વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ નહિ હોવાનું હવામાન વિભાગે જણાવ્યુ છે. સાથે જ હવામાન વિભાગે માહિતી આપી છે આગામી ૫ દિવસ ગુજરાતમાં છુટો છવાયો વરસાદ રહી શકે છે. સાથે જ ૨૪ કલાક હળવોથી મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે.
ગુજરાતમાં આવતીકાલથી વરસાદ નહિવત અને છુટોછવાયો રહેશે. તો અમદાવાદમાં હળવો વરસાદ રહી શકે છે. ૭ દિવસ રાજયમાં ભારે વરસાદની કોઈ સંભાવના દર્શાવવામાં આવી નથી. આગામી ૫ દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદની જ આગાહી છે. જાે કે દરિયાકાંઠા વિસ્તારોમાં પવનની ગતિ વધારે રહેવાની સંભાવનાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. મહત્વનું છે કે રાજ્યમાં ચાલુ સીઝનમાં ૮૫ ટકા ઉપર વરસાદ વરસી ચુક્યો છે.