ચાર દિવસની હિંસા બાદ અરાજક તત્વો ગુરુગ્રામમાં શાંતિપૂર્ણ વાતાવરણને બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. સોમવારે રાત્રે ફરી એકવખત તોફાની તત્વોએ સેક્ટર પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સીઆરપીએફ ચોક પાસે સ્થિત એક માંસની દુકાન પર પથ્થરમારો કર્યો હતો. પીડિતે પોલીસ સ્ટેશનમાં બદમાશો વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. મૂળ બિહારના બેગુસરાય જિલ્લાના રહેવાસી મોહમ્મદ જાવેદે ફરિયાદમાં જણાવ્યું હતું કે તે શીતલા કોલોની પાસે ભાડેથી રહે છે અને સીઆરપીએફ ચોક પાસે ભાડા પર માંસની દુકાન ચલાવે છે. આ ઘટનામાં મોહમ્મદ જાવેદને સામાન્ય ઈજા પણ પહોંચી છે. સોમવારે રાત્રે ૮ઃ૦૦ વાગ્યે તેઓ તેમની દુકાનની અંદર કામ કરી રહ્યા હતા તે દરમિયાન બહારથી પથ્થરમારો થતાં તેમની દુકાનના…
Author: Shukhabar Desk
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ગઈકાલે ચેન્નઈમાં ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીને લઈને મોટો દાવો કર્યો હતો. સ્ટાલિને કહ્યું કે ૨૦૨૪ની સામાન્ય ચૂંટણી નક્કી કરશે કે દેશમાં લોકશાહી રહેશે કે નહીં. તમિલનાડુના સીએમએ કહ્યું કે લોકશાહીના કારણે જ ભારતીય રાષ્ટ્રીય વિકાસલક્ષી ગઠબંધનએ પોતાનો અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે. સ્ટાલિન તેમના પિતા અને પાંચ વખતના મુખ્યમંત્રી એમ કરુણાનિધિની પાંચમી પુણ્યતિથિ પર સંબોધન કરી રહ્યા હતા. સ્ટાલિને કહ્યું કે આ એવી ચૂંટણી નથી જે પાંચ વર્ષમાં એકવાર આવે છે, આ ચૂંટણી એ નક્કી કરવાનું છે કે ભારતમાં લોકશાહી રહેશે કે નહીં? કરુણાનિધિ હંમેશા કહેતા હતા કે આપણે તમિલનાડુમાંથી ભારત માટે આપણે અવાજ ઉઠાવવો જાેઈએ અને…
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે અઠવાડિયામાં બે વખત મુખ્યમંત્રી પદ છોડવાની વાત કરી છે. રાજકીય વિશ્લેષકો ગેહલોતના નિવેદનને સારી રીતે વિચારેલી વ્યૂહરચનાનો ભાગ ગણાવી રહ્યા છે. વિશ્લેષકોનું માનવું છે કે, ચૂંટણી પહેલા આવું નિવેદન આપવું ગેહલોત માટે તેમની મજબૂરી છે. ગેહલોત સારી રીતે જાણે છે કે જાે ચૂંટણી બાદ સરકાર રિપીટ થશે તો ફરી એકવાર પાયલોટ કેમ્પનો પડકાર સામે આવશે. આવી સ્થિતિમાં ગેહલોત ચૂંટણી પહેલા રાજકીય સંદેશ આપવા માંગે છે. જેથી જનતાની સહાનુભૂતિ મેળવી શકાય. ગેહલોતે કહ્યું છે કે, તેઓ જે બોલે છે તે સમજી વિચારીને બોલે છે. આવી સ્થિતિમાં તેમના નિવેદનને રાજકીય નિવેદન માનવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ પાર્ટી સીએમ…
ગર્લફ્રેન્ડને મળવા માટે મોડી રાત્રે લગભગ ૩ વાગ્યા આસપાસ યુવક પહોંચ્યો હતો. જ્યાં છોકરીના ઘરે ત્રીજે માળ ચઢીને તે ગયો હોવાની માહિતી મળી રહી છે. પરંતુ અચાનક કઈક અવાજ થતા તેના પિતા જાગી ગયા હતા. આથી કરીને પોતાને છુપાવવા માટે તે બાલ્કની પાસે ગયો અને જાેતજાેતામાં તેનો પગ લપસતા મોટી દુર્ઘટના ઘટી હતી. તે સીધો નીચે પટકાઈ ગયો અને મોત નીપજતા બંને પરિવારોમાં શોકનું મોજુ પ્રસરી ગયું હતું.પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે આ ઘટના હૈદરાબાદની છે, જ્યાં યુવકે મોડી રાત્રે પિત્ઝા ખરીદી તેની ગર્લફ્રેન્ડને મળવાનો નવો જ પ્લાન બનાવ્યો હતો. પોતે જાણે ડિલિવરી બોય છે એમ દર્શાવી તે છોકરીના ઘર પાસે…
રાજ્યસભામાં ગઈકાલે દિલ્હી સર્વિસ બિલને લઈને હોબાળો થયો હતો, જેમાં અંતે એનડીએ ગઠબંધનનો વિજય થયો હતો એટલે રાજ્યસભામાંથી પણ દિલ્હી સર્વિસ બિલ પાસ થઇ ગયું છે. આ બીલને રોકવા માટે ઈન્ડિયાવિપક્ષી મહાગઠબંધને પૂરી તાકાત લગાવી દીધી હતી છતાં તે આ બીલને રોકવામાં સફળ થઇ શકી નહીં. એનડીએના ૧૩૧ મતો સામે તેને માત્ર ૧૦૨ મત મળ્યા હતા, પરંતુ કોંગ્રેસે મતદાનમાં દરેક મત માટે સખત લડત આપી હતી. તેમણે સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહેલા ૯૦ વર્ષીય પૂર્વ પીએમ મનમોહન સિંહને પણ ગૃહમાં મતદાન કરવા આમંત્રણ આપ્યું હતું. સમગ્ર ચર્ચા અને મતદાન દરમિયાન મનમોહન સિંહ વ્હીલચેર પર બેઠેલા જાેવા મળ્યા હતા. દરમિયાન આને…
ભારતીય ક્રિકેટર મનોજ તિવારીએ ૩ ઓગસ્ટના રોજે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સન્યાસની જાહેરાત કરી હતી, પરંતુ ૫ દિવસમાં તેણે સન્યાસના ર્નિણય પર યુ-ટર્ન લીધો હતો. મળેલા અહેવાલ મુજબ મનોજ તિવારીએ સન્યાસનો ર્નિણય બદલી નાખ્યો છે અને તે ફરીથી બંગાળ માટે ઘરેલુ ક્રિકેટ રમતા જાેવા મળશે. જાે કે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મનોજ પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ અંગે ઔપચારિક માહિતી આપશે. મનોજ તિવારી બંગાળ સરકારમાં ખેલ મંત્રી છે. મળેલા અહેવાલો અનુસાર મનોજ તિવારીએ બંગાળ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ સ્નેહાશીષ ગાંગુલી સાથે વાત કર્યા બાદ સન્યાસ પાછો ખેંચવાનો ર્નિણય લીધો છે. મનોજના નેતૃત્વમાં જ બંગાળની ટીમ ગયા વર્ષે રણજી ટ્રોફીની…
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટના ર્નિણય બાદ ગઈકાલે લોકસભા સચિવાલયે સદસ્યતા પુનઃસ્થાપિત કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. આ પછી રાહુલે પોતાના ટિ્વટર હેન્ડલ પર ‘અયોગ્ય સાંસદ’ને બદલે ફરી ‘સંસદ સભ્ય’ એવું અપડેટ કર્યું હતું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને તેમની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કર્યાના એક દિવસ બાદ આજે જૂનો સરકારી બંગલો ફાળવવામાં આવ્યો છે. બંગલો મળ્યા બાદ તેમને પૂછવામાં આવ્યું કે તમને કેટલી ખુશી થઇ છે ઘર પાછું મળી ગયું છે, ત્યારે તેમણે કહ્યું કે, આખું ભારત મારું ઘર છે. ૨૦૦૫ થી, રાષ્ટ્રીય રાજધાનીમાં રાહુલનું સત્તાવાર સરનામું ૧૨, તુઘલક લેન બંગલો છે. લોકસભાની હાઉસિંગ કમિટિએ સતાવાર જાહેર કરી છે…
તાજેતરમાં ફ્લાઈટ્સમાં યાત્રીઓ સાથે ખરાબ વર્તનને લઈને અનેક પ્રકારની ઘટનાઓ બની રહી છે. ક્યાંક યાત્રી પોતાના સહયાત્રીઓ પર પેશાબ કરી દે છે તો ક્યાંક ફ્લાઈટ ક્રૂ અથવા ફ્લાઈટ સહયોગી સ્ટાફ સાથે ઉદ્ધત વર્તનની ઘટનાઓ સાંભળવા મળી રહી છે. આવી વર્તણૂકને કારણે કેટલાક મુસાફરોની ઉડાન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે. અને આ કામ તેમને ‘નો ફ્લાય લિસ્ટ’માં મૂક્યા બાદ કરવામાં આવે છે જેની શરૂઆત ડીજીસીએએ વર્ષ ૨૦૨૧માં કરી હતી. ડીજીસીએની ૨૦૨૧માં ‘નો ફ્લાય લિસ્ટ’ની શરૂઆત બાદ અત્યાર સુધીમાં ૧૬૬ યાત્રીઓને આ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે. સરકારે સોમવારે સંસદમાં આ જાણકારી આપી હતી. નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી જનરલ વીકે સિંહે રાજ્યસભામાં…
લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન શિવસેના સાંસદ અને એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે હનુમાન ચાલીસાનો પાઠ કરવા લાગ્યા. ઉપરાંત તેમણે કહ્યું કે, એક સમયે મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસા વાંચવા પર પ્રતિબંધ હતો. વાસ્તવમાં તેમના સંબોધન દરમિયાન મહિલા સાંસદો તેમને પૂછ્યું કે, શું તમને હનુમાન ચાલીસા આવડે છે ? આ સવાલ બાદ શ્રીકાંતે ગૃહમાં જ હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું શરુ કરી દીધો… એટલું જ નહીં જ્યાં સુધી તેમને રોકાયા નહીં ત્યાં સુધી તેઓ હનુમાન ચાલીસા બોલતા રહ્યા. તેમણે લગભગ ૩૦ સેકન્ડ સુધી હનુમાન ચાલીસાનો પાઠ કર્યો. આ અગાઉ શિવસેના સાંસદે વિપક્ષ પર પ્રહારો કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૮માં કહ્યું…
સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે અને આજે ૧૪માં દિવસે બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત બાદ ફરીથી શરુ કરવામાં આવી છે અને લોકસભામાં અવિશ્વાસ પર ચર્ચા શરુ થઈ છે ત્યારે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા પહેલા ભાજપના સંસદીય દળની બેઠક પીએમ મોદીની અધ્યક્ષાતામાં યોજાઈ હતી. આ બેઠકમાં મોદીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર મોદીએ કહ્યું કે વિપક્ષી ગઠબંધન પરસ્પર અવિશ્વાસથી પીડાય છે તેઓ જાણવા માંગે છે કે તેમની સાથે કોણ છે અને કોણ નથી. પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષ સેમીફાઈનલ ઈચ્છે છે અને સેમીફાઈનલ ગઈકાલે થઈ હતી જેનું પરિણામ સૌની સામે છે. આ ઉપરાંત મોદીએ…