Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»આ વખતે કોને બચાવવા પાકિસ્તાન જશે તારા સિંહ? અભિનેતા સની દેઓલની ગદર ૨નું ટ્રેલર રિલીઝ
    Entertainment

    આ વખતે કોને બચાવવા પાકિસ્તાન જશે તારા સિંહ? અભિનેતા સની દેઓલની ગદર ૨નું ટ્રેલર રિલીઝ

    Shukhabar DeskBy Shukhabar DeskJuly 27, 2023No Comments3 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ફિલ્મ અભિનેતા સની દેઓલ અને અભિનેત્રી અમીષા પટેલની ફિલ્મ ગદર એક પ્રેમ કથા વર્ષ ૨૦૦૧માં રિલીઝ થઈ હતી. તે સમયે આ ફિલ્મે બોક્સઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. જાેકે, હવે આજે ૨૨ વર્ષ બાદ આ ફિલ્મનો બીજાે ભાગ એટલે કે ગદર ૨ સિનેમાઘરોમાં ફરી આવી રહી છે. એટલે કે, દર્શકોને ફરી એક વાર તારા સિંહ અને સકીનાની લવ સ્ટોરી જાેવા મળશે. ત્યારે આજે ગદર ૨નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મના ટ્રેલરની ચાહકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા. આ ફિલ્મમાં ઉત્કર્ષ શર્મા, જે ‘ગદર’માં સની દેઓલ સાથે તેના પુત્ર તરીકે જાેવા મળ્યો હતો. તે પણ આ ફિલ્મમાં છે અને તે મુખ્ય ભૂમિકામાં જાેવા મળે છે. આ ફિલ્મની સ્ટોરીથી લઈને તેના ડાયલોગ્સ ધમાલ મચાવશે તેવું લાગી રહ્યું છે. ૩ મિનિટ ૨ સેકન્ડનું ‘ગદર ૨’નું ટ્રેલર જાેરદાર લાગી રહ્યું છે. ટ્રેલરની શરૂઆતમાં ‘ગદર ૨’માં ફરી એકવાર ભારતની સરહદ પાર પાકિસ્તાનમાં નારા ગુંજી રહ્યા છે. પાકિસ્તાનીઓ નારા લગાવી રહ્યા છે કે, હવે પછીના જુમ્મી દિલ્હીમાં. તો આ તરફ ભારતમાં અધિકારીઓ કહેતા જાેવા મળે છે કે, યુદ્ધની સંભાવના છે. તારા સિંહ હું યુદ્ધની તૈયારી કરવા માગું છું. જ્યારે તારા સિંહ કહે છે કે, તમે તારા સિંહને ઓળખતા નથી, તમારા દુશ્મનોને પૂછો કે તારા સિંહ કોણ છે.

    જાેકે, હવે આખી વાર્તા ૨૨ વર્ષ પછીની છે. ત્યારે સકીના તારાને ૩ મિનિટ ૨ સેકન્ડનું ‘ગદર ૨’નું ટ્રેલર પાવર બતાવી રહ્યું છે. આ વખતે વાર્તા તારા સિંહ અને સકીનાના પૂત્ર ચરણજિત (જીતે) સાથે આગળ વધી છે, જેને જાેઈને પાકિસ્તાની સૈન્ય કહે છે કે, તે યોગ્ય સમયે આવ્યો છે. આજે તમારા હૃદયમાં ઠંડક આવી જશે. તમારા પિતાને આ રીતે દુઃખ થતું હશે. તેઓ ચોક્કસ તમને બચાવવા આવશે. આ વખતે તારા સિંહ પોતાના પુત્ર જીતે માટે પાકિસ્તાન પહોંચે છે. પાકિસ્તાની ઑફિસરે ચરણજિતને પૂછ્યું કે, તારી છેલ્લી ઈચ્છા? તે કહે છે, જાે તમે નમાઝ અદા કરવા જાવ છો તો અલ્લાહ પાસે તમારા માટે દુઆ માગજાે કે, મારા પિતા અહીં ન આવે. કારણ કે, જાે તેઓ અહીં આવશે તો તારા એટલા ટુકડા કરશે કે તારું આખું પાકિસ્તાન ગણી શકશે નહીં. તારા સિંહ પાકિસ્તાન પહોંચે છે અને કહે છે કે, જાે અહીંના લોકોને બીજી વખત હિન્દુસ્તાનમાં વસવાની તક મળે તો અડધું પાકિસ્તાન ખાલી થઈ જશે. વાટકો લઈને ફરવું પડશે, ભીખ પણ નહીં મળે. ટ્રેલરનો છેલ્લો સીન જાેરદાર છે, જ્યાં સની દેઓલની સામે હેડપંપ જાેવા મળે છે.

    સની દેઓલ અને અમીષા પટેલ એટલે કે, તારા સિંહ અને સકીનાની આઈકોનિક લવ સ્ટોરી ફરી એક વાર મોટા પડદા પર જાેવા મળશે. હવે ૨૨ વર્ષ પછી એ જ ફર્ક ‘ગદર ૨’માં પણ જાેવા મળે છે. ફિલ્મનું ટ્રેલર આજે ૨૬ જૂલાઈએ રિલીઝ કરવામાં આવ્યું છે, જેને લોકો ખૂબ પસંદ પણ કરી રહ્યા છે. લોકો કહે છે કે, તે જ લાગણીઓ અને તે જ વાઈબ્સ. જાેકે, ફિલ્મ ગદર ૨ના ટ્રેલર રિલીઝ માટે ગ્રાન્ડ ઇવેન્ટ રાખવામાં આવી હતી. બીજી તરફ આ પહેલા આ ફિલ્મના ગીત ‘ઉડ જા કાલે કાવા’ અને ‘મેં નિકલા ગડ્ડી લેકે’ રિલીઝ કરવામાં આવ્યું હતું, જે ગદર ૨નું છે અને આ ગીતને ઘણું પસંદ કરવામાં આવ્યું હતું. અગાઉ આ ફિલ્મનું ટ્રેલર ૨૫ જુલાઈએ રિલીઝ થવાનું હતું. ચર્ચા એવી પણ હતી કે, અમીષા પટેલ આ ટ્રેલર ઈવેન્ટનો ભાગ નહીં હોય. રિપોર્ટ્‌સ અનુસાર, ફિલ્મની એક્ટ્રેસ સિમરત કૌરને લઈને ચાલી રહેલા વિવાદના કારણે એવું કહેવામાં આવી રહ્યું હતું કે, અમીષા આ ઇવેન્ટનો ભાગ નહીં બને.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.