આજના સમયમાં સોશિયલ મીડિયાના કારણે ચાહકો તેમના ગમતા કલાકારની ગતિવિધિ સરળતાથી જાણી શકે છે. ચાહકો અને તેમના ફેવરિટ સ્ટાર વચ્ચેનું અંતર ઘટી ગયું છે. વિવિધ પ્લેટફોર્મ પર અપલોડ કરાયેલા ફોટા અને વિડિયો થકી ચાહકો માહિતી મેળવતા રહે છે. ઘણી વખત કલાકારોના બાળપણના ફોટા પણ સામે આવે છે. ત્યારે બોલિવૂડમાં ૮૦ અને ૯૦ના દાયકામાં સુપરહિટ ફિલ્મ આપી ચૂકેલા એક સુપરસ્ટારના બાળપણની તસવીરો આગની જેમ ફેલાઈ રહી છે. આ તસવીર જાેઈને આ બાળક કોણ છે? તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. જાે તમે પણ આ તસવીર પરથી કલાકારને ન ઓળખી શક્યા હોવ તો અહીં કેટલીક હિન્ટ આપવામાં આવી છે. બ્લેક એન્ડ વાઈટ ફોટામાં જાેવા મળતું બાળક બોલીવુડનો સુપરસ્ટાર કલાકાર છે.
આ કલાકારે દર્શકોને ખૂબ હસાવ્યા હતા અને રડાવ્યા પણ હતા. તે તેના ડાન્સ માટે પણ ઘણો જાણીતો છે. એક સમયે તે એટલો ખ્યાતનામ હતો કે, આમિર ખાન, સલમાન ખાન અને શાહરુખ ખાન જેવા સ્ટાર્સ પણ તેની સામે ફિક્કા લાગતા હતા. તેની બહોળી લોક ચાહનાના કારણે દરેક ફિલ્મ મેકર તેને પોતાની ફિલ્મમાં લેવાની ઈચ્છા રાખતો હતો. ખાસ વાત એ છે કે, ૯૦ના દાયકામાં તો વર્ષે તેની ૧૦-૧૦ ફિલ્મો રિલીઝ થતી હતી. તેની પાસે ફિલ્મોની ઢગલાબંધ ઓફર હતી. ચાહકો તેને હિરો નંબર ૧ તરીકે પણ ઓળખે છે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે, તસવીરમાં જાેવા મળતો બાળક બોલીવુડના એક સમયના સુપરસ્ટાર ગોવિંદા છે. ૮૦ અને ૯૦ના દાયકામાં ગોવિંદાની બોલબાલા હતી. તે સમયે એક સાથે ૩૫થી વધુ ફિલ્મો સાઇન કરનારો તે એકમાત્ર કલાકાર હતો. સેટ પર મોડા આવવાના તેના ઘણા કિસ્સા પણ ચર્ચિત છે.
જાેકે, તેની પાસે ફિલ્મોની ઘણી બધી ઓફર હતી. ગોવિંદા સારો અભિનેતા હોવાની સાથે સારો ડાન્સર પણ ગણાય છે. તે સમયે તેણે પોતાના ડાન્સની આગવી સ્ટાઇલથી અનેક ચાહકોના દિલ જીતી લીધા હતા. તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપર ડુપર હીટ જતી હતી. તે એકલો ખાન ત્રિપુટીનો સામનો કરતો હતો. ગોવિંદાએ બોલીવુડને ઘણી બધી યાદગાર ફિલ્મો આપી છે. જેમાં રાજા બાબુ, બડે મિયા છોટે મિયા, હદ કર દી આપને, આંટી નંબર વન, સહિતની ફિલ્મો શામેલ છે. અહીં ઉલ્લેખનીય છે કે, એક સમયે સિને જગત પર ગોવિંદાનું એવું પ્રભુત્વ હતું કે, તેને ગદર અને દેવદાસ જેવી ફિલ્મોની ઓફર પણ મળી હતી. જાેકે, કેટલાક કારણોસર ગોવિંદાએ આ ઓફર સ્વીકારી નહોતી. લોકપ્રિયતાના કારણે તેની ફી પણ વધુ હતી. કહેવાય છે કે, તે એકલો ત્રણેય ખાન જેટલી ફી વસૂલ કરતો હતો!