જય ભાનુશાળી અને માહી વિજ તેમના કેરટેકરના બાળકો- ખુશી અને રાજવીરના પાલક માતા-પિતા છે, પરંતુ તેઓ ૨૦૧૯માં આઈવીએફથી તારાના જૈવિક પેરેન્ટ્સ બન્યા હતા. યૂટ્યૂબ પર ચેનલ ધરાવતી એક્ટ્રેસે હાલમાં તેની આઈવીએફ જર્ની વિશે વાત કરી હતી અને તે જુડવા બાળકો સાથે પ્રેગ્નેન્ટ હતી તેવો ખુલાસો પણ કર્યો હતો. તેણે કહ્યું હતું કે ‘જ્યારે હું ૩૪ વર્ષની હતી ત્યારે આઈએફની ત્રણ સાયકલ મેં કરી હતી, જેનું કોઈ પરિણામ મળ્યું નહોતું. તે સમયે મેં ઘરે મારે બ્રેકની જરૂર હોવાનું કહ્યું હતું. કારણ કે બેક-ટુ-બેક બધુ થઈ રહ્યું હતું અને રિઝલ્ટ મળી રહ્યું નહોતું. તે સમયે મને એટલી બધી માહિતી નહોતી. અમે માત્ર…
Author: Shukhabar Desk
ફિલ્મ અભિનેતા સની દેઓલ અને અભિનેત્રી અમીષા પટેલની ફિલ્મ ગદર એક પ્રેમ કથા વર્ષ ૨૦૦૧માં રિલીઝ થઈ હતી. તે સમયે આ ફિલ્મે બોક્સઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. જાેકે, હવે આજે ૨૨ વર્ષ બાદ આ ફિલ્મનો બીજાે ભાગ એટલે કે ગદર ૨ સિનેમાઘરોમાં ફરી આવી રહી છે. એટલે કે, દર્શકોને ફરી એક વાર તારા સિંહ અને સકીનાની લવ સ્ટોરી જાેવા મળશે. ત્યારે આજે ગદર ૨નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મના ટ્રેલરની ચાહકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા. આ ફિલ્મમાં ઉત્કર્ષ શર્મા, જે ‘ગદર’માં સની દેઓલ સાથે તેના પુત્ર તરીકે જાેવા મળ્યો હતો. તે પણ આ ફિલ્મમાં છે અને…
કુછ દિન તો ગુજારિયે ગુજરાત મેં’ આ શબ્દો સાંભળતા જ આપણા ચહેરા સમક્ષ બોલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચનનો ચહેરો સામે આવી જાય છે. ‘ખુશ્બુ ગુજરાત કી’ નામની જાહેરાત હેઠળ અમિતાભ બચ્ચન ગુજરાતના પ્રવાસન સ્થળોને વેગ આપવા કામ કરી ચૂક્યા છે. હવે ફરી એકવાર બોલીવુડ શહેનશાહ અમિતાભ બચ્ચન ફરી ગુજરાતના પ્રવાસન સ્થળોની જાહેરાત કરશે. ગુજરાત પ્રવાસન સ્થળો માટે અમિતાભ બચ્ચન નવું અભિયાન શરૂ કરશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના રાજ્યના ૧૨ જેટલા નવા સ્થળોનો સમાવેશ કરાશે. અમિતાભ બચ્ચનને ફરી મેદાનમાં ઉતારવા સરકારે મન બનાવ્યું છે. દેશ-વિદેશના પ્રવાસીઓને ગુજરાત તરફ આકર્ષવા ફરી મેદાનમાં આવશે બીગ બી. તમને જણાવી દઈએ કે, આ અગાઉ પણ અમિતાભ…
વડોદરાનાં સાવલીમાં વિધવા બહેનનાં દસ્તાવેજાે સાથે ચેડા કરવા મામલે વિધવા બહેનો દ્વારા આ મામલે ધારાસભ્ય કેતન ઈનામદારને રજૂઆત કરી હતી. ત્યારે ધારાસભ્ય દ્વારા આ સમગ્ર મામલે મુખ્યમંત્રીની રજૂઆત કરતા મુખ્યમંત્રી દ્વારા સમગ્ર મામલે તપાસનાં આદેશ આપ્યા છે. દસ્તાવેજાે સાથે ચેડા કરી જમીન પચાવી પાડવાનું કૌભાંડ સામે આવ્યું હતું. જે મામલે વિધવા બહેનો દ્વારા આ મામલે ધારાસભ્ય કેતન ઈનામદારને રજૂઆત કરી હતી. ત્યારે ધારાસભ્ય કેતન ઈનામદારે આ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરતા મુખ્યમંત્રી દ્વારા આ બાબતે વડોદરા જીલ્લા કલેક્ટરને તપાસનાં આદેશ આપ્યા છે. સાવલીનાં ધારાસભ્ય કેતન ઈનામદાર દ્વારા રેવન્યું અધિકારીઓની મિલીભગતથી મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. સમગ્ર જમીન કૌભાંડ મામલે ધારાસભ્ય કેતન…
રાજકોટ શહેરમાં એક યુવકના સ્ટેટસને લઈને ચકચાર મચી છે. યુવકના સોશિયલ મીડિયા સ્ટેટસને લઈને પોલીસ દોડતી થઈ છે તો બીજી તરફ પરિવારમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. હકિકતમાં રાજકોટમાં એક યુવકે, ‘આજી ડેમમાં મરવા જાવ છું’ એવું સ્ટેટસ મુક્યું હતું અને હવે આ યુવક સ્ટેટસ મુક્યા બાદ ગુમ થઈ ગચો છે. તેમણે એમ પણ લખ્યું કે, “છેલ્લા રામ રામ, આજીડેમમાંથી મારી લાશ મળશે, પોલીસ સાહેબ કોઈને હેરાન ન કરતા”. આમ યુવકે મોબાઈલમાં ૩ સ્ટેટસ મુકી ઘરેથી ગુમ થઈ ગયો છે. સોરી મમ્મી મને માફ કરી દે જે હું દુનિયા છોડીને જાન છું મારા ગયા પછી ચિંતા નો કરતી તારું ધ્યાન…
દેશભરમાં સતત પડી રહેલા વરસાદે શાકભાજી અને ફ્રૂટના ભાવમાં આસમાની વધારો કરી દીધો છે. મોંઘવારીના ભયાનક ઓવરડોઝથી આમ જનતા રીતસર ત્રાહિમામ્ પોકારી ગઈ છે. ટામેટા અને શાકભાજીના ભાવમાં ધરખમ વધારો થતા ગૃહિણીઓને રોજ શું બનાવું તેની ચિંતા વધી છે. ટામેટાના ભાવને લઈને પૂછવામાં આવેલા સવાલનો રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ચોંકાવનારો જવાબ આપ્યો છે. સરકારના પ્રવક્તા મંત્રીને પ્રેસ કોન્ફરન્સમાં ટામેટાના વધતા ભાવને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં તેઓએ જણાવ્યું કે આમ તો જાેવા જઈએ તો ટામેટા એકમાત્ર ખાવાની ચીજ નથી. પરંતુ ટામેટા, બટાકા, શાકભાજી આ તમામે તમામ વસ્તુઓ જે જીવન જરૂરિયાત અને સવારના કોઈપણ ગૃહિણીને જરૂર પડે…
તાજેતરના ભેજવાળા વાતાવરણના કારણે શહેરમાં ઠેર-ઠેર કન્જક્ટિવાઇટિસના કેસ જાેવા મળી રહ્યા છે. અમદાવાદમાં નાનાથી લઈને મોટા સુધીના લોકો આ રોગનો ભોગ બની રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં જ છેલ્લા ૨૪ કલાકમાં કન્જક્ટિવાઇટિસના ૨૬૩ કેસ નોંધાયા છે. ખાનગી શાળાઓમાં તો આ કેસના મામલે વિદ્યાર્થીને તરત જ ઘેર મોકલી દેવાય છે અને હવે મ્યુનિસિપલ શાળાઓમાં પણ આ રોગે ફેલાવો કર્યો હોઈ તંત્ર પણ સાવધ બન્યું છે. અમદાવાદમાં સતત ભેજયુક્ત વાતાવરણના કારણે આંખના રોગ કન્જક્ટિવાઇટિસના કેસમાં મોટો ઉછાળો જાેવા મળ્યો છે. સરકારી દવાખાના અને ખાનગી દવાખાનામાં લોકો આંખોની તકલીફની ફરિયાદો લઈને આવી રહ્યા છે. વિવિધ હોસ્પિટલની ઓપીડીમાં દર દસમાંથી સાતથી આઠ કેસ કન્જક્ટિવાઇટિસ એટલે…
૨૦ જુલાઈની એ ગોઝારી રાતે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેને લઇને રાજ્ય આખું હચમચી ગયું હતું. કાળ બનીને આવેલી જેગુઆર કારે એકી સાથે ૧૦ થી વધુ લોકોને અડફેટે લેતા માર્ગ મરણચીસોથી ગુંજયો હતો. તથ્ય પટેલ નામના એ નબીરાના પાપે ૯ લોકોને ઘટનાસ્થળે જ કાળ આંબી જતા કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. તો અન્ય એકે સારવાર દરમિયાન આખરી શ્વાસ ખેંચ્યા હતા. આ ઘટનાને લઇને સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ હવે પોલીસ તંત્ર જાગ્યુ છે અને નીતિ નિયમ નિવે મૂકીને ડ્રાઇવ કરનારા સામે પોલીસ રીતસરની મેદાને ઉતરી છે. અમદાવાદ પોલીસે ટ્રાફિક અંગે ૨૪…
ભારતીય અમેરિકીઓ અને તેમના સહયોગીઓએ મણિપુરમાં ચાલી રહેલી જાતિય હિંસાને વખોડતાં વીકેન્ડ પર અમેરિકી પ્રાંત કેલિફોર્નિયા, ન્યૂજર્સી અને મેસાચ્યુસેટ્સમાં દેખાવો કર્યા હતા. ઉલ્લેખનીય છે કે મણિપુરમાં અત્યાર સુધીમાં સેંકડો લોકો માર્યા ગયા છે અને હજારોની સંખ્યામાં લોકો વિસ્થાપિત થયા છે. તાજેતરમાં મહિલાઓની નગ્ન પરેડના વીડિયો અને સામૂહિક દુષ્કર્મની ઘટનાએ ભારત સહિત વિશ્વભરમાં રોષ પેદા કર્યો હતો. તેના વિરોધમાં જ આ દેખાવો કરવામાં આવ્યા હતા. કેલિફોર્નિયામાં ભારતીય અમેરિકી તથા સહયોગી નોર્થ અમેરિકન મણિપુર ટ્રાઈબલ એસોસિએશન (એનએએમટીએ), ઈન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ (આઈએએમસી) અને આંબેડકર કિંગ સ્ટડી સર્કલ સહિત અનેક સમૂહો દ્વારા આયોજિત દેખાવો માટે ઓકલેન્ડ સિટી હોલ ખાતે એકઠાં થયા હતા. એનએએમટીએના…
દુનિયાની ૫૦% વસતી પર ડેન્ગ્યૂનું જાેખમ તોળાઈ રહ્યું છે એટલે કે લગભગ ૪ અબજ લોકો એવી જગ્યાઓ પર રહે છે જ્યાં ડેન્ગ્યૂની બીમારી સરળતાથી ફેલાઈ શકે છે. દર વર્ષે ૪૦ કરોડ લોકો તેનાથી સંક્રમિત થાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ)એ ગત અઠવાડિયે જ આ મામલે ચેતવણી જાહેર કરી હતી. ડબલ્યુએચઓના જણાવ્યાનુસાર દુનિયાભરમાં ડેન્ગ્યૂથી આશરે ૧૨૯ દેશો પ્રભાવિત થશે. ડબલ્યુએચઓના વૈશ્વિક કાર્યક્રમના પ્રમુખ ડૉ. રમન વેલાયુધને કહ્યું કે ડેન્ગ્યૂના કેસ સતત વધી રહ્યા છે. ૨૦૦૦ની સાલમાં દુનિયાભરમાં ૫ લાખ કેસ સામે આવ્યા હતા. જાેકે ૨૦૨૨માં તે વધીને ૪૨ લાખને વટાવી ગયા છે એટલે કે ડેન્ગ્યૂના કેસમાં ૮ ગણો વધારો નોંધાયો છે.…