દુનિયાભરના દેશો ભારતીય કફ સિરપની દવાઓને લઈને ચિંતિત છે. ૭ ઓગસ્ટના રોજ ઈરાકે એમ પણ કહ્યું હતું કે જ્યારે ભારતીય પેઢી દ્વારા બનાવવામાં આવેલી દવાનું લેબમાં પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે આ કફ સિરપ માત્ર દૂષિત નથી પણ જીવલેણ પણ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ ભારતમાં બનતા કફ સિરપને લઈને ફરી એકવાર એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લા ૧૦ મહિનામાં આ પાંચમી વખત છે જ્યારે WHOએ ભારતીય કફ સિરપને લઈને એલર્ટ જાહેર કર્યું છે. રોઇટર્સના અહેવાલ મુજબ, તાજેતરમાં ઇરાકમાં જે કફ સિરપ પર પ્રતિબંધ મૂકવાની વાત કરવામાં આવી રહી છે, તે ફોર્ટ્સ ઇન્ડિયા લેબોરેટરીઝ પ્રાઇવેટ લિમિટેડ વતી Dabilife Pharma…
Author: Shukhabar Desk
ભારતમાં બેન્કો સર્વિસ ચાર્જિસ તરીકે દર વર્ષે તગડી કમાણી કરી છે જે સંસદમાં રજુ થયેલા આંકડા પરથી સાબિત થાય છે. રાજ્યસભામાં આજે રાજ્યકક્ષાના નાણામંત્રીએ જણાવ્યું હતું કે ૨૦૧૮થી અત્યાર સુધીમાં, એટલે કે છેલ્લા પાંચ વર્ષોમાં બેન્કોએ ગ્રાહકો પાસેથી ૩૫,૫૮૭ કરોડ રૂપિયા જુદા જુદા સર્વિસ ચાર્જ અને પેનલ્ટી તરીકે વસુલ્યા છે. તેમાંથી ૨૧,૦૪૪ કરોડ રૂપિયા તો મિનિમમ બેલેન્સ ન રાખવાના કારણે નોન-મેન્ટેનન્સ ચાર્જ તરીકે વસુલવામાં આવ્યા છે. બેન્કોમાં તમે દરેક ક્વાર્ટરમાં મિનિમમ બેલેન્સ ન રાખો, ATM વધારાના ટ્રાન્ઝેક્શન કરો અથવા SMS સર્વિસ મેળવો ત્યારે દરેક વખતે બેન્કોને તેમાં કમાણી થાય છે. મોટી સરકારી અને પ્રાઈવેટ બેન્કોએ પાંચ વર્ષના સમયગાળામાં ગ્રાહકો પાસેથી…
અભિનેત્રી મોનાલિસા હંમેશા પોતાની બોલ્ડ સ્ટાઈલ અને ફેશન સેન્સથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. ભોજપુરી સિનેમાની આ અભિનેત્રી આજે કોઈ ઓળખ પર ર્નિભર નથી. પરંતુ એક સમય એવો હતો જ્યારે અભિનેત્રી ઘરનો ખર્ચ ઉઠાવવા માટે હોટલમાં કામ કરતી હતી. પરંતુ આજે મોનાલિસા કરોડોની સંપત્તિની માલિક છે. અભિનેત્રી ભોજપુરી સિનેમાની પીઢ અભિનેત્રી છે. ચાલો જાણીએ મોનાલિસાની નેટવર્થ કેટલી છે. ભોજપુરી સિનેમાની સાથે સાથે મોનાલિસાએ વિવિધ ભાષાઓમાં ઘણી ટીવી સિરિયલો અને ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ૧૦૦ થી વધુ ફિલ્મો કરી ચુકેલી અભિનેત્રી મોનાલિસા એક સમયે સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રી હતી. અભિનેત્રીએ તેના જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.…
જ્યારે હિના ખાન બિગ બૉસના ઘરમાં પહોંચી ત્યારે તેને પોતાના ફેશન સ્ટેટમેન્ટથી કેટલીય લાઇમલાઇટ ચોરી લીધી હતી. આ શૉ પછી તેને પોતાના નામ સાથે એક ગ્લેમરસ દિવાનો ટેગ પણ મળ્યો. અભિનેત્રીની સ્ટાઈલ હંમેશા ફેન્સને પસંદ આવે છે. તે વેસ્ટર્નથી એથનિક સુધીની દરેક સ્ટાઇલમાં અદભૂત દેખાય છે. હાલમાં જ હિના ખાને એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે દેશી અંદાજમાં જાેવા મળી રહી છે. તેને પંજાબી સ્ટાઈલનો સૂટ પહેર્યો છે. હૂપ્સ ઇયરરિંગ્સ કેરી કરી છે. એક્ટ્રેસ આ આખા લૂકમાં શાનદાર હસીના લાગી રહી છે. આ વીડિયોમાં હિના ખાન એક ગામમાં ચૂલા પર રોટલી બનાવતી જાેવા મળી રહી છે. વીડિયોમાં હિના ખાન…
સુહાના ખાન એક એક્ટ્રેસથી પહેલા એક ફેશનિસ્ટ પણ છે, જેને ઇન્સ્ટગ્રામ પર લાખો લોકો ફોલો કરે છે. સુહાના ખાને લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ ફોટોશૂટ ખાસ છે કારણકે એને બંગલાની બાલ્કનીમાં ઉભા થઇને હોટ પોઝ આપ્યા હતા. આ બ્લુ સાડીમાં સુહાના સુપર હોટ લાગી રહી હતી. સુહાનાની આ તસવીરો હાલમાં ખૂબ વાયરલ થઇ રહી છે. સુહાનાની બ્લુ સાડી અર્પિતા મહેતાએ ડિઝાઇન કરી છે. આ સાડી સુહાનને ખૂબ સુંદર લાગી રહી છે. દોસ્તોની સાથે સુહાના આલિયા કશ્યપની એન્ગેજમેન્ટ પાર્ટીમાં હાજરી આપી હતી. જાે કે સુહાનાએ બાલ્કનીમાં ઉભા-ઉભા એકથી એકથી ચઢિયાતા પોઝ આપીને લોકોની બોલતી બંધ કરી દીધી છે. સુહાના…
બોલિવુડનાં પીઢ અભિનેત્રી જયા બચ્ચન જ્યારે પણ મીડિયા સામે આવ્યા છે ત્યારે તેમના રુક્ષ અને ગુસ્સાભર્યા વલણના કારણે ચર્ચામાં રહ્યા છે. જાેકે, તેમના દીકરા અને એક્ટર અભિષેક બચ્ચનનું કહેવું છે કે, રિયલ લાઈફમાં જયા બચ્ચન ખૂબ જ પ્રેમાળ અને મમતાની મૂર્તિ સમાન છે. સાથે જ તેના ઉછેરમાં જયા બચ્ચને આપેલા ફાળા વિશે પણ અભિષેકે વાત કરી છે. ઉપરાંત અભિષેકે પોતાના દીકરી આરાધ્યા સાથેના સંબંધ વિશે પણ વાત કરી છે. ઈન્ટરવ્યૂમાં અભિષેકે કહ્યું, “લોકોમાં એવો મત છે કે મારી મમ્મી ખૂબ કડક છે પરંતુ એવું નથી. જ્યારે તમને કોઈ ઈજા થાય ત્યારે તમે દોડીને તેની પાસે જાવ છો. મા, મા હોય…
બિગ બોસ ઓટીટી ૨ના ગ્રાન્ડ ફિનાલેના અઠવાડિયા પહેલા જ જેદ હદીદ અને અવિનાશ સચદેવ આઉટ થયા છે. બહાર આવતાં જ તેમણે ઈન્ટરવ્યૂ આપવાના શરૂ કરી દીધા છે. અવિનાશ સચદેવે ઈન્ટરવ્યૂમાં ફલક નાઝ વિશે વાત કરી હતી. અવિનાશે ખુલાસો કર્યો છે કે, તેણે ‘બિગ બોસ ઓટીટી ૨’ના ઘરમાંથી બહાર આવતાં જ ફલક સાથે મુલાકાત કરી હતી. ફલકે અવિનાશ અને જૈદ બંનેને પોતાના ઘરે ડિનર માટે બોલાવ્યા હતા. અવિનાશ સચદેવ અને ફલક નાઝની મુલાકાત ‘બિગ બોસ ઓટીટી ૨’ના ઘમાં થઈ હતી. અહીં જ બંને વચ્ચે મિત્રતા થઈ હતી અને સંબંધ ગાઢ બન્યો હતો. અવિનાશે તો ફલકને પોતાના દિલની વાત પણ કહી હતી.…
આજકાલ બોલિવુડમાં રિમેક બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. હોલિવુડ અને સાઉથની ફિલ્મોની હિન્દી રિમેક તો બનતી આવે છે પરંતુ હવે ગુજરાતી ફિલ્મ પરથી હિન્દી ફિલ્મનું નિર્માણ થઈ રહ્યું છે. ગુજરાતી ફિલ્મ ‘વશ’ની હિન્દી રિમેક બનવા જઈ રહી છે એવા સમાચાર થોડા મહિના પહેલા આવ્યા હતા. હવે ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. હિન્દી રિમેક ‘વશ’ની ટીમે લંડનમાં શૂટિંગ પૂરું કર્યું છે. લંડનમાં શૂટિંગ પતાવીને ફિલ્મની ટીમ ત્રણ દિવસ પહેલા જ ભારત પાછી આવી છે. ફિલ્મની વાર્તાને આંતરરાષ્ટ્રીય ટચ આપવા માટે તેમજ દર્શકોને તાજાે અને સુખદ અનુભવ પૂરો પાડવા માટે લંડનમાં શૂટિંગ કરવામાં આવ્યું છે. લંડનના સુંદર નજારા ફિલ્મના ઓવરઓલ…
રિતિક રોશન બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના બહુમુખી પ્રતિભાશાળી કલાકારોમાંથી એક છે. તેણે ૨૩ વર્ષ પહેલા ‘કહો ના… પ્યાર હૈથી ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે જીવનમાં ક્યારેય પાછું વળીને જાેયું નથી. વર્ષોથી તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે અને પોતાના અભિનયથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા છે. એક્શન હોય કે ડ્રામા, તેણે દરેક શૈલીની ફિલ્મોમાં તેની અભિનય કુશળતા બતાવી અને લોકો દ્વારા તેની પ્રશંસા કરવામાં આવી હતી. એટલું જ નહીં, તેની ફિલ્મ ‘કોઈ.. મિલ ગયા?’ ફેન્સને પણ તેના દિવાના બનાવી દીધા હતા. રોહિત મેહરાના પાત્રની આજે પણ ખૂબ ચર્ચા થાય છે, પરંતુ શું તમે જાણો છો કે, આ ફિલ્મમાં જે રીતે તેની સાથે વ્યવહાર કરવામાં…
સાઉથ અને હિન્દી ફિલ્મોની અભિનેત્રી તમન્ના ભાટિયાની સ્ટ્રોંગ ફેન ફોલોઈંગ છે. ‘બાહુબલી’ થી ‘જેલર’ જેવી ફિલ્મો માટે જાણીતી તમન્ના ભાટિયાને મળવા માટે એક ચાહકે તમામ હદ વટાવી દીધી હતી. તે સિક્યોરિટી ગાર્ડનો કોર્ડન તોડીને અભિનેત્રીની નજીક પહોંચ્યો જ નહીં, પરંતુ તેનો હાથ પણ પકડી લીધો. આ દરમિયાન અભિનેત્રી પણ અચાનક ડરી ગઈ હતી. જાેકે, તરત જ સુરક્ષાકર્મીઓએ તે વ્યક્તિને પકડી લીધો હતો. બીજી તરફ તમન્ના ભાટિયાએ જે રીતે ફેન્સ અને પરિસ્થિતિને હેન્ડલ કરી છે. તે જાેયા બાદ ફેન્સ તેના જાેરદાર વખાણ કરી રહ્યા છે. તમન્ના ભાટિયાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જ્યાં એક ફેન ફતેને મળવા માટે સિક્યોરિટી…