કેન્દ્ર સરકારે ભારતીય દંડ સંહિતા, ફોજદારી પ્રક્રિયા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમમાં સુધારા માટે શુક્રવારે લોકસભામાં ત્રણ બિલ રજૂ કર્યા છે. આ ત્રણ કાયદા દેશમાં અંગ્રેજાેના સમયથી લાગુ છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સરકારનો ઉદ્દેશ્ય ન્યાય સુનિશ્ચિત કરવાનો છે, સજા આપવાનો નથી. તેમણે કહ્યું કે, જે કાયદાઓ રદ કરવામાં આવશે તેનું ધ્યાન બ્રિટિશ વહીવટીતંત્રને સુરક્ષિત અને મજબૂત બનાવવા પર હતું. એ કાયદાઓનો વિચાર ન્યાય આપવાનો નહીં, સજા કરવાનો હતો. હવે ત્રણેય નવા કાયદા ભારતીય નાગરિકોના અધિકારોનું રક્ષણ કરશે. ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા, ૨૦૨૩ અને ભારતીય પુરાવા બિલ, ૨૦૨૩ને વધુ તપાસ માટે સંસદીય…
Author: Shukhabar Desk
શહેરમાં રોંગ સાઈડમાં વાહન ચલાવતા વાહનચાલકોને અટકાવવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક વિભાગ દ્વારા ટાયર કિલર બમ્પ બનાવાયા છે. શહેરના ચાણક્યપુર બ્રિજ પાસે પણ ટાયર ક્લિર બમ્પ મૂકાયા છે. શહેરના ચાણક્યપુરી બ્રિજ પાસે પ્રભાતચોક તરફ સર્વિસ રોડ ઉપર ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા છે. જેમાં સફળતા મળી હોવાનું માની શહેરમાં અન્ય સ્થળે પણ ટાયર કિલર બમ્પ લગાવવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. એક રિપોર્ટ મુજબ, અમદાવાદમાં હેબતપુર ઓવરબ્રિજ, સોલા બ્રિજ નીચે, કારગિલ ચાર રસ્તા, સોલા સિવિલ, ભાગવત ચાર રસ્તા, ગોતા ચાર રસ્તા, ઉજાલા સર્કલ, સાણંદ સર્કલ, વાયએમસીએ ક્લબ, પ્રહલાદ નગર ચાર રસ્તા, કર્ણાવતી ચાર રસ્તા, ઈસ્કોન ચાર રસ્તા, પકવાન ચાર રસ્તા,…
શહેરના બાપુનગર વિસ્તાર સ્થિત કાકડિયા હોસ્પિટલમાં છ ઓગસ્ટના રોજ એસીના કોમ્પ્રેસર પરથી ત્યજી દેવામાં આવેલા નવજાત બાળક અંગે મોટો ખુલાસો થયો છે. આ બાળકને તેની સગીર વયની માતાએ જ ફેંકી દીધું હતું, જે દુષ્કર્મનું પરિણામ હતું. રવિવારના રોજ બાળક મળી આવતાં સૌથી પહેલા તો તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું, જ્યાં તેનું મોત થયું હતું. શહેરકોટડા પોલીસે આ અંગે ફરિયાદ કરી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન સ્થાનિક વિસ્તારની સગીરાએ જ હોસ્પિટલના વોશરૂમમાં બાળકને જન્મ આપી ત્યજી દીધું હોવાનું ખુલ્યું હતું. પોલીસે તરત જ સગીરાને શોધી કાઢી હતી. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું હતું કે, થોડા મહિના પહેલા…
દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ ભવિષ્યની વાતો કહેવાનો દાવો કરે છે. કેટલાક લોકો ગ્રહો અને નક્ષત્રોની ગતિ દ્વારા વ્યક્તિને જાેઈને તેના જીવનમાં આવનારી ઘટનાઓનું વર્ણન કરવાનું શરૂ કરે છે. આવા ઘણા લોકો હવે સોશિયલ મીડિયા પર તેમના વીડિયો પણ મૂકે છે. જાે કે, કેટલાક લોકો એવા પણ હોય છે જેઓ પોતે દાવો કરે છે કે તેઓ સેંકડો વર્ષ આગળની દુનિયાને જાેયા પછી પાછા ફર્યા છે અને ભવિષ્યમાં બનવાની તમામ મહત્વપૂર્ણ બાબતોની આગાહી કરવાનું શરૂ કરે છે. તેનો દાવો છે કે લોકો આજથી ૩૯૭૭ વર્ષ પછી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ યુગમાં જીવશે. અહીં ટેકનોલોજી, સરકાર, દવાઓ આધુનિક જીવનને જૂના સમય જેવું બનાવશે.…
હેઝલ ઝાડથી હેઝલ નટ્સ તૈયાર કરવામાં આવે છે. હેઝલનટ્સમાંથી કેટલીય વસ્તુઓ બનાવે છે. તેને પકવવામાં આવે છે અને બેકીંગ કરીને સ્નેક્સ તરીકે ખાવામાં આવે છે. જાે કે, ભારતમાં લોકો તેનો ખૂબ ઓછો ઉપયોગ કરે છે. હેઝલનટ્સ હાર્ટને મજબૂત બનાવે છે અને બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. આ ઉપરાંત હેઝલનટ્સના કેટલાય અન્ય ફાયદા પણ છે. હેઝલનટ્સના કેવા કેવા ફાયદા છે. હાર્ટને મજબૂત બનાવે-ઈંડિયન એક્સપ્રેસના એક્સપર્ટના હવાલેથી જણાવે છે કે, હેઝલનટ્સમાં અનસૈચુરેટેડ ફૈટ ઓલિક એસિડ હોય છે, જે હાર્ટને મજબૂત બનાવે છે. આ ફૈટ બૈડ કોલેસ્ટ્રોલને પણ ઓછું કરે છે અને હાર્ટ અટેક અથવા સ્ટ્રોકનું જાેખમ ઓછું કરે છે. હેઝલનટ્સમાં વિટામિન ઈ…
અમે અહીં જે સુંદર મહિલાની વાત કરી રહ્યા છીએ, તેનું નામ કૈરોલ ઓલ્ટ છે. એક સમયમાં તેને દ ફેસના નામથી ઓળખવામાં આવતી હતી અને તે એક શાનદાર સુપરમોડલ હતી. જાે કે, આજે પણ તેની સુંદરતામાં જરાં પણ ઘટાડો થયો નથી. ૫૦૦ મેગેઝીનના કવર પેજ પર રહી ચુકેલી કૈરોલના દીવાના પણ ઓછા થયાં નથી. કૈરોલ ૧૯૮૦ના દાયકાની ખ્યાતનામ મોડલ રહી છે. હવે તેની ઉંમર ભલે ૬૦ને પાર પહોંચી ગઈ હોય, પણ તેમની સુંદરતામાં કોઈ કમી થઈ નથી. તે મિની ડ્રેસ પહેરીને પોતાના મોડલિંગની તસ્વીરો શેર કરતી રહે છે અને આ ઉંમરમાં પણ કોઈ સુપરમોડલથી જરાંયે કમ નથી. અમેરિકાની સુપરમોડલ રહી ચુકેલી…
દિલ્હીની અરવિંદ કેજરીવાલની સરકારે વર્ગખંડમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો ર્નિણય લીધો છે. શિક્ષકોને ભણાવતી વખતે ફોનનો ઉપયોગ કરવાથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે. દિલ્હી સરકાર દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે મોબાઈલ ફોન આજના જીવનમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ગેજેટ્સમાંથી એક છે, પછી ભલે તે વિદ્યાર્થી હોય, શિક્ષક હોય, વ્યાવસાયિક હોય કે અન્ય કોઈ હોય. તેથી, આપણા માટે એ ધ્યાનમાં લેવું અગત્યનું છે કે ટેક્નોલોજી પર વધુ પડતી ર્નિભરતા સકારાત્મક અને નકારાત્મક બંને પરિણામો લાવી શકે છે. સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ ડિપ્રેશન, ચિંતા, સામાજિક એકલતા, હાયપરએક્ટિવિટી, હાયપર ટેન્શન, ઊંઘનો અભાવ અને નબળી દૃષ્ટિમાં પરિણમી…
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની ૧૬મી સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) ને પોતાની કેપ્ટનશીપ હેઠળ વિજેતા બનાવ્યા બાદ મહેન્દ્ર સિંહ ધોની રાંચીમાં તેના ઘરે તેના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. આ દરમિયાન ધોનીના કેટલાક વીડિયો સામે આવ્યા છે જેમાં તે તેના ફેન્સ સાથે વાત કરતો અથવા વિન્ટેજ કાર ચલાવતો જાેવા મળે છે.IPLસીઝન પૂર્ણ થયા બાદ ધોનીના ઘૂંટણનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને આ સમયે તે રિકવરીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. આ દરમિયાન ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન રાંચીમાં ઘણી વખત ફરતો જાેવા મળ્યો હતો. આ દરમિયાન, જ્યારે તે ગયા અઠવાડિયે વિન્ટેજ કાર પોન્ટિયાક ફાયરબર્ડ (૧૯૭૩) ચલાવતો જાેવા મળ્યો…
પ્રેમ ખાતર સરહદ પાર કરીને ભારત આવેલી સીમા હૈદર સતત ચર્ચામાં છે. એકદમ ફિલ્મ જેવી સીમા હૈદર અને સચિનની લવ સ્ટોરી સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ દરમિયાન તેમને નોકરીને ઓફર અને તેમની પ્રેમ કહાનીને ફિલ્મી પડદે બતાવવાની પણ તૈયારીઓ ચાલી રહી છે. ફિલ્મ માટે ઓડિશન પણ શરુ થઈ ગયા છે. ત્યારે સૂત્રો દ્વારા હવે એવા રિપોર્ટ સામે આવ્યા છે કે, સીમા હૈદરની પાકિસ્તાન જવાની ટિકિટ કપાઈ ગઈ છે. એટલે કે ટૂંક સમયમાં સીમા હૈદરને પાકિસ્તાન પરત જવાનો વારો આવી શકે છે. જાે કે, આ વાતનો ખુલાસો પણ ટૂંક સમયમાં થઈ જશે. સીમા હૈદર અને સચિન પર…
બિહારના નવાદાના હિસુઆથી કોંગ્રેસના ધારાસભ્ય નીતૂ સિંહે ફરી એક વાર વિવાદિત નિવેદન આપ્યું છે. આ વખતે તેમના ટાર્ગેટ પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની છે. હકીકતમાં જાેઈએ તો, સ્મૃતિ ઈરાનીએ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમ્યાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ફ્લાઈંગ કિસને લઈને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સદનની અંદર રાહુલ ગાંધીના આ વ્યવહારની ટિકા કરી હતી. તો વળી હવે ફ્લાઈંગ કિસ મામલા પર કોંગ્રેસના ધારાસભ્ય નીતૂ સિંહે વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, અમારા નેતા રાહુલ ગાંધી પાસે છોકરીઓની કોઈ કમી નથી. તેમણે કહ્યું કે, જાે ફ્લાઈંગ કિસ આપવી હશે તો કોઈ છોકરીને આપશે. ૫૦ વર્ષની…