Facebook Twitter Instagram
    Shu Khabar
    Facebook Twitter Instagram
    Shu Khabar
    Home»Entertainment»તેના પરિવાર સાથે કર્યું ડિનર Bigg Boss OTT 2 માંથી આઉટ થતાં જ ફલકને મળ્યો અવિનાશ સચદેવ
    Entertainment

    તેના પરિવાર સાથે કર્યું ડિનર Bigg Boss OTT 2 માંથી આઉટ થતાં જ ફલકને મળ્યો અવિનાશ સચદેવ

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 9, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    બિગ બોસ ઓટીટી ૨ના ગ્રાન્ડ ફિનાલેના અઠવાડિયા પહેલા જ જેદ હદીદ અને અવિનાશ સચદેવ આઉટ થયા છે. બહાર આવતાં જ તેમણે ઈન્ટરવ્યૂ આપવાના શરૂ કરી દીધા છે. અવિનાશ સચદેવે ઈન્ટરવ્યૂમાં ફલક નાઝ વિશે વાત કરી હતી. અવિનાશે ખુલાસો કર્યો છે કે, તેણે ‘બિગ બોસ ઓટીટી ૨’ના ઘરમાંથી બહાર આવતાં જ ફલક સાથે મુલાકાત કરી હતી. ફલકે અવિનાશ અને જૈદ બંનેને પોતાના ઘરે ડિનર માટે બોલાવ્યા હતા. અવિનાશ સચદેવ અને ફલક નાઝની મુલાકાત ‘બિગ બોસ ઓટીટી ૨’ના ઘમાં થઈ હતી. અહીં જ બંને વચ્ચે મિત્રતા થઈ હતી અને સંબંધ ગાઢ બન્યો હતો. અવિનાશે તો ફલકને પોતાના દિલની વાત પણ કહી હતી. જાેકે, એક્ટ્રેસ વિચારવા માટે સમય માગ્યો હતો. અવિનાશ આઉટ થયો એના થોડા દિવસ પહેલા જ ફલક શોમાંથી બહાર થઈ હતી. હવે અવિનાશ પણ ‘બિગ બોસ ઓટીટી ૨’માંથી આઉટ થયો છે ત્યારે તે ફલકને મળવા તેના ઘરે પહોંચ્યો હતો.

    ફલક સાથેની મુલાકાત અંગે અવિનાશે કહ્યું, હા, મારી મુલાકાત ગઈકાલે ફલક સાથે થઈ હતી. મને અને જેદ બંનેને ફલકે પોતાના ઘરે ડિનર માટે બોલાવ્યા હતા. અમે ફલક અને તેના પરિવાર સાથે ડિનર લીધું હતું. અગાઉ એક ઈન્ટરવ્યૂમાં ફલકે પણ અવિનાશ માટેની પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે, અવિનાશ સાથે મારું બોન્ડ ખાસ અને મજબૂત રહ્યું છે. મારી આખી જર્ની દરમિયાન એક ક્ષણ માટે પણ તેણે મને એકલી નથી પડવા દીધી. તે હંમેશા મારી પડખે રહ્યો છે. મારા પરિવારને અમારી મિત્રતા સામે કોઈ વાંધો નથી અને શા માટે હોય? મારા જીવનમાં કોઈ એવી વ્યક્તિ હોય કે જે મને સમજે છે તો મારા પરિવારને વાંધો કેમ હોય? મારો પરિવાર ખૂબ સારો છે. અવિનાશ ‘બિગ બોસ ઓટીટી ૨’ના ઘરમાંથી બહાર આવશે પછી હું ચોક્કસ તેની સાથે મુલાકાત કરીશ.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

    Related Posts

    મિત્રો સાથે કિંગ ખાનના ડાન્સ મૂવ્સ રિક્રિએટ કર્યા હાનિયા આમિરે શાહરુખની “જવાન”ના ગીત પર ડાન્સ કર્યો

    September 25, 2023

    ભાજપમાંથી સસ્પેન્ડ થયા બાદ પ્રથમવાર જાહેરમાં દેખાયા નુપૂર શર્માએ ફિલ્મ ધ વેક્સિન વૉરનું કર્યું પ્રમોશન

    September 25, 2023

    ગણપતિ પૂજા માટે પહોંચ્યા સલમાન અને શાહરૂખ CM એકનાથ શિંદેના ઘરે પહોંચ્યા ‘કરણ-અર્જુન’

    September 25, 2023

    Leave A Reply Cancel Reply

    Facebook Twitter Instagram Pinterest
    © 2023 ThemeSphere. Designed by ThemeSphere.

    Type above and press Enter to search. Press Esc to cancel.

    Go to mobile version