Close Menu
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    • Business
    • India
    • Gujarat
    • WORLD
    • Technology
      • Auto
      • auto mobile
    • Entertainment
    • Health
    • Politics
    • Cricket
    Facebook X (Twitter) Instagram
    Shu Khabar
    Home»Entertainment»રજનીકાંતની જેલરનો જબરદસ્ત ક્રેઝ ફેન્સ ફિલ્મ જેલરને જાેવા જાપાનથી ચેન્નાઈ આવ્યા
    Entertainment

    રજનીકાંતની જેલરનો જબરદસ્ત ક્રેઝ ફેન્સ ફિલ્મ જેલરને જાેવા જાપાનથી ચેન્નાઈ આવ્યા

    Shukhabar DeskBy Shukhabar DeskAugust 11, 2023No Comments2 Mins Read
    Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને તેમના ફેન્સ ભગવાનની જેમ પૂજે છે. ફક્ત દેશમાં જ નહીં દુનિયાભરમાં તેમની તગડી ફેન ફોલોઈંગ છે. આજકાલ તેઓ ફિલ્મ જેલરને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ ૧૦ ઓગસ્ટે તેલુગુ અને તમિલ ભાષામાં દુનિયાભરના થિયેટરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મનો ક્રેઝ ફેન્સમાં ઘણો જાેવા મળી રહ્યો છે. ભારત જ નહીં જાપાનમાં પણ રજનીકાંતના ફેન્સ છે. જાપાનથી એક કપલ ચેન્નાઈ આવ્યું છે અને એ પણ ફક્ત રજનીકાંતની ફિલ્મ ‘જેલર’ને જાેવા માટે. જેલરનો ક્રેઝ જાપાની દર્શકોમાં પણ જાેવા મળી રહ્યો છે. જાપાનથી એક કપલ ભારત આવ્યું છે. તેઓ તમિલનાડુ પહોંચ્યા છે જેથી થલાઈવાની ફિલ્મનો આનંદ ઉઠાવી શકે.

    સોશિયલ મીડિયા પર આ જાપાની કપલનો વિડીયો વાયરલ થયો છે. જેમાં તેઓ રજનીકાંત પ્રત્યનો પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. વાયરલ વિડીયોમાં જાપાનથી આવેલા રૂટ્ઠજેઙ્ઘટ્ઠ ૐૈઙ્ઘીર્ંજરૈ કહે છે તેઓ ‘જેલર’ જાેવા માટે ભારત આવ્યા છે. હાલ તેઓ ચેન્નાઈમાં છે. તેમણે જણાવ્યું કે, તેઓ છેલ્લા ૨૦ વર્ષથી રજનીકાંતના ફેન છે. આ વિડીયોને રજનીકાંતના ફેનપેજ પર શેર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, અગાઉ આ ફેન રજનીકાંતની ફિલ્મ ‘દરબાર’ જાેવા પણ ચેન્નાઈ આવ્યો હતો. જેલરમાં રજનીકાંત ઉપરાંત તમન્ના ભાટિયા, શિવ રાજકુમાર, રમ્યા કૃષ્ણન, તમન્ના ભાટિયા, યોગી બાબુથી લઈને વસંત રવિ જેવા કલાકારો છે. આ ફિલ્મ ૧૦ ઓગસ્ટે થિયેટરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મને નેલ્સન દીલિપકુમારે ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મને સેન્સર બોર્ડે યુએ સર્ટિફિકેટ સાથે પાસ કરી છે. જેલરનું પહેલા દિવસનું બોક્સઓફિસ કલેક્શન ૧૧ ઓગસ્ટે આવશે. પરંતુ એડવાન્સ બુકિંગના આંકડા પરથી અનુમાન લગાવાઈ રહ્યું છે કે, ફિલ્મ ૪૨ કરોડ રૂપિયા સાથે ઓપનિંગ કરી શકે છે. આ ફિલ્મે એડવાન્સ બુકિંગ દ્વારા જ ૧૩ કરોડ રૂપિયા જેટલો વકરો કરાયો હતો. રસપ્રદ વાત તો એ છે કે, રજનીકાંતની આ ફિલ્મ હિન્દીમાં રિલીઝ નથી થઈ.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email
    Shukhabar Desk

      Related Posts

      Amitabh Bachchan: અયોધ્યામાં જમીન ખરીદવા અમિતાભ બચ્ચને મોડી રાત્રે કર્યો ફોન, જાણો કેવી રીતે થઈ ₹૧૫ કરોડની એ મેગા ડીલ!

      July 6, 2026

      Samantha Net Worth: સાઉથની સૌથી અમીર અભિનેત્રીઓમાંની એક સામંથા!

      June 20, 2026

      Vijay Once Filed Case Against Parents: રાજકારણ માટે પિતા સામે કેસ કરનાર વિજય હવે સંભાળશે રાજ્યની કમાન

      May 12, 2026
      Facebook X (Twitter) Instagram Pinterest
      • Gujarati News
      © 2026 ShuKhabar. Designed by : ePaper Solution

      Type above and press Enter to search. Press Esc to cancel.