તાજેતરમાં ખેડૂતોને ગત વર્ષ ૨૦૧૯ના પાક વીમા મળી રહ્યા છે. જેમાં વીમા કંપનીએ રાજ્ય સરકારની સબસીડી ચૂકવણી પછી વધારાનો દાવો ચૂકવવામાં આવશે તેવી વિગતો જણાવતા ખેડૂતો અસમંજસમાં મૂકાયા છે. આ બાબતે ગુજરાત કિસાન કોંગ્રેસનાં ચેરમેન પાલભાઈ આંબલિયાએ રાજયના કૃષિ મંત્રીને પત્ર પાઠવી તાકીદે સ્પષ્ટતા કરવા જણાવ્યું છે. ગુજરાત કિસાન કોગ્રેસના ચેરમેન પાલ આંબલીયા દ્વારા પત્રકાર પરીષદમાં માહિતી આપતા જણાવ્યુ હતુ કે, છેલ્લા એક સપ્તાહથી ગુજરાતનાં અલગ-અલગ જિલ્લા/તાલુકાઓને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાનો ૨૦૧૯ વીમાનો દાવો ૯૨૯૧.૫૦ તમારા ખાતામાં જમા મોકલવામાં આવ્યા છે. રાજય સરકાર દ્વારા બાકી સબસીડી ચુકવાની પછી રૂપિયા .૯૨૯૧.૫૦નો વધારાનો દાવો ચૂકવવામાં આવશે તેવા મેસેજ ખેડૂતોને આવી રહ્યા છે.…
Author: Shukhabar Desk
GPMC એક્ટની જાેગવાઈ અનુસાર બી.યુ. પરમિશન તારીખથી મિલકતની ટેક્ષની આકારણી કરવાની થાય છે. હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે-તે ઝોનના એસ્ટેટ ખાતા દ્વારા નવી મિલકતને બી.યુ પરમિશન આપવામાં આવે છે. બી.યુ.પરમિશન આપવામાં આવેલી મિલકતની બી.યુ. પરમિશનની નકલ પ્રોપર્ટી ટેક્ષ ખાતાના જે-તે ઝોનમાં મોકલવામાં આવે છે. તેને આધારે પ્રોપર્ટી ટેક્ષના વોર્ડ ઈન્સ્પેક્ટર બી.યુ પરમિશન મળેલી હોય તેવી મિલકતની સ્થળ જઈને માપણી કરે છે અને માલિકી અંગેના પુરાવાઓ મેળવી મિલકતની ટેક્ષની આકારણી કરે છે. તે રીતે જે-તે નવી મિલકતની આકારણી કરવામાં આવે છે. અત્યાર સુધી ઉપરોક્ત કામગીરીમાં એસ્ટેટ ખાતા દ્વારા માહિતી મોકલવામાં વિલંબ થાય તેમ જ ટેક્ષ ડિપાર્ટમેન્ટના વોર્ડ ઈન્સ્પેક્ટર દ્વારા આકારણી કરવામાં…
બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા અને અંબાજી વિસ્તારમાં પણ છેલ્લા કેટલાક દિવસ દરમિયાન વરસાદ ધોધમાર વરસ્યો છે. જેને લઈ સ્થાનિક નદીઓમાં પણ પાણીની આવક થઈ છે. દાંતા અને અંબાજી વિસ્તારમાંથી પસાર થતી નદીઓમાં પાણીની નવી આવક થઈ છે. રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદને લઈ સ્થાનિક નદીઓમાં પાણીની આવક થઈ રહી છે.દાંતા તાલુકાના બોરડીયાળા વિસ્તારમાં આવેલી સ્થાનિક નદીમાં પાણી વહેતુ હોવાને લઈ સ્થાનિક રસ્તા પરથી પસાર થવાને લઈ મુશ્કેલી સર્જાઈ છે. ગામના લોકોએ દોરડાને સહારે નદી ઓળંગીને પસાર કરવી પડતી હોય છે. જીવના જાેખમે સ્થાનિકોએ પસાર થવુ પડતુ હોય છે. નદી પર કોઝ-વે કે…
વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ નહિ હોવાનું હવામાન વિભાગે જણાવ્યુ છે. સાથે જ હવામાન વિભાગે માહિતી આપી છે આગામી ૫ દિવસ ગુજરાતમાં છુટો છવાયો વરસાદ રહી શકે છે. સાથે જ ૨૪ કલાક હળવોથી મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે. ગુજરાતમાં આવતીકાલથી વરસાદ નહિવત અને છુટોછવાયો રહેશે. તો અમદાવાદમાં હળવો વરસાદ રહી શકે છે. ૭ દિવસ રાજયમાં ભારે વરસાદની કોઈ સંભાવના દર્શાવવામાં આવી નથી. આગામી ૫ દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદની જ આગાહી છે. જાે કે દરિયાકાંઠા વિસ્તારોમાં પવનની ગતિ વધારે રહેવાની સંભાવનાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.…
હાલ રાજકોટ અને સૌરાષ્ટ્રમાં વરસાદે તો વિરામ લીધો છે પરંતુ તે બાદ જાે કોઈ મોટી સમસ્યા હોય તો એ છે બિસ્માર રસ્તાઓ. રાજ્યના લગભગ તમામ મહાનગરોમાં આ સમસ્યાથી વાહન ચાલકો પરેશાન છે. રાજકોટ શહેરમાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજય છે તો બીજી તરફ નેશનલ હાઇવે પર પણ ખૂબ જ બિસ્માર રસ્તાઓ જાેવા મળી રહ્યા છે. રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર પારડી ગામથી લઈને શાપર સુધી રસ્તાઓ પર ઠેર ઠેર મસમોટા ખાડાઓ પડી ગયા છે. જેને લઇને સ્થાનિક લોકો અને વાહનચાલકો ખૂબ જ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. પારડી ગામ બાદ શાપર ખાતે મોટો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલો છે. જેથી રાજકોટથી શાપર મોટી સંખ્યામાં…
અમદાવાદ શહેરમાં બોગસ ખેડૂત બનીને છેતરપિંડી આચરવાની ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરની કિંમતી જમીન પર ઠગ મંડળીઓ દ્વારા ડોળો રાખીને છેતરપિંડી આચરવામાં આવતી હોય છે. આવી જ રીતે અમદાવાદ શહેર નજીકના ત્રાગડ ગામના ખેડૂતની સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. અસલી ખેડૂતોના નકલી ડોક્યુમેન્ટ તૈયાર કરીને તેના દ્વારા ખોટા ખેડૂતોએ બારોબાર જ જમીન વેચવાના બહાને ૪ કરોડ રુપિયાની છેતરપિંડી આચરી હતી. ઘટના અંગે હવે સોલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવી છે અને તેમને ધરપકડ કરીને તપાસ શરુ કરવામાં આવી છે.બોગસ ખેડૂતોએ જમીન વેચવા માટે કારસો રચ્યો હતો અને એક ખરીદનારને જમીન પધરાવવા માટે થઈને ખાનગી હોટલમાં સોદો કરવામાં આવ્યો હતો.…
મારવાડી કોલેજ ગાંજા કેસમાં પોલીસે ગુનો નોંધતા કોલેજમાં ચાલતા કાળા કારનામાનો પર્દાફાશ થયો છે. એપ્રિલ માસમાં ગાંજાે મળવાના કેસમાં અંતે ફરિયાદ નોંધાઇ છે. જાે કે આ કેસમાં પોલીસની કામગીરી સવાલોના ઘેરામાં છે. પોલીસે મારવાડી યુનિવર્સિટીમાંથી મળેલા ગાંજાનો છોડ મામલે કોઇ વ્યક્તિ નહિ પરંતુ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે તો પોલીસ કોને બચાવવા માંગે છે તે મોટો સવાલ છે. આ તરફ એનડીપીએસનો મામલો હોવાથી આ ઘટનાની તપાસ એસઓજીને સોંપવામાં આવી છે. રાજકોટ સાયબર ક્રાઇમના એસીપી વિશાલ રબારીનું કહેવું છે કે, એફએસએલના રિપોર્ટ બાદ હવે હોસ્ટેલની નજીક ગાંજાે કઇ રીતે આવ્યો તેની તપાસ હાથ ધરાશે. આ ઘટનામાં બગીચાના માળી, તે વિંગમાં…
રાજ્યના લો એન્ડ ઓર્ડર તરીકે બદલી પામેલ IPS શમશેર સિંઘની વડોદરા પોલીસ કમિશ્નર પદેથી થયેલી બદલી બાદ વડોદરાની ખાનગી હોટેલ ખાતે યોજાયેલ વિદાય સમારંભમાં પ્રવચન આપતા જણાવ્યું હતું કે પોલીસનું દરેક કામ સમાજ માટે છે, પોલીસનું નાનું કામ પણ સમાજ માટે ઘણું મોટું હોય છે. તાજેતરમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ૭૦ IPS ઓફિસરોની બદલી કરવામાં આવી તેમાં ૧૯૯૧ બેચના IPS વડોદરાના પોલીસ કમિશ્નર શમશેર સિંઘની પણ બદલી કરવામાં આવી છે. કડક અને શિસ્તબદ્ધ અધિકારીની છાપ ધરાવતા IPS શમશેર સિંઘ હવે રાજ્યની કાયદો વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાની જવાબદારી નિભાવશે. ગુજરાતના લો એન્ડ ઓર્ડર DG તરીકે તેઓની નિમણૂક કરવામાં આવી છે. વર્ષો…
અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશ્નર જીએસ મલિકે ચાર્જ સંભાળ્યો છે. કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના ADG (APS) તરીકેની ફરજનો ચાર્જ ગત શુક્રવારે છોડ્યો હતો. ત્યાર બાદ તેઓ સોમવારે અમદાવાદ પહોંચ્યા હતા અને પોલીસ કમિશ્નર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. અમદાવાદ પોલીસ કમિશ્નરની કચેરીએ જીએસ મલિકે પહોંચીને ચાર્જ વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. નવા પોલીસ કમિશ્નર કચેરી ખાતે હાજર થતા તેમને ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માન કરવામાં આવ્યુ હતુ.નવા કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલિક ૪, જાન્યુઆરી ૧૯૯૪ માં ઈન્ડિયન પોલીસ સર્વિસમાં જાેડાયા હતા. મલિકે ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને નર્મદા સહિતના જિલ્લાઓમાં અગાઉ ફરજ બજાવી હતી. તેઓ લાંબા સમયથી કેન્દ્રમાં ડેપ્યુટેશન પર હતા અને રાજ્ય સરકારે…
હવે પ્રીપેડ ઇલેક્ટ્રિક મીટર ટૂંક સમયમાં રાજ્યભરના ઘરોમાં વાસ્તવિકતા બની જશે અને આ સાથે જ ગુજરાત સ્માર્ટ મીટર ધરાવતું દેશનું છઠ્ઠું રાજ્ય બનશે. અહેવાલ અનુસાર રાજ્ય સરકારે ૬૦ લાખ સ્માર્ટ મીટરનો ઓર્ડર આપ્યો છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પ્રથમ તબક્કામાં આ મીટર ગાંધીનગરની સરકારી કચેરીઓ અને રાજ્યભરની અન્ય સરકારી કચેરીઓમાં લગાવવામાં આવશે. આનાથી મીટરની કાર્યક્ષમતા ચકાસવામાં મદદ મળશે જે પછી ખાનગી મિલકતોમાં ઇન્સ્ટોલ કરવામાં આવશે. એકવાર આ મીટરનું કામકાજ યોગ્ય જણાય તો તેને ઘરેલુ ગ્રાહકો માટે સ્થાપિત કરવામાં આવશે. ઇન્સ્ટોલેશન તબક્કાવાર હાથ ધરવામાં આવશે. શરૂઆતમાં મોટા શહેરોમાં મીટર લગાવવામાં આવશે. સ્માર્ટ મીટર વેબ-આધારિત મોનિટરિંગ સિસ્ટમ દ્વારા જાેડાયેલા છે જે…