Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»WORLD»એરિઝોનાની રાજધાની ફિનિક્સમાં સતત ૨૪ દિવસથી રેકોર્ડબ્રેક ગરમી અમેરિકામાં રેકોર્ડ બ્રેક ગરમી, હોસ્પિટલમાં બેડ ફૂલ, ૧૮થી વધુ દર્દીનાં મોત
    WORLD

    એરિઝોનાની રાજધાની ફિનિક્સમાં સતત ૨૪ દિવસથી રેકોર્ડબ્રેક ગરમી અમેરિકામાં રેકોર્ડ બ્રેક ગરમી, હોસ્પિટલમાં બેડ ફૂલ, ૧૮થી વધુ દર્દીનાં મોત

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 25, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    અમેરિકામાં લાંબા સમયથી ચાલી રહેલી ગરમીના દોરને કારણે ગંભીર રીતે દાઝી ગયેલા દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જઈ રહી છે. આ લોકો ગરમ સપાટી કે વસ્તુઓને સ્પર્શવાને લીધે ઘાયલ થયા હતા. અહેવાલ અનુસાર એરિઝોનામાં ડૉક્ટરોએ કહ્યું કે આગ ઝરતી ગરમીના કારણે ગરમ થઈ ચૂકેલા ડામર પડી જતાં પણ અમુક દર્દીઓ ઘવાયા હતા. રિસર્ચમાં જાણ થઈ કે ફક્ત અમુક જ સેકન્ડ માટે ધાતુ કે ડામરને સ્પર્શ કરવાથી ગંભીર બળતરાની સમસ્યા થઈ રહી છે. એરિઝોનાની રાજધાની ફિનિક્સમાં સતત ૨૪ દિવસથી રેકોર્ડબ્રેક ગરમી પડી રહી છે. અહીં તાપમાન ૪૩ ડિગ્રીએ પહોંચી ગયું છે. આ ૧૯૭૪માં સર્જાયેલા ૧૮ દિવસના રેકોર્ડથી પણ વધુ છે.

    એરિઝોના બર્ન સેન્ટરના કેવિન ફોસ્ટરે જણાવ્યું કે હાલમાં હોસ્પિટલમાં તમામ બેડ ફૂલ થઈ ગયા છે. તેમાંથી લગભગ એક તૃતીયાંશ દર્દી કોન્ક્રિટ અને ડામરની સપાટીના સંપર્કમાં આવતા દાઝી ગયા હતા. તેમણે કહ્યું કે આ ગરમીમાં અત્યાર સુધી નવા દર્દીઓનો દર ૨૦૨૨થી વધુ થઈ ગયો છે. સૌથી વધુ વૃદ્ધો અને બાળકો આ ગરમીને લીધે તકલીફમાં છે જેમાંથી અનેક લોકો અસંતુલિત થઈને ઢળી પડ્યા હતા. નશો કરનારા લોકોની હાલત પણ દયનીય થઈ ગઈ છે. હવે જુલાઈ પૃથ્વી પર સૌથી વધુ ગરમ મહિનો તરફ બનવા અગ્રેસર છે.
    હાલમાં એવા ૧૫૦ જેટલા દર્દીઓની પણ સારવાર ચાલી રહી છે જેમને હોસ્પિટલમાં ખસેડાયા નથી. મેરિકોપા કાઉન્ટીમાં ૧૮ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. તેમના મોત ગરમીને કારણે થયા હોવાની પુષ્ટી થઈ છે. જ્યારે ૬૯ મૃત્યુના કેસની હજુ તપાસ ચાલી રહી છે.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      ભારત પર 100% અમેરિકી ટેરિફનું જોખમ? ટ્રમ્પના નિર્ણય પર દુનિયાની નજર, ભારત-અમેરિકા સંબંધોની કસોટી

      October 16, 2026

      ટ્રમ્પ ભારત પર 100% ટેરિફ લગાવશે? અમેરિકાના નિર્ણયથી ભારતીય વેપાર અને નોકરીઓ પર સંકટ!

      October 16, 2026

      વૈશ્વિક ઓઈલ સંકટ અને વધતી કિંમતો પાછળના અસલી કારણો: ટ્રમ્પનો દાવો

      October 6, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.