જય ભાનુશાળી અને માહી વિજ તેમના કેરટેકરના બાળકો- ખુશી અને રાજવીરના પાલક માતા-પિતા છે, પરંતુ તેઓ ૨૦૧૯માં આઈવીએફથી તારાના જૈવિક પેરેન્ટ્સ બન્યા હતા. યૂટ્યૂબ પર ચેનલ ધરાવતી એક્ટ્રેસે હાલમાં તેની આઈવીએફ જર્ની વિશે વાત કરી હતી અને તે જુડવા બાળકો સાથે પ્રેગ્નેન્ટ હતી તેવો ખુલાસો પણ કર્યો હતો. તેણે કહ્યું હતું કે ‘જ્યારે હું ૩૪ વર્ષની હતી ત્યારે આઈએફની ત્રણ સાયકલ મેં કરી હતી, જેનું કોઈ પરિણામ મળ્યું નહોતું. તે સમયે મેં ઘરે મારે બ્રેકની જરૂર હોવાનું કહ્યું હતું. કારણ કે બેક-ટુ-બેક બધુ થઈ રહ્યું હતું અને રિઝલ્ટ મળી રહ્યું નહોતું. તે સમયે મને એટલી બધી માહિતી નહોતી. અમે માત્ર ડોક્ટર્સ પર ર્નિભર હતા. ડોક્ટર દયાળુ હતા. તેમણે મને બીજા ડોક્ટરની સારવાર લેવાની સલાહ આપી હતી. તેથી, મેં ડોક્ટર બદલ્યા હતા. પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી હતી જ્યારે હું ૩૬ વર્ષની હતી. નવા ડોક્ટરે મારી મેડિકલ હિસ્ટ્રી જાેઈ હતી અને કેમ સફળતા નથી મળી રહી તે માટે એન્ડોસ્કોપી કરાવી હતી. તેઓ મારી સાથે ઉતાવળમાં નહોતા. તમારી પાસે ૮ મીમીની મજબૂત ગર્ભાશયની લાઈન હોય તે જરૂરી છે,
નબળી લાઈન બાળકને ઉઠાવી શકતી નથી. તેણે ઉમેર્યું હતું કે ‘ડોક્ટરની સલાહ પર ફરીથી સાયકલ શરૂ કરવામાં આવી હતી અને તે સમયે તારા સાથે સફળ રહી હતી. હું ગુરુદ્વારા ગઈ હતી અને બધુ વાહેગુરુ પર છોડી દીધું હતું. મને થોડો તાવ હતો અને ડોક્ટરે મને ઈચ્છું તો તારીખ બદલી શકું છું તેમ કહ્યું હતું. તેમણે મને આરામ કરવાની સલાહ આપી હતી. ૨૦ દિવસ બાદ હું ચેક-અપ માટે ગઈ ત્યારે આ વખતે થઈ જ જશે તેમ લાગતું હતું. મેં મારી જય નહીં પરંતુ મારી ફ્રેન્ડના મેઈલથી રિપોર્ટ્સ મગાવ્યા હતા. પરંતુ મારી ફ્રેન્ડ સમજી શકી નહોતી અને તેણે તે જયને મોકલી દીધા હતા. જયે મને કહ્યું હતું કે, હું ટિ્વન્સ સાથે પ્રેગ્નેન્ટ છું. હું રડવા લાગી હતી. મેં આ વિશે અમારા માતા-પિતા અને ખાસ મિત્રોને જાણ કરી હતી. પહેલા ટ્રાયમેસ્ટરમાં હું સંપૂર્ણ બેડ રેસ્ટ પર હતી. હું માત્ર સોનોગ્રાફી માટે જતી હતી અને નર્સ મને ઈન્જેક્શન આપવા ઘરે આવતી હતી. હું શાંત થઈ ગઈ હતી અને કોઈ સામાજિક જીવનમાં નહોતી. માહી વિજે આગળ જણાવ્યું હતું કે, પાંચમા મહિને બાળકોના ઓર્ગન ડેવલપ થતાં હોવાથી તે સમયે સ્કેન કરાવવું જરૂરી હોય છે. તે સમયે તમારું બાળક હેલ્ધી છે કે કેમ તેની જાણ થાય છે. બાદમાં જય અને તેણે પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. તેણે કહ્યું હતું કે ‘આઈવીએફમાં ઘણા બાળકની શક્યતા રહે છે. અમારી તારા છ હતી અને બીજું બાળક છ હતું. તે બાળક જીવી શક્યું નહીં. ડોક્ટરોએ કહ્યું હતું કે, તે જતું રહ્યું છે, ઘણીવાર તે છ બાળકને પણ સાથે લઈ જાય છે.
પરંતુ અમારા નસીબમાં એક બાળક હતું’. માહી વિજે ફોલોઅર્સે પૂછેલા કેટલાક સવાલના જવાબ પણ આપ્યા હતા. તેમાંથી એકે તેને સરોગસી અથવા દત્તકના બદલે આઈવીએફ કેમ પસંદ કર્યું તેમ પૂછ્યું હતું. જેના જવાબમાં તેણે કહ્યું હતું કે ‘સરોગસી અમારા મગજમાં હતી. પહેલા ડોક્ટરે મને કહ્યું હતું કે ‘હું કેમ મારા શરીરને બગાડી રહી છું?’ મને થોડું વિચિત્ર લાગ્યું હતું. પરંતુ હું મારી રીતે કરવા માગતી હતી. જાે અમે છેલ્લી વખત નિષ્ફળ ગયા હોત તો ચોક્કસથી સરોગસી અપનાવી હોત’. આ સાથે તેણે આઈવીએફ દરમિયાન ડ્રિંકિંગ, સ્મોકિંગ અને નોન-વેજ ફૂડથી દૂર રહેવાની સલાહ આપતાં કહ્યું હતું કે ‘ઘરનું બનેલું જ ખાવું જાેઈએ. જેટલું ઓછું તમે એસિડિક અનુભવશો કન્સીવ કરવાના ચાન્સ એટલા વધી જશે. હું આવાકાડો, પાલક અને ઘરે બનેલું ભોજન લેતી હતી. આઈવીએફ દરમિયાન હું હેલ્થ પ્રત્યે સજાગ બની ગઈ હતી’.