બનાસકાંઠાના દિયોદર ગામે એક કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય કેશાજી ચૌહાણની હાજરીમાં તેમના જ સમર્થકોએ એક ખેડૂત આગેવાન પર હુમલો કર્યો છે. ધારાસભ્યની હાજરીમાં ખેડૂત પર હુમલો થતાં દિયોદરમાં આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.ધારાસભ્ય કેશાજી ચૌહાણને સમસ્યાની રજૂઆત કરવા ગયેલા ખેડૂત પર સ્ન્છના સમર્થકોએ હુમલો કર્યો છે. અટલ ભૂજલ યોજના માટેનો આ કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં ધારાસભ્ય પણ ઉપસ્થિત હતા જને લઈ અમરાભાઈ નામના ખેડૂત આગેવાન સ્ન્છને કેટલીક સમસ્યાની રજૂઆત માટે ગયા હતા.
જ્યાં ધારાસભ્યના સમર્થકોએ એકાએક હુમલો કર્યો હતો અને ખેડૂત આગેવાનને ઉપરા છાપરી લાફા ઝીંકતાનો વીડિયો પણ સામે આવ્યો છે. પંથકમાં લોક ચર્ચા એવી પણ છે કે, આ સમગ્ર મામલો ધારાસભ્ય કેશાજી ચૌહાણ ટગર ટગર જાેતા રહ્યાં પરંતુ તેઓ એક શબ્દ પણ ન બોલ્યા હતા. જેને લઈ ધારાસભ્ય પ્રત્ય કેટલાક લોકોમાં રોષ ભભૂક્યો છે.
વીડિયોમાં જાેઈ શકાય છે કે, એક વ્યક્તિ આવે છે અને રજૂઆત કરવા આવેલા ખેડૂતને કહે છે કે, જ્યારે સાહેબ ગામમાં મિટિગ કરે છે ત્યારે પણ તું બોલે છે અને અહીં પણ તું ઉભો થઈ બોલે છે.