બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા અને અંબાજી વિસ્તારમાં પણ છેલ્લા કેટલાક દિવસ દરમિયાન વરસાદ ધોધમાર વરસ્યો છે. જેને લઈ સ્થાનિક નદીઓમાં પણ પાણીની આવક થઈ છે. દાંતા અને અંબાજી વિસ્તારમાંથી પસાર થતી નદીઓમાં પાણીની નવી આવક થઈ છે.
રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં વરસાદને લઈ સ્થાનિક નદીઓમાં પાણીની આવક થઈ રહી છે.દાંતા તાલુકાના બોરડીયાળા વિસ્તારમાં આવેલી સ્થાનિક નદીમાં પાણી વહેતુ હોવાને લઈ સ્થાનિક રસ્તા પરથી પસાર થવાને લઈ મુશ્કેલી સર્જાઈ છે. ગામના લોકોએ દોરડાને સહારે નદી ઓળંગીને પસાર કરવી પડતી હોય છે. જીવના જાેખમે સ્થાનિકોએ પસાર થવુ પડતુ હોય છે. નદી પર કોઝ-વે કે યોગ્ય પુલ નહીં હોવાને લઈ સ્થાનિક લોકોને માટે હાલાકીનો સામનો કરવો પડે છે.