સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ગદર ૨ રિલીઝ થવાને માત્ર એક દિવસ દૂર છે, પરંતુ આ પહેલા તેની સમીક્ષા પણ આવી ચૂકી છે. ૨૨ વર્ષ પછી સ્ક્રીન પર તેની સિક્વલ સાથે ફરી દર્શકોની વચ્ચે દસ્તક દઈ રહેલી આ ફિલ્મ આપણા દેશની સેનાના જવાનોએ જાેઈ છે. અનિલ શર્મા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ તેમને દિલ્હીમાં બતાવવામાં આવી હતી. તેની સ્પેશિયલ સ્ક્રીનિંગ ખાસ કરીને ભારતીય સેના માટે રાખવામાં આવી હતી, જેનો રિવ્યૂ હવે મેકર્સે પોતે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમને આ ફિલ્મ કેવી લાગી તે જણાવવામાં આવ્યું છે. ખરેખર ગદર ૨ની રિલીઝ ડેટ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દર્શકોની આતુરતા વધી રહી છે. ભારતીય સેનાને મંગળવારે (૮ ઓગસ્ટ) ગદર ૨ જાેવાનો પ્રથમ લહાવો મળ્યો હતો. એક વેબસાઈટના અહેવાલ મુજબ, ફિલ્મ જાેઈને જવાનોની આંખો ભીની થઈ ગઈ હતી. એટલું જ નહીં, સૌએ તાળીઓ પાડીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. એ પણ જણાવ્યું હતું કે, તેને આ ફિલ્મ પહેલી ફિલ્મ કરતાં વધુ પસંદ આવી છે. એટલું જ નહીં તેણે સ્ટારકાસ્ટના કામના વખાણ પણ કર્યા છે.
ગદર ૨ના ડાયરેક્ટર અનિલ શર્માએ પણ એક ટિ્વટ કર્યું છે. તેમણે કહ્યું હતું કે, ભારતીય સૈન્યના ટોચના અધિકારીઓએ તેમના પરિવારો સાથે ગઈકાલે રાત્રે (૮ ઓગસ્ટ) દિલ્હીના એક થિએટર ખાતે સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન ગદર ૨નું પહેલું પ્રિવ્યૂ જાેયું હતું. ગદર ૨ની આખી ટીમ તેમની પ્રતિક્રિયાઓ અને લાગણીઓથી અભિભૂત છે. ગદર એક પ્રેમ કથાનો વારસો તેના બીજા ભાગ સાથે ચાલુ રહે છે.. ભગવાન આશીર્વાદ આપે. અમે ૧૧ ઓગસ્ટે તમારો અનુભવ જાેઈશું. આ ટિ્વટનો જે વીડિયો છે, તેમાં અનિલ શર્માનો દીકરો અને ફિલ્મમાં ચરણજિત ઉર્ફે જિતે એટલે કે ઉત્કર્ષ શર્માએ થિએટરમાં હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. આ સાથે તેઓ સૈનિકોને કહી રહ્યા છે કે, તમે આ રીતે દેશની સેવા કરતા રહો. અમે સેના વિશે આવી સારી ફિલ્મો બનાવતા રહીશું.