા બાદ પગ લપસી જતા ફાંસો લાગી ગયો હતો. બારી પાસે બાંધેલી દોરી પર ગમછો સુકવવા નાંખેલો હતો. રમતા રમતા કોઈક રીતે તેણે ગમછો ગળામાં લપેટી લીધો હતો અને પગ લપસી જતા તેને ફાંસો લાગી ગયો હતો. ગળાની નસ દબાઈ…

Read More

શહેરમાં ઓટો રિક્ષામાં બેઠેલા પેસેન્જરોની નજર ચૂકવી મોબાઈલ ચોરી કરતી ગેંગના બે સાગરીતોની ઉધના પોલીસે ધરપકડ કરી ચોરીના ૪૦ મોબાઈલ કબ્જે કર્યા છે. આરોપીઓની પૂછપરછમાં શહેરના અલગ-અલગ પોલીસ મથકોમાં નોંધાયેલ પાંચ ગુનાઓના ભેદ ઉકેલાઈ ગયા છે. જ્યાં આરોપીઓ પાસેથી મોબાઈલ, ઓટો રિક્ષા સહિત ૩.૮૫ લાખની મત્તાનો મુદ્દામાલ કબજે આગળની તપાસ ઉધના પોલીસે હાથ ધરી છે. આરોપીઓ એકલ-દોકલ દેખાતા પેસેન્જરોને ઓટો રિક્ષામાં બેસાડતા હતા. જે બાદ આગળ પાછળ ખસવાનું કહી મોબાઈલ ચોરી કરી ફરાર થઇ જતા હતા. ગેંગના અન્ય બે સાગરીતોને પણ પોલીસે હાલ વોન્ટેડ જાહેર કર્યા છે. સુરત શહેરમાં ઓટો રિક્ષામાં બેઠેલાં પેસેન્જરોની નજર ચૂકવી મોબાઈલ ચોરી કરતી ગેંગના બે…

Read More

આપણે ત્યાં એક કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે, ત્યારે આ કહેવત સાચી ઠરી છે રાજકોટ શહેર ખાતે. રાજકોટ શહેરના કોઠારીયા મેઈન રોડ પર રહેતા ૩૫ વર્ષીય વેપારી ભરતભાઈ ગોહેલ નામના વ્યક્તિએ રિદ્ધિ સિદ્ધિ ઇન્વેસ્ટમેન્ટ કંપનીના પ્રોપરાઇટર પલક કોઠારી વિરુદ્ધ પ્રદ્યુમન નગર પોલીસ મથક ખાતે આઇપીસી ૪૦૬, ૪૨૦ તેમજ Gujarat protection interest of depositors એક્ટ હેઠળ રૂપિયા ૯ લાખની છેતરપિંડી થઇ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલે પોલીસને આપેલી ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, એક વર્ષ પૂર્વે વર્તમાન પત્રમાં જાહેરાત આવી હતી કે, રિદ્ધિ સિદ્ધિ ઈન્વેસ્ટમેન્ટમાં રોકાણ કરવાથી આજીવન દર મહિને સાત ટકા રિટર્ન આપવામાં…

Read More