અમેરિકાનું હવાઈ આઈલેન્ડ સૌથી સુંદર પર્યટન સ્થળોમાંનું એક છે. હાલમાં જ હવાઈના માઉ કાઉન્ટીમાં લહેનાના જંગલોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ કારણે ગુરુવારે (૧૦ ઓગસ્ટ) મૃત્યુઆંક વધીને ૫૩ થઈ ગયો છે. એએફપીના અહેવાલ અનુસાર, માઉ કાઉન્ટીના અધિકારીઓએ જણાવ્યું કે, લહેનાના જંગલોમાં લાગેલી ભીષણ આગને કારણે ગુરુવારે જ ૧૭ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. લાહૈના જંગલમાં લાગેલી આગના વિનાશમાંથી બચી ગયેલા લોકોએ અકસ્માત સાથે જાેડાયેલી દર્દનાક વાર્તાઓ કહી છે. એક વ્યક્તિએ કહ્યું કે એક સમયે લહેના બાજુનો ફ્લાયઓવર રંગબેરંગી નજારોથી ભરેલો હતો, જે આજના સમયમાં સંપૂર્ણપણે રાખમાં ફેરવાઈ ગયો છે. ફ્લાયઓવરના દરેક બ્લોકમાં માત્ર બળી ગયેલો કાટમાળ જ દેખાય છે.…
Author: Shukhabar Desk
અભિનેતા સંજય દત્તે ફિલ્મ ‘રોકી’થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી અભિનેતાએ હિન્દી સિનેમાને ‘સાજન’, ‘ખલનાયક’, ‘વાસ્તવ’ અને ‘મુન્નાભાઈ સ્મ્મ્જી’ જેવી ઘણી યાદગાર ફિલ્મો આપી છે. અભિનેતા આજે કરોડોની સંપત્તિનો માલિક છે અને મુંબઈમાં એક આલીશાન બંગલામાં રહે છે. સંજય દત્તનું આ મહેલ જેવું ઘર મુંબઈના પાલી હિલ વિસ્તારમાં છે. જેની કિંમત ૪૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. અભિનેતાની પત્નીએ આ ઘરને ખૂબ જ સુંદર રીતે સજાવ્યું છે. જ્યાં તમને મંદિરથી લઈને જીમ સુધીની તમામ સુવિધાઓ જાેવા મળશે. સંજય દત્ત ભલે ગ્લેમરસ વર્લ્ડનો હોય પરંતુ એક્ટર રિયલ લાઈફમાં ખૂબ જ ધાર્મિક છે. તે ઘણીવાર ઘરે ભગવાન શિવની પૂજા કરતા…
નાના પડદાનો લોકપ્રિય શો ‘કસૌટી જિંદગી કી’ અભિનેત્રી શ્વેતા તિવારી અવારનવાર ચર્ચામાં રહે છે. તે પોતાના કામના કારણે ચર્ચામાં રહેતી હોય છે. ૪૨ વર્ષની ઉંમરે શ્વેતાની સુંદરતા ચાહકોને દંગ કરે છે. અભિનેત્રી ઘણીવાર બોલ્ડ અને હોટનેસથી ભરપૂર ફોટોશૂટ કરાવે છે, જેને જાેઈને ફેન્સ ફરી એકવાર તેના વખાણ કરતા રોકી શકતા નથી. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર અંદાજમાં તસવીરો શેર કરી છે. તેમાં એક્ટ્રેસો હોટ અંદાજ જાેવા મળ્યો છે. અભિનેત્રીના ચાહકો તેના આ બોલ્ડ અને હોટ અંદાજને ખૂબ જ લાઈક કરી રહ્યા છે. શ્વાતા તિવારીની આ તસવીરો પર ચાહકોએ કોમેન્ટનો વરસાદ કર્યો છે. શ્વેતા તિવારીએ ૪૨ વર્ષની ઉંમરે જે…
હાલમાં અમે અહીં આપને સાઉથ સિનેમાના એક દિગ્ગજ હીરો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેના નામે સૌથી વધારે ફિલ્મો બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો છે. તેમનો રેકોર્ડ હજુ સુધી કોઈ તોડી શક્યું નથી. જી હાં…તમે બરાબર વાંચ્યું! હકીકતમાં જાેઈએ તો, અમે અહીં સાઉથ સિનેમાના સીનિયર એક્ટર બ્રહ્માનંદમ વિશે વાત કરી રહ્યા છીએ, જેને તમે સાઉથની લગભગ દરેક ફિલ્મોમાં જાેયા હશે. આપણે એવું પણ કહી શકીએ કે, બ્રહ્માનંદમ વિના ટોલીવૂડની કોઈ ફિલ્મ બનતી નથી. બ્રહ્માનંદમનો જન્મ ૧ ફેબ્રુઆરી ૧૯૫૬ના રોજ આંધ્ર પ્રદેશના સત્તેનપલ્લીના ચાગંતી વારી પાલેમ ગામમાં થયો હતો. બ્રહ્માનંદમે પોતાના ૩૫ વર્ષથી વધારે કરિયરમાં ૬ રાજ્ય નંદી પુરસ્કાર, એક ફિલ્મફેર…
આજના સમયમાં સોશિયલ મીડિયાના કારણે ચાહકો તેમના ગમતા કલાકારની ગતિવિધિ સરળતાથી જાણી શકે છે. ચાહકો અને તેમના ફેવરિટ સ્ટાર વચ્ચેનું અંતર ઘટી ગયું છે. વિવિધ પ્લેટફોર્મ પર અપલોડ કરાયેલા ફોટા અને વિડિયો થકી ચાહકો માહિતી મેળવતા રહે છે. ઘણી વખત કલાકારોના બાળપણના ફોટા પણ સામે આવે છે. ત્યારે બોલિવૂડમાં ૮૦ અને ૯૦ના દાયકામાં સુપરહિટ ફિલ્મ આપી ચૂકેલા એક સુપરસ્ટારના બાળપણની તસવીરો આગની જેમ ફેલાઈ રહી છે. આ તસવીર જાેઈને આ બાળક કોણ છે? તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. જાે તમે પણ આ તસવીર પરથી કલાકારને ન ઓળખી શક્યા હોવ તો અહીં કેટલીક હિન્ટ આપવામાં આવી છે. બ્લેક એન્ડ વાઈટ ફોટામાં…
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા વર્ષોથી પોતાની ઓડિયંસનું મનોરંજન કરી રહ્યા છે. આ શો ટીવી પર ટેલીકાસ્ટ થનારા સૌથી લાંબા શોમાંથી એક છે. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના દરેક પાત્ર દર્શકોની વચ્ચે પોતાની ખાસ જગ્યા બનાવી છે. આવું જ એક પાત્ર છે પોપટલાલનું. આ શોમાં એક્ટર શ્યામ પાઠક વર્ષોથી પોપટલાલ બની દર્શકોને હસાવી રહ્યા છે. પણ શું આપ જાણો છો કે , પડદા પર સૌને હસાવી લોટપોટ કરાવતા આ એક્ટરનું અસલી જીવન ખૂબ જ સંઘર્ષોથી ભરેલું છે. શ્યામ પાઠકનો જન્મ એક મિડલ ક્લાસ પરિવારમાં થયો હતો. તે પોતાના પરિવાર સાથે મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં એક ચૉલમાં રહેતા હતા. તેમણે પોતાની જિંદગીમાં…
રાજન શાહીના ડિરેક્શનમાં બનેલી સીરિયલ અનુપમા ટીવી સ્ક્રીન પર ડંકો વગાડી રહી છે. તે ધીમે-ધીમે સફળતાના સોપાન સર કરી રહી છે. રૂપાલી ગાંગુલી, ગૌરવ ખન્ના, સુધાંશુ પાંડે, મદાલસા શર્મા, મુસ્કાન બામને, આશિષ મેહરોત્રા, અરવિંદ વૈદ્ય, અલ્પના બુચ, નિધિ શાહ, એકતા સરૈયા, મેહુલ નિસાર તેમજ સવિતા પ્રભુણે જેવા કલાકારો ઘર-ઘરમાં જાણીતા ચહેરા બની ગયા છે. હાલમાં શોના ૧ હજાર એપિસોડ પૂરા થયા છે. આ પ્રસંગે સેટ પર સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું અને હવનનું આયોજન પણ કરાયું હતું. શોના તમામ કલાકારોએ સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરીને સફળતા વિશે વાત કરી હતી. પારસ કલનાવતને રિપ્લેસ કરતાં સમરના રોલમાં એન્ટ્રી લેનાર સાગર…
ડોન ફિલ્મની ફ્રેન્ચાઈઝીમાંથી શાહરૂખ ખાન આઉટ થયો છે અને રણવીર સિંહની એન્ટ્રી થઈ છે. બુધવારે જ ફરહાન અખ્તરે જાહેરાત કરી હતી કે, રણવીર સિંહ નવો ડોન બનશે. ‘ડોન ૩’માં રણવીર સિંહ લીડ રોલ કરવાનો હોવાનું જાણીને લોકોએ મિશ્ર પ્રતિક્રિયા આપી હતી. સોશિયલ મીડિયા પર અમુક લોકોએ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો તો અસંખ્ય લોકોએ ટિપ્પણી કરીને કહ્યું હતું કે, રણવીર સિંહ ડોન તરીકે જામતો નથી. આ તરફ રણવીર સિંહ તો પોતાની જ દુનિયામાં મસ્ત છે. તેણે પોતાના બાળપણની તસવીરો શેર કરતાં આ ફિલ્મને બાળપણનું સપનું સાકાર થવા સમાન ગણાવી છે. તેણે લખ્યું, હું ખૂબ લાંબા સમયથી આ પાત્ર ભજવવાનું સપનું સેવીને…
સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને તેમના ફેન્સ ભગવાનની જેમ પૂજે છે. ફક્ત દેશમાં જ નહીં દુનિયાભરમાં તેમની તગડી ફેન ફોલોઈંગ છે. આજકાલ તેઓ ફિલ્મ જેલરને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ ૧૦ ઓગસ્ટે તેલુગુ અને તમિલ ભાષામાં દુનિયાભરના થિયેટરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મનો ક્રેઝ ફેન્સમાં ઘણો જાેવા મળી રહ્યો છે. ભારત જ નહીં જાપાનમાં પણ રજનીકાંતના ફેન્સ છે. જાપાનથી એક કપલ ચેન્નાઈ આવ્યું છે અને એ પણ ફક્ત રજનીકાંતની ફિલ્મ ‘જેલર’ને જાેવા માટે. જેલરનો ક્રેઝ જાપાની દર્શકોમાં પણ જાેવા મળી રહ્યો છે. જાપાનથી એક કપલ ભારત આવ્યું છે. તેઓ તમિલનાડુ પહોંચ્યા છે જેથી થલાઈવાની ફિલ્મનો આનંદ ઉઠાવી શકે. સોશિયલ મીડિયા પર આ…
કેનેડાની સરકારે હવે લેબર શોર્ટેજને પહોંચી વળવા માટે નવા પ્રોગ્રામની જાહેરાત કરી છે. જેમાં સપ્ટેમ્બરથી માન્યતા પ્રાપ્ત એમ્પ્લોયર પાયલોટ પ્રોજેક્ટમાં વેકેન્સી બહાર પાડી છે. તમને જણાવી દઈએ કે આ પ્રોગ્રામ ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામ હેઠળ શરૂ કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આનાથી સીધો ફાયદો ભારતીયો તથા અન્ય વિદેશીઓને થશે, એટલું જ નહીં કેનેડિયન એમ્પ્લોયર પાસે હવે આ પ્રોગ્રામની મદદથી વિદેશી કામદારોને મોટી જવાબદારી સોંપી વેકન્સી ફૂલફિલ કરવાની મોટી તક મળશે. આ પ્રોગ્રામની વાત કરીએ તો જેમાં એમ્પ્લોયરો લેબર માર્કેટ ઈમ્પેક્ટ એસેસમેન્ટનું એક્સેસ મેળવી લેશે જે ૩૬ મહિના સુધી માન્યતા ધરાવશે.LMIA એપ્લિકેશન પ્રોસેસ પણ આની સરળ રહેશે જેથી કરીને આગળ…