રાહુલ ગાંધીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર આક્રમક વલણ અપનાવતા લોકસભામાં મોદી સરકાર સામે જાેરદાર પ્રહાર કર્યા હતા. હવે તેની સામે સ્મૃતિ ઈરાનીએ તેમને સત્તાપક્ષ વતી જવાબો આપ્યા હતા. સ્મૃતિ ઈરાની પણ આ દરમિયાન આક્રમક મૂડમાં દેખાયા હતા.
સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે પહેલીવાર રાષ્ટ્રના ઈતિહાસમાં ભારત માતાની હત્યાની વાત થઈ અને કોંગ્રેસ તાળીઓ વગાડતી રહી. જે ભારતની હત્યા પર તાળી વગાડે છે. એ વાતનો સંદેશ આખા દેશને આપે છે કે મનમાં ગદ્દારી કોના છે? મણિપુર ખંડિત નથી. મારા દેશનો અભિન્ન અંગ છે.
સ્મૃતિ ઈરાને કહ્યું કે તમારા સહયોગી દળના નેતાએ તમિલનાડુમાં કહ્યું હતું કે ભારતનો મતલબ ઉત્તર ભારત છે. રાહુલ ગાંધીમાં હિમ્મત હોય તો ડીએમકેના સાથીનું ખંડન કરી બતાવે. સ્મૃતિએ પૂછ્યું કે કોંગ્રેસના એક નેતા કાશ્મીરને ભારતથી અલગ કરવાની વાત કરે છે. આજે તમે એમનું ખંડન કેમ નથી કરતા?
સ્મૃતિ ઈરાનીએ આ દરમિયાન કહ્યું કે હું સાંધાના દુખાવા પર કંઈ કહીશ નહીં. રાહુલ ગાંધી કાશ્મીરમાં બરફ સાથે ખેલતાં જાેવા મળ્યા હતા. આ કલમ ૩૭૦ હટાવવાને કારણે જ શક્ય થયું છે.