અમદાવાદની હોટલ, ગેસ્ટહાઉસમાં એકાંત પણો માળવા માટે જતા પ્રેમીયુગલો પાસેથી ક્રાઇમ બ્રાંચની ઓળખ આપીને તોડ કરતા બે શાતીર ગઠીયાઓને લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યા છે આ ગેંગ આધેડવયના પ્રેમીયુગલોને સોફ્ટ ટાર્ગેટ કરતા હતા અને લાખો રૂપિયાનો તોડ કરતા હતા. વાડજ પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પહેલા પ્રેમીયુગલે પોલીસ ફરિયાદ કરી હતી જેમા ન્ઝ્રમ્ને ગણતરીના દીવસોમાં સફળતા મળી છે. વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલી એક હોટલમાંથી જ્યારે પ્રેમીયુગલ બહાર નીકળ્યુ ત્યારે ક્રાઇમ બ્રાંચની ઓળખ આપીને ત્રણ ગઠીયાઓ તેમની પાસે આવ્યા હતા અને કેસ કરવાના બહાને તોડ કરીને નાસી ગયા હતા.
આ ઘટના બાદ પ્રેમીયુગલે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી જેમા ડીસીપી ઝોન ૧ની લોકલ ક્રાઇમ બ્રાંચને સફળતા મળી છે. લોકલ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એચ.એચ.જાડેજા અને તેમની ટીમે તોડકાંડમાં સંડોવાયેલા બે ગઠીયાઓની ધરપકડ કરી લીધી છે.ઝડપાયેલા બન્ને ગઠીયાઓને મોડસ ઓપરેન્ડી છેકે તે ક્રાઇમ બ્રાંચની ઓળખ આપીને હોટલની બહાર નીકળતા યુગલોને ટાર્ગેટ કરતા હતા. અમદાવાદમાં સંખ્યાબંધ હોટલો અને ગેસ્ટહાઉસ આવેલા છે જેમાં પ્રેમીયુગલો એકાતપાળો માળવા માટે જતા હોય છે.ઝડપાયેલા શખ્સો પોલીસ જેવો લુક ધારણ કરીને હોટલની આસપાસ ઉભા રહેતા હતા અને શંકાસ્પદ લાગે તેવા યુગલોને ઉભા રાખીને ક્રાઇમ બ્રાંચની ઓળખ આપતા હતા. ગેરકાયદે હોટલમાં ગયા છો તેમ કહીને પ્રેમી અને પ્રેમીકાને ગભરાવતા હતા અને બાદમાં તોડ કરતા હતા.
પ્રેમીપંખીડાઓના ઘરમાં ખબર પડી જશે તેવુ વિચારીને તે લોકો ગઠીયાઓને રૂપિયા આપી દેતા હતા. આ ગઠીયાઓ મોટાભાગે આધેડવયના યુગલોને ટાર્ગેટ કરતા હતા. આધેડવયના યુગલોને બ્લેકમેઇલ કરતા અને બાદમાં તોડ કરતા હતા. ત્રણેય ગઠીયાઓ એટલા શાતીર હતા કે તેમના કપડા પહેરવાની સ્ટાઇલ આબેહુબ ક્રાઇમ બ્રાંચના પોલીસ કર્મચારીઓ જેવી હતી.
ક્રાઇમ બ્રાંચના પોલીસ કર્મચારીઓ જેવી સ્ટાઇલમાં રહે તેવીજ રીતે આ ગઠીયાઓ રહેતા હતા. ઝડપાયેલા ગઠીયાઓ પૈકી એકનો યુવક ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ ગઠીયાઓએ સંખ્યાબંધ યુગલોના તોડ કર્યા છે પરંતુ બદનામીના ડરથી કોઇ ફરિયાદ થઇ નથી. હાલ તેમની પુછપરછ હાથ ધરીને વધુને વધુ ગુનાનો ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ છે.