બિગ બોસ ઓટીટી ૨ના ઘરમાંથી હાલમાં જ બહાર થયેલા એક્ટર અવિનાશ સચદેવે શફક નાઝ સાથેની ડેટિંગની અફવાઓ પર જવાબ આપ્યો છે. અવિનાશ અને એક્ટ્રેસ ફલક નાઝ વચ્ચે ‘બિગ બોસ ઓટીટી ૨’ના ઘરમાં નિકટતા વધી હતી. જે બાદ ચર્ચા શરૂ થઈ હતી કે, અવિનાશ ફલકની બહેન શફકને પણ ડેટ કરી ચૂક્યો છે. હવે આ મુદ્દે અવિનાશે મૌન તોડ્યું છે. શફક સાથેના સંબંધની વાતને ખોટી ગણાવતાં અવિનાશે કહ્યું, “આ પ્રકારની વાતો ક્યારેય છુપી રહી શકે તેમ નથી, મીડિયાએ ચોક્કસ લખી હશે. વાત કરતાં અવિનાશ સચદેવે લિંકઅપની અફવાઓ વિશે કહ્યું, હા, મેં પણ આ વિશે આજે જ સાંભળ્યું. અમારી ઈન્ડસ્ટ્રીમાં કંઈ છુપું રહી…
Author: Shukhabar Desk
સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ગદર ૨ રિલીઝ થવાને માત્ર એક દિવસ દૂર છે, પરંતુ આ પહેલા તેની સમીક્ષા પણ આવી ચૂકી છે. ૨૨ વર્ષ પછી સ્ક્રીન પર તેની સિક્વલ સાથે ફરી દર્શકોની વચ્ચે દસ્તક દઈ રહેલી આ ફિલ્મ આપણા દેશની સેનાના જવાનોએ જાેઈ છે. અનિલ શર્મા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ તેમને દિલ્હીમાં બતાવવામાં આવી હતી. તેની સ્પેશિયલ સ્ક્રીનિંગ ખાસ કરીને ભારતીય સેના માટે રાખવામાં આવી હતી, જેનો રિવ્યૂ હવે મેકર્સે પોતે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમને આ ફિલ્મ કેવી લાગી તે જણાવવામાં આવ્યું છે. ખરેખર ગદર ૨ની રિલીઝ ડેટ જેમ જેમ નજીક આવી રહી છે તેમ…
જામનગર જિલ્લાના જામજાેધપુરમાં ૪૦ વર્ષથી દોરા-ધાગા કરીને અંધશ્રદ્ધા ફેલાવતી મહિલાનો ભાંડો ફૂટ્યો છે. વિજ્ઞાનજાથાએ નરમાણા ગામે પોલીસ સાથે જઈને મહિલાના કારનામાનો પર્દાફાશ કરતાં ફાતિમા નામની મહિલા વિજ્ઞાન જાથાના ઘૂંટણીએ પડી ગઈ હતી અને પોતાના ધતિંગ કાયમી માટે બંધ કરવાની કબૂલાત આપી હતી. વિજ્ઞાનજાથાને ફરિયાદ મળી હતી કે જામજાેધપુરના શેટવડાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નરમાણા ગામે હજરત ઈસ્માઈલ પીર દરગાહમાં એક મહિલા ૪૦ વર્ષથી દોરા-ધાગા કરીને રોગ મટાડવાના દાવા કરે છે. તેમજ જુવારના દાણાથી દુઃખ મટાડવાના દાવા કરે છે, પરંતુ તેનાથી કોઈ સાજું થતું નથી. આવી ફરિયાદ મળતાં વિજ્ઞાન જાથાની ટીમે જામનગર એસપી કચેરીની મદદથી નરમાણા ગામે પહોંચી હતી અને ફાતિમાની કરતૂતોનો…
જામનગર શહેરમાં રખડતા ઢોરની સમસ્યાના ઉકેલ માટે મહાનગર પાલિકા દ્રારા વધુ એક પ્રયાસ કરવામાં આવ્યો. પોલીસ સુરક્ષા સાથે ઢોરને પકડવાની કામગીરી શરૂ કરી. જે બે સપ્તાહ સુધી ચાલશે. પકડાયેલ ઢોરને ઢોરના ડબ્બામાં રાખવામાં આવતા હોય છે. જયાં ઢોરના મોત થતા દડીયા ગામના સરપંચે ઢોરના ડબ્બાના તાળા તોડીને ઢોર ખુલ્લા મુકવાની ચીમકી આપી છે. જામનગર શહેરમાં રખડતા ઢોરની સમસ્યાથી લોકો ત્રાહિમામ થયા છે. અનેક રજુઆતો બાદ મહાનગર પાલિકા દ્રારા રખડતા ઢોરની સમસ્યાના ઉકેલ માટે વિવિધ પ્રયાસો શરૂ થયા છે. ઢોરને પકડવાની કામગીરી કરવામાં ઢોર માલિકા સાથે વિવાદ થતા હોય છે. ત્યારે રખડતા ઢોરને પકવા માટે પોલીસ સુરક્ષા સાથે કામગીરી શરૂ કરવામાં…
મહિસાગર જિલ્લામાં ફાયર અધિકારી લાંચ લેતા એસીબીની ઝાળમાં સપડાયા છે. પંચમહાલ ડિસ્ટ્રીક્ટ કો ઓપરેટિવ બેંકની હેડ ઓફિસમાં હાઇડ્રન્ટ સિસ્ટમ લગાડેલી હતી. જેની એનઓસી રિન્યુ કરવા ગોધરા ઈન્ચાર્જ ફાયર અધિકારી, વર્ગ-૨, પ્રવિણસિંહ ફતેસિંહ સોલંકીએ રૂ. ૩૦ હજારની લાંચ માંગી હતી.. જેની મહિસાગર એસીબીએ લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. લાંચની માંગણીની રકમઃ રૂ.૩૦,૦૦૦/- લાંચની સ્વીકારેલ રકમઃ રૂ.૩૦,૦૦૦/- લાંચની રીકવર કરેલ રકમઃ રૂ.૩૦,૦૦૦/- ટ્રેપની તારીખઃ તા.૦૯/૦૮/૨૦૨૩ ટ્રેપનું સ્થળઃ મોજે – એસ.ટી.બસ સ્ટેન્ડ લુણાવાડા આ કામના ફરિયાદીએ ૨૦૨૧ મા પંચમહાલ ડીસ્ટ્રીકટ ઓ.ઓપરેટીવ બેંકની હેડ ઓફીસ ગોધરા ખાતે હાઇડ્રન્ટ સીસ્ટમ લગાડેલ જેની એન.ઓ.સી. રીન્યુ કરવા માટે પંચમહાલ ડીસ્ટ્રીકટ ઓ.ઓપરેટીવ બેંકની હેડ ઓફીસ ગોધરા ખાતેથી…
ભારત ગૌરવ ટ્રેન દ્વારા “પુરી ગંગાસાગર સાથે દિવ્ય કાશી -અયોધ્યા-પ્રયાગરાજ દર્શન યાત્રા” પ્રવાસી ટ્રેનની મુસાફરી ૩૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ રાજકોટ સ્ટેશનથી ઉપડશે અને ૧૦ નવેમ્બર ૨૦૨૩ના રોજ રાજકોટ પરત ફરશે. આ મુસાફરી ૧૧ દિવસની હશે. આ ટૂર પેકેજ માં ૨છઝ્ર કમ્ફર્ટ ક્લાસ માટે રૂ.૪૨૫૦૦/-, ૩છઝ્ર કમ્ફર્ટ ક્લાસ માટે રૂ.૩૫૦૦૦/- અને ઇકોનોમી/સ્લીપર ક્લાસ ર્દ્ગહ-છઝ્ર માટે રૂ. ૨૧૫૦૦/- નો દર રાખવા માં આવેલ છે. આ ટ્રેનમાં જાેડાનાર મુસાફરો રાજકોટ -સુરેન્દ્રનગર-સાબરમતી-નડિયાદ-આણંદ- વડોદરા અને સુરત સ્ટેશનો પરથી ચઢી શકશે તથા રતલામ- છાયાપુરી( વડોદરા)- આણંદ -નડિયાદ- સાબરમતી-સુરેન્દ્રનગર- રાજકોટ ઉતરી શકશે. અને આ પ્રવાસમાં મુસાફરોને પુરી – ગંગાસાગર – વારાણસી – પ્રયાગરાજ – અયોધ્યા – છપૈયા…
ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનના સંચાલનના સમયમાં ફેરફાર કરવામાં આવશે. પશ્ચિમ રેલવે દ્વારા તકનિકી કારણોસર ટ્રેન નંબર ૨૦૯૨૮ / ૨૦૯૨૭ ભુજ – પાલનપુર -ભુજ ઇન્ટરસિટી એક્સપ્રેસ ને ૮ ઓગસ્ટ થી ૭ સપ્ટેમ્બર સુધી રદ કરવાનો ર્નિણય લીધો છે. તેમજ ટ્રેન નંબર ૧૯૪૦૫/૧૯૪૦૬ ગાંધીધામ – પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનનો સંચાલન સમય બદલવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે. • ટ્રેન નંબર ૨૦૯૨૮/૨૦૯૨૭ ભુજ-પાલનપુર-ભુજ ઇન્ટરસિટી એક્સપ્રેસ ૦૮ ઓગસ્ટ ૨૦૨૩ થી ૦૭ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી રદ રહેશે. • ટ્રેન નંબર ૧૯૪૦૬ ગાંધીધામ – પાલનપુર એક્સપ્રેસ ૦૮ ઓગસ્ટ ૨૦૨૩ થી ૦૭ સપ્ટેમ્બર ૨૦૨૩ સુધી ગાંધીધામથી ૦૬ઃ૦૦ કલાકને બદલે ૦૮ઃ૧૦ કલાકે ઉપડશે અને ૧૨ઃ૩૦ કલાક ના બદલે…
સુરતમાં રિક્ષામાં મુસાફરી કરતા લોકોના મોબાઈલ ફોન તેમજ કીંમતી સમાન ચોરી થતા હોવાના બનાવો પોલીસ ચોપડે નોંધાતા રહે છે. ત્યારે સિંગણપોર પોલીસે રીક્ષામાં મુસાફરી કરતા લોકોના મોબાઈલ ફોન ચોરી કરતા ઇસમોને ઝડપી પાડ્યા છે. સિંગણપોર પોલીસે બાતમીના આધારે અલાઉદિન ઉર્ફે મામુ નજમુદિન સૈયદ, મુસ્તાકખાન સલીમખાન પઠાણ, ફૈઝલ ઉર્ફે ફૈઝુ કયુમ શાહ અને કલીમ સલીમ શાહને ઝડપી પાડ્યા હતા.પોલીસે આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના ૧૯ મોબાઈલ તેમજ એક ઓટો રીક્ષા મળી કુલ રૂ.૩.૪૯ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે. કે પકડાયેલો આરોપી અલાઉદિન રીક્ષા ડ્રાઈવિંગ કરતો હતો અને બીજા મુસ્તાક પઠાણ, ફૈઝલ ઉર્ફે ફૈઝુ તથા કલીમ શાહ…
નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા કચ્છનાં સરહદી વિસ્તારનાં ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા નર્મદાનાં વધારાનાં પાણીનાં સંગ્રહ અને વિતરણ માટેનાં ૨૩૦૪ કરોડનાં કામોની વહીવટી મંજૂરી મળી ગઈ છે. ત્યારે ફેઝ ટૂ માં સધર્ન લિંક અને નોર્ધન લિંક માટે ૨૩૦૪ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. સધર્ન લીંક માટે સરકાર દ્વારા ૧૪૨૧ કરોડ તો નોર્ધન લિંક માટે ૮૮૩ કરોડની વહીવટી મંજૂરી મળી છે. કચ્છ જીલ્લાને નર્મદાનાં પૂરનાં વધારાના ૧ મીલીયન એકર ફીટ પાણીનાં યોગ્ય સંગ્રહ, આયોજન અને વિતરણ માટે ૨ તબક્કા અંતર્ગત સર્ધન લીંક અને નોર્થન લીંકની કામગીરી ૨૩૦૪.૯૨ કરોડના અંદાજીત ખર્ચનાં કામોને વહીવટી મંજૂરી આપવાની દરખાસ્ત…
અમદાવાદની હોટલ, ગેસ્ટહાઉસમાં એકાંત પણો માળવા માટે જતા પ્રેમીયુગલો પાસેથી ક્રાઇમ બ્રાંચની ઓળખ આપીને તોડ કરતા બે શાતીર ગઠીયાઓને લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યા છે આ ગેંગ આધેડવયના પ્રેમીયુગલોને સોફ્ટ ટાર્ગેટ કરતા હતા અને લાખો રૂપિયાનો તોડ કરતા હતા. વાડજ પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પહેલા પ્રેમીયુગલે પોલીસ ફરિયાદ કરી હતી જેમા ન્ઝ્રમ્ને ગણતરીના દીવસોમાં સફળતા મળી છે. વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલી એક હોટલમાંથી જ્યારે પ્રેમીયુગલ બહાર નીકળ્યુ ત્યારે ક્રાઇમ બ્રાંચની ઓળખ આપીને ત્રણ ગઠીયાઓ તેમની પાસે આવ્યા હતા અને કેસ કરવાના બહાને તોડ કરીને નાસી ગયા હતા. આ ઘટના બાદ પ્રેમીયુગલે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી…