રાજકોટની મારવાડી બાદ હવે ગુજરાતની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડ મળી આવ્યા છે. હજુ થોડા દિવસ પહેલા જ રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાંથી મળેલા ગાંજાના છોડ મામલે હ્લજીન્નો રિપોર્ટ સામે આવ્યો છે. જેમા મળી આવેલા છોડ ગાંજાના જ હતા તે પુરવાર થયુ છે. ત્યારે વધુ એક શિક્ષાના ધામમાંથી ગાંજાના છોડ મળી આવ્યા છે.હાલ તો આ ગાંજાનો છોડ અહીં કોણ લાવ્યુ અને કોણે વાવ્યો તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે. યુનિવર્સિટીની હોસ્ટેલમાં ડી બ્લોક પાસે ગાંજાના બે છોડ જાેવા મળ્યા છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે યુનિવર્સિટીમાં ગાંજાના છોડ આવ્યા કેવી રીતે શું યુવાનોને નશાના રવાડે ચડાવવાનું કાવતરુ રચાઈ રહ્યુ…
Author: Shukhabar Desk
સુરતમાં ગુનાખોરીની ઘટનાઓ વધી છે. અવાર નવાર દારૂ ઝડપાવાના કે મારામારીના બનાવો સામે આવતા હોય છે. ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના માસમાં ગામની હદમાં ટ્રકમાંથી દારૂનો જથ્થો ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી પોલીસે આ જથ્થો ઝડપી પાડ્યો હતો.પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરતાં ટ્રક અને દારૂ મળી કુલ રૂ.૩૪.૨૮ લાખનો મુદામાલ ઝડપી પાડ્યો હતો. તો દારૂ મંગાવનાર તેમજ ટ્રક ચાલક હાજર નહી મળી આવતા પોલીસે વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી પોલીસને માહિતી મળી હતી કે સુરતના વેડ રોડ ખાતે રહેતો ચેતન ઉર્ફે હાર્દિક રમેશભાઈ પરમાર એક ટ્રકમાં વિદેશી…
સુરતમાં પ્રતીબંધિત એમડી ડ્રગ્સ સાથે ૩ ઈસમો ઝડપાયા છે. સુરતમાં ખટોદરા પોલીસ અને એલસીબી ઝોન ૪ ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ૩ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી પ્રતીબંધિત ૬૭,૬૦૦ રૂપિયાની કિમંતનું ૬.૭૬૦ ગ્રામ એમ.ડી. ડ્રગ્સ, એક ફોરવ્હીલ સહીત કુલ ૭.૯૬ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.સુરતમાં બાતમીના આધારે ખટોદરા પોલીસ અને એલસીબી ઝોન ૪ ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઉધના દરવાજા જૂની સબજેલની બાજુમાં આવેલી સરકારી વસાહત પાસેથી ફોરવ્હીલ કાર લઇ પસાર થઇ રહેલા અરબાઝ અબ્દુલ રહીમ પટેલ, રેહાન મોહમદ યાકુબ મેવાવાલા તથા મોહમદ એઝાઝ મોહમદ ઈમ્તિયાઝ શેખને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી પ્રતીબંધિત ૬૭,૬૦૦ રૂપિયાની…
ગુજરાતભરમાં રોજ લાખો લોકો એસટી બસમાં મુસાફરી કરતા હોય છે. લગભગ રોજ ૨૫ લાખ જેટલા મુસાફરો એસટી બસનો લાભ લે છે. તમે પણ એસટી બસમાં મુસાફરી જરૂર કરી હશે. એસટી બસમાં મુસાફરી કરતી વખતે કેટલીકવાર કોઈ વ્યક્તિને તમે લેપટોપ પર કામ કરતા પણ જાેયા જ હશે. ત્યારે આજે અરવલ્લી જિલ્લાના મોડાસામાંથી વિચિત્ર ઘટના સામે આવી છે. વાસ્તવમાં એસટી બસમાં લેપટોપનો ઉપયોગ કરવા બદલ મુસાફર પાસેથી ૮૮ રૂપિયા ભાડું વસુલવામાં આવતા એસટી બસના કંડક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. અંતોલી-અમદાવાદની જી્ બસમાં મોડાસાના બેંક કર્મચારીને ખરાબ અનુભવ થયો. મોડાસાથી અમદાવાદ જતી બસમાં કંડક્ટરે બેંક કર્મચારી પાસેથી બસમાં લેપટોપ વાપરવા બદલ ૮૮…
બનાસકાંઠાના દિયોદર ગામે એક કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય કેશાજી ચૌહાણની હાજરીમાં તેમના જ સમર્થકોએ એક ખેડૂત આગેવાન પર હુમલો કર્યો છે. ધારાસભ્યની હાજરીમાં ખેડૂત પર હુમલો થતાં દિયોદરમાં આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.ધારાસભ્ય કેશાજી ચૌહાણને સમસ્યાની રજૂઆત કરવા ગયેલા ખેડૂત પર સ્ન્છના સમર્થકોએ હુમલો કર્યો છે. અટલ ભૂજલ યોજના માટેનો આ કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં ધારાસભ્ય પણ ઉપસ્થિત હતા જને લઈ અમરાભાઈ નામના ખેડૂત આગેવાન સ્ન્છને કેટલીક સમસ્યાની રજૂઆત માટે ગયા હતા. જ્યાં ધારાસભ્યના સમર્થકોએ એકાએક હુમલો કર્યો હતો અને ખેડૂત આગેવાનને ઉપરા છાપરી લાફા ઝીંકતાનો વીડિયો પણ સામે આવ્યો છે. પંથકમાં લોક ચર્ચા એવી પણ છે કે, આ સમગ્ર મામલો…
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના આદેશ બાદ બીકાનેર રેંજમાં ફરી ગુનેગારો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે એક જ દિવસમાં જુદા જુદા ગુનાઓમાં ૭૬૪ ગુનેગારોને દબોચી લીધા છે. આઈજી ઓમપ્રકાશે જણાવ્યું કે, રેંજના ચારેય જિલ્લામાં ૧૫૭૫ પોલીસ અધિકારીઓ અને જવાનોની ૩૫૪ ટીમોએ ૧૪૬૨ સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ ૭૬૪ આરોપીઓની ધરપકડ કરી જેલમાં ધકેલી દેવાયા છે. તેમણે જણાવ્યું કે, ૭૬૪માંથી ૧૭૯ ગુનેગારો કાયમી વોરંટ, ઈનામી ગુનેગારો અને ધરપકડ વોરંટમાં વોન્ટેડ છે. ઉપરાંત રોમીયો સામે કાર્યવાહી દરમિયાન ૩૭૯ બદમાશોની પણ ધરપકડ કરવામાં આવી છે. આર્મ્સ એક્ટ હેઠળ કુલ ૫ ગુનેગારોને દબોચી લેવાયા છે. આ પાંચેય આરોપીઓ પાસેથી…
આઈપીએલના સ્ટાર ખેલાડી સરફરાઝ ખાને લગ્ન કરી લીધા છે. મુંબઈમાં જન્મેલા ૨૫ વર્ષીય સરફરાઝે એક કાશ્મીરી યુવતી સાથે લગ્ન કર્યા છે. સરફરાઝની દુલ્હનનું નામ રોમાના ઝહૂર છે. તેમના લગ્ન કાશ્મીરના શોફિયા જિલ્લાના પશપોરા ગામમાં થયા હતા. સરફરાઝ ખાનના લગ્નના કેટલાક વીડિયો અને ફોટો સામે આવ્યા છે. સરફરાઝ ખાન ઇન્ડિયન ડોમેસ્ટિક ક્રિકેટનો સ્ટાર ખેલાડી છે. તેણે આઈપીએલમાં પણ ધૂમ મચાવી હતી. હાલમાં તે દિલ્હી કેપિટલ્સ તરફથી રમે છે. પરંતુ કમનસીબે સારું પ્રદર્શન કરવા છતાં સરફરાઝ ભારતીય ટીમમાં સ્થાન મેળવી શક્યો ન હતો. સરફરાઝે હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ નથી કર્યું. તે ભારતીય અંડર-૧૯ ટીમ માટે ક્રિકેટ રમી ચૂક્યો છે. જ્યારે આઈપીએલમાં…
કચરાની સમસ્યા ફક્ત પૃથ્વી પર જ નહીં પરંતુ અંતરિક્ષમાં પણ વધતી જઈ રહી છે. પૃથ્વીની કક્ષામાં માનવીએ બનાવેલી અનેક કૃત્રિમ વસ્તુઓ સમય અને ઉદ્દેશ્ય પૂરો થયા બાદ જ હજુ અંતરિક્ષમાં ફરી રહી છે. નાસાએ જણાવ્યું કે આશરે ૮૪૦૦ ટન કચરો અંતરિક્ષમાં થઈ ગયો છે. જેમાં મોટાભાગે ૧૮ હજારથી લઈને ૨૮ હજાર માઈલ્સ પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની કક્ષામાં ફરે છે. જાે તેમાંથી એક પણ ઓબ્જેક્ટ પૃથ્વી પર ક્યાંક પડશે તો તે ભારે તબાહી મચાવી શકે છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે રોકેટ સ્ટેજ જે અંતરિક્ષમાં પહોંચીને સેટેલાઈટ લોન્ચ કર્યા બાદ ત્યાં જ રહી ગયા છે. રોકેટના આગળના કોન, પેલોડના કવર, બોલ્ટ્સ અને મહદઅંશે…
શુક્રવારે મુંબઈ અને દિલ્હી એરપોર્ટ પર બોમ્બ વિસ્ફોટના ધમકીભર્યા કોલ કરવા બદલ પુડુચેરીમાંથી એક યુટ્યુબરની ધરપકડ કરવામાં આવી છે. ફોન કરનારે પોતાને ફક્ત ‘પરીખ’ તરીકે ઓળખાવ્યો હતો, તેણે બપોરે ૩.૩૦થી ૯ વાગ્યાની વચ્ચે બંને એરપોર્ટને ઉડાવી દેવાની ચેતવણી આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે ફોન કરનારે દાવો કર્યો હતો કે વિસ્ફોટ દેશની લોકશાહી અને સાંપ્રદાયિક સંવાદિતાને ખલેલ પહોંચાડશે. આ કોલ શુક્રવારે બપોરે ૩.૧૯ કલાકે કરવામાં આવ્યો હતો. સહાર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ હજુ એ જાણવાનું બાકી છે કે ધરપકડ કરાયેલો યુવક જતીન પ્રજાપતિ (૧૯)એ શા માટે કોલ કર્યા હતા. ધોરણ ૧૦ પાસ આઉટ, આરોપીએ દાવો કર્યો કે…
હરિયાણાના નૂહ, મેવાત સહિત વિવિધ વિસ્તારોમાં ભડકેલી હિંસા બાદ હરિયાણા સરકારે કડકાઈ કરતાં બુલડોઝર ફેરવવાની શરૂઆત કરી હતી. સતત ચારથી પાંચ દિવસ સુધી હરિયાણા સરકારે બુલડોઝરની કાર્યવાહી કરતાં રમખાણોમાં સામેલ લોકોના મકાનો, દુકાનો, હોટેલો તોડી પાડ્યા હતા.જાેકે હવે આ મામલે ખુદ પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. હરિયાણા સરકાર દ્વારા કરવામાં આવી રહેલી બુલડોઝરની કાર્યવાહીને કારણે રમખાણકારોની સંપત્તિઓની નિશાન બનાવવામાં આવી રહી હતી. આ મામલે પંજાબ-હરિયાણા હાઈકોર્ટે જાતે જ સુઓ મોટો હાથ ધરી હતી અને પછી આ ચુકાદો આપતાં બુલડોઝરની કાર્યવાહી પર રોક લગાવી હતી. નૂહમાં છેલ્લા ચાર દિવસથી ડિમોલિશન ચાલી રહ્યું હતું. આ દરમિયાન…