નૂહ રમખાણો મામલે ફરી એકવાર દુષ્યંત ચૌટાલાએ સરકાર સામે સવાલો ઊઠાવ્યા. તેમણે કહ્યું કે સરકાર નૂહમાં સ્થિતિનું સાચું અનુમાન લગાવવામાં જ નિષ્ફળ રહી છે. તેમણે કહ્યું કે જિલ્લા તંત્ર પાસે એવી માહિતી હતી કે ધાર્મિક સરઘસમાં ૩૨૦૦ લોકો જ જાેડાશે પણ તપાસનો વિષય એ છે કે તેનાથી પણ વધારે હજારો લોકો ત્યાં કેવી રીતે પહોંચી ગયા અને કેવી રીતે વહીવટી અધિકારીઓ સ્થિતિ બગડશે તેવો અનુમાન જ ન લગાવી શક્યા? ડેપ્યુટી સીએમએ વહીવટી નિષ્ફળતાની વાત સ્વીકારતાં કહ્યું કે સરકારના અધિકારી કોઈપણ સ્થિતિનું યોગ્ય રીતે આકલન ન કરી શક્યા. આ તપાસનો મામલો છે. દુષ્યંત ચૌટાલાએ નૂહમાં થયેલા રમખાણો અંગે કહ્યું કે રાજ્ય…
Author: Shukhabar Desk
રાહુલ ગાંધીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર આક્રમક વલણ અપનાવતા લોકસભામાં મોદી સરકાર સામે જાેરદાર પ્રહાર કર્યા હતા. હવે તેની સામે સ્મૃતિ ઈરાનીએ તેમને સત્તાપક્ષ વતી જવાબો આપ્યા હતા. સ્મૃતિ ઈરાની પણ આ દરમિયાન આક્રમક મૂડમાં દેખાયા હતા. સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે પહેલીવાર રાષ્ટ્રના ઈતિહાસમાં ભારત માતાની હત્યાની વાત થઈ અને કોંગ્રેસ તાળીઓ વગાડતી રહી. જે ભારતની હત્યા પર તાળી વગાડે છે. એ વાતનો સંદેશ આખા દેશને આપે છે કે મનમાં ગદ્દારી કોના છે? મણિપુર ખંડિત નથી. મારા દેશનો અભિન્ન અંગ છે. સ્મૃતિ ઈરાને કહ્યું કે તમારા સહયોગી દળના નેતાએ તમિલનાડુમાં કહ્યું હતું કે ભારતનો મતલબ ઉત્તર ભારત છે. રાહુલ ગાંધીમાં હિમ્મત…
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે લોકસભામાં મણિપુર વિવાદને લઈને ભાજપ પર જબરદસ્ત પ્રહારો કર્યા… તો રાહુલને વળતો જવાબ આપવા ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિએ ઈરાની પણ આક્રમક જાેવા મળ્યા… લોકસભામાં રાહુલ ગાંધીનું ભાષણ બાદ સ્મૃતિ ઈરાની ઉભા થયા હતા અને તેમણે રાહુલ ગાંધી પર અભદ્ર ઈશારો કરવાનો આરોપ મુક્યો છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ બહાર નીકળતી વખતે અભદ્ર ઈશારો કર્યો… આવું માત્ર એક મહિલા દ્વેષી વ્યક્તિ જ કરી શકે છે, જે સંસદમાં મહિલા સભ્યોની હાજરીમાં ફ્લાઈંગ કિસ આપી શકે છે…. ઈરાનીએ વધુમાં કહ્યું કે, આવું ખરાબ કૃત્ય સંસદમાં ક્યારેય જાેવા મળ્યું નથી… આ તે પરિવારા લક્ષણો છે, જે…
કર્ણાટકના ચામરાજનગરમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. એક સ્કૂલમાં સવારની સભા દરમિયાન રાષ્ટ્રગીત ગાતી વખતે એક વિદ્યાર્થીનીને હાર્ટ એટેક આવી ગયો હતો. શાળા પ્રબંધન સાથે જાેડાયેલા લોકો તાત્કાલિક વિદ્યાર્થિનીને હોસ્પિટલ લઈ ગયા પરંતુ ડોક્ટરો તેનો જીવ ન બચાવી શક્યા. બીજી તરફ સૂચના મળતા જ પોલીસ સ્કૂલમાં પહોંચી હતી અને ઘટનાની જાણકારી લીધી હતી. પોલીસે વિદ્યાર્થીનીનો મૃતદેહ કબ્જે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. મૃતક વિદ્યાર્થીનું નામ પેલિશા છે અને તેની ઉંમર ૧૬ વર્ષ હોવાની માહિતી મળી રહી છે. જે શાળામાં આ ઘટના બની તે ચામરાજનગર જિલ્લાના ગુંડલુપેટમાં આવેલી છે. અહીં વિદ્યાર્થીની ૧૦મા ધોરણમાં અભ્યાસ કરતી હતી. સ્કૂલ મેનેજમેન્ટના જણાવ્યા…
હરિયાણાના ત્રણ જિલ્લા રેવાડી, મહેન્દ્રગઢ અને ઝજ્જરની પચાસથી વધુ પંચાયતોએ તેમના સંબંધિત વિસ્તારોમાં મુસ્લિમ વેપારીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા પત્રો જારી કર્યા છે. આ પચાસ પંચાયતોના સરપંચોના હસ્તાક્ષર કરાયેલા પત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે, તેમના મોટાભાગના ગામોમાં લઘુમતી સમુદાયના બહુ ઓછા રહેવાસીઓ છે. એટલા માટે અહીંના મુસ્લિમોએ પોત-પોતાના દસ્તાવેજાે પોલીસને જમા કરાવવા પડશે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ પત્રોમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, અમારો ઈરાદો કોઈની પણ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી. જે પેઢીઓથી અહીં રહી રહ્યા છે તેમને છોડીને હાલના વર્ષમાં અહીં રહેતા લોકોની ઓળખ ચકાસવામાં આવશે. જાેકે, આ સમગ્ર મામલે મહેન્દ્રગઢના નારનૌલના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ મનોજ કુમારે…
રેલવે દ્વારા જલ્દીથી ૨.૪ લાખથી વધુ જગ્યાઓ ભરવાની તૈયારી ચાલી રહી છે. તેનો ઉદ્દેશ્ય મુખ્ય રુપે સુરક્ષા કર્મચારી, સહાયક સ્ટેશન માસ્ટર (એએસએમ),બિન-તકનીકી લોકપ્રિય શ્રેણીઓ (એનટીપીસી)અને ટીકિટ ક્લેક્ટર (ટીસી)ની ભરતી થવાની છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે રાજ્યસભામાં લેખિત પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે રેલવેના દરેક ઝોનમાં ગ્રુપ સીની પોસ્ટમાં ૨,૪૮,૮૯૫ જગ્યાઓ ખાલી છે. જ્યારે ગ્રુપ એ અને બી ના પદોમાં ૨૦૭૦ જગ્યા ખાલી છે. ભારતીય રેલવે પર ગ્રુપ એ ની સેવા માટે સીધી ભરતી યુપીએસી દ્વારા કરવામાં આવતી હોય છે. હવે યુપીએસી અને ડીઓપીટી પર માંગણી મુકવામાં આવી છે. તમને જણાવી દઈએ કે રેલવે વિભાગ દ્વારા હાલમાં જ…
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ આજે મણિપુર હિંસા અંગે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પૂર્વોત્તર રાજ્યોની હાલત સુધારવામાં નિષ્ફળ રહી છે. ભગવા પાર્ટીએ દેશ છોડી દેવો જાેઈએ. ઉલ્લેખનિય છે કે, મમતા બેનર્જી ઝાડગ્રામના ત્રણ દિવસના વહિવટી પ્રવાસે છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, જાતીય ઘર્ષણનો સામનો કરી રહેલા મણિપુરમાં આદિવાસીઓ સંકટનો સામનો કરહ્યા છે અને તેમની દુર્દશા સાંભળનાર કોઈ નથી… ભારતમાં દલિતો પર અત્યાચાર થઈ રહ્યો છે અને કેન્દ્ર ઉદાસીન છે. મુખ્યમંત્રીએ હિંસાગ્રસ્ત રાજ્યના પીડિતો માટે વિશ્વભરના લોકોને પ્રાર્થના કરવા વિનંતી કરી છે. ભારત છોડો આંદોલનની વર્ષગાંઠ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા મમતા…
મંગળવારે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા વચ્ચે માહોલ ગરમ રહ્યો. મણિપુરમાં હિંસા મુદ્દે કેન્દ્ર સરકાર સામે આ અવિશ્વાસ પ્રસ્તાવ લવાયો છે જેના પર ચર્ચા થઇ રહી છે. આ દરમિયાન કેન્દ્રીયમંત્રી નારાયણ રાણે લોકસભામાં બોલતી વખતે નિયંત્રણ ગુમાવી બેઠા અને તેમના સાથી સાંસદ અરવિંદ સાવંત અંગે વિવાદિત ટિપ્પણી કરતાં તેમને કડક ધમકાવતાં બેસી જવા કહી દીધું. તેમણે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન અરવિંદ સાવંતને કહ્યું કે ‘ઓય બેસ નીચે… જેવા જ લોકસભા અધ્યક્ષે આ મામલે હસ્તક્ષેપ કર્યો તો મંત્રીએ કહ્યું કે સાવંતની પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ બોલવાની લાયકાત જ નથી. લોકસભામાં નારાયણ રાણેએ આ વિવાદિત ટિપ્પણી કરી…
રાજ્યસભાની કાર્યવાહી ૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આપ સાંસદ સુશીલ ગુપ્તા ટામેટાંની માળા પહેરીને આવતાં મામલો બગડ્યો હતો. જેના બાદ ગૃહમાં ભારે હોબાળાની સ્થિતિ સર્જાઈ હતી અને જેના પગલે રાજ્યસભાની કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી. રાજ્યસભા બાદ લોકસભામાં પણ હોબાળો થતા કાર્યવાહીને ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. લોકસભામાં આજે સતત બીજા દિવસે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે. કોંગ્રેસના નેતા અધ ીર રંજન ચૌધરીએ આ દાવો કર્યો છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગૃહમાં બપોરે ૧૨ વાગ્યે સંબોધન કરશે. આ સિવાય કેન્દ્રીય ગૃહમંત્રી આજે સાંજે ૪ વાગ્યે ગૃહમાં કોંગ્રેસને જવાબ આપશે. આ વચ્ચે રાજ્યસભાની કાર્યવાહી…
આજે ફરી એકવાર મામૂલી વધારા સાથે શેર માર્કેટમાં બંધ થયુ છે. આજે સપ્તાહના ત્રીજા દિવસે માર્કેટમાં ક્લૉઝિંગ સમયે બીએસઇ સેન્સેક્સમાં ૧૪૯ પૉઇન્ટ અને નિફ્ટીમાં ૬૧ પૉઇન્ટનો ઉછાળો આવ્યો હતો. આજના દિવસના કારોબારના અંતે સ્ટૉક માર્કેટમાં ઉતાર ચઢાવ જાેવા મળ્યો હતો, બીએસઇ સેન્સેક્સ આજે ૦.૨૩ ટકાના વધારા અને ૧૪૯.૩૧ પૉઇન્ટના ઉછાળા સાથે ૬૪,૯૯૫.૮૧ ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે એનએસઇ નિફ્ટી કારોબારી દિવસના અંતે ૦.૩૨ ટકાના વધારા અને ૬૧.૭૦ પૉઇન્ટના ઉછાળા સાથે ૧૯,૬૩૨.૫૫ના સ્તેર બંધ રહ્યો હતો. આજે બન્ને ઇન્ડેક્સમાં મામૂલી વધારો જાેવા મળ્યો હતો. સેન્સેક્સ ૧૫૦ પૉઇન્ટ ચઢ્યો, નિફ્ટી ૧૯,૬૦૦ ને પાર પર રહ્યો બંધ રહ્યો હતો, આજના કારોબારમાં ઓઇલ…