Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»આરાધ્યા સાથે અભિષેક બચ્ચનના એકદમ મૈત્રીપૂર્ણ સંબંધો છે આરાધ્યાને કોઈ પણ સમસ્યા હોય તો તે દોડીને ઐશ્વર્યા પાસે જાય છે
    Entertainment

    આરાધ્યા સાથે અભિષેક બચ્ચનના એકદમ મૈત્રીપૂર્ણ સંબંધો છે આરાધ્યાને કોઈ પણ સમસ્યા હોય તો તે દોડીને ઐશ્વર્યા પાસે જાય છે

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 9, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    બોલિવુડનાં પીઢ અભિનેત્રી જયા બચ્ચન જ્યારે પણ મીડિયા સામે આવ્યા છે ત્યારે તેમના રુક્ષ અને ગુસ્સાભર્યા વલણના કારણે ચર્ચામાં રહ્યા છે. જાેકે, તેમના દીકરા અને એક્ટર અભિષેક બચ્ચનનું કહેવું છે કે, રિયલ લાઈફમાં જયા બચ્ચન ખૂબ જ પ્રેમાળ અને મમતાની મૂર્તિ સમાન છે. સાથે જ તેના ઉછેરમાં જયા બચ્ચને આપેલા ફાળા વિશે પણ અભિષેકે વાત કરી છે. ઉપરાંત અભિષેકે પોતાના દીકરી આરાધ્યા સાથેના સંબંધ વિશે પણ વાત કરી છે. ઈન્ટરવ્યૂમાં અભિષેકે કહ્યું, “લોકોમાં એવો મત છે કે મારી મમ્મી ખૂબ કડક છે પરંતુ એવું નથી. જ્યારે તમને કોઈ ઈજા થાય ત્યારે તમે દોડીને તેની પાસે જાવ છો. મા, મા હોય છે. પિતા-પુત્રના સંબંધમાં પિતા હંમેશા બાળકના હીરો હોય છે અને તે તેમના જેવા બનવા માગે છે. જ્યારે મા શબ્દ જ પોતે પ્રેમનું રૂપ છે. હું નાનો હતો ત્યારે મારા પપ્પા ભાગ્યે જ ઘરે મળતા હતા કારણકે તેઓ કામમાં ખૂબ વ્યસ્ત હતા. એવા કેટલાય અઠવાડિયા હોતા હતા જ્યારે અમે તેમને મળી નહોતા શકતાં. તેઓ ઘરમાં બાજુના રૂમમાં ઊંઘતા હોય પણ અમે નહોતા મળી શકતાં. તેઓ જ્યારે શૂટિંગ પરથી પાછા આવતાં ત્યારે અમે ઊંઘતા હોઈએ અને સવારે અમે ઉઠીએ એ પહેલા તો તે જતા પણ રહેતા.

    તમે સમજી શકો છો કે તેઓ કેટલી મહેનત કરતા હતા. મને અને મારી બહેનને પિતાની ગેરહાજરી ક્યારેય વર્તાઈ નથી તેનું કારણ અમારી મમ્મી છે. આજે હું પિતા છું અને મારી દીકરી જે રીતે મને પ્રતિક્રિયા આપે છે તે હું જાેઈ શકું છું. તેણી મને પોતાનો ફ્રેન્ડ માને છે પરંતુ જ્યારે પણ કંઈક મુસીબત આવે તો તે સૌથી પહેલી દોડીને તેની મમ્મી પાસે જાય છે, તેમ અભિષેકે વાત આગળ વધારતાં જણાવ્યું હતું. જણાવી દઈએ કે, અભિષેક બચ્ચને એક્ટ્રેસ ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા છે. અભિષેક અને ઐશ્વર્યાની દીકરી આરાધ્યાનો જન્મ ૨૦૧૧માં થયો છે. વર્કફ્રંટની વાત કરીએ તો, અભિષેક બચ્ચન સંયામી ખેર સાથે ફિલ્મ ‘ઘૂમર’માં જાેવા મળશે. જયા બચ્ચન હાલમાં જ રિલીઝ થયેલી કરણ જાેહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમકહાની’માં જાેવા મળ્યા હતા. આ ફિલ્મમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, ધર્મેન્દ્ર અને શબાના આઝમી પણ હતા.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.