હેઝલ ઝાડથી હેઝલ નટ્સ તૈયાર કરવામાં આવે છે. હેઝલનટ્સમાંથી કેટલીય વસ્તુઓ બનાવે છે. તેને પકવવામાં આવે છે અને બેકીંગ કરીને સ્નેક્સ તરીકે ખાવામાં આવે છે. જાે કે, ભારતમાં લોકો તેનો ખૂબ ઓછો ઉપયોગ કરે છે. હેઝલનટ્સ હાર્ટને મજબૂત બનાવે છે અને બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. આ ઉપરાંત હેઝલનટ્સના કેટલાય અન્ય ફાયદા પણ છે. હેઝલનટ્સના કેવા કેવા ફાયદા છે. હાર્ટને મજબૂત બનાવે-ઈંડિયન એક્સપ્રેસના એક્સપર્ટના હવાલેથી જણાવે છે કે, હેઝલનટ્સમાં અનસૈચુરેટેડ ફૈટ ઓલિક એસિડ હોય છે, જે હાર્ટને મજબૂત બનાવે છે. આ ફૈટ બૈડ કોલેસ્ટ્રોલને પણ ઓછું કરે છે અને હાર્ટ અટેક અથવા સ્ટ્રોકનું જાેખમ ઓછું કરે છે.
હેઝલનટ્સમાં વિટામિન ઈ અને એન્ટીઓકિસડેંટ્સ હોય છે, જે હાર્ટ ડિજિજથી આપણી રક્ષા કરે છે. હાડકા મજબૂત કરશે-હેઝલનટ્સથી હાડકા મજબૂત થાય છે. તેમાં કેટલાય પ્રકારના પોષક તત્વો હોય છે, જે ઈમ્યૂનિટીને પણ બૂસ્ટ કરે છે. હેઝલનટ્સમાં મેગ્નેશિયમ પ્રચૂર માત્રામાં હોય છે, જે હાડકાને મજબૂત કરવા માટે ખૂબ જરુરી છે. તેની સાથે જ હેઝલનટ્સમાં કોપર હોય છે અને એનર્જી પ્રોડક્શન અને આયરન અવશોષિત કરવા માટે ખૂબ જરુરી છે. શુગર કંટ્રોલ કરશે-હેઝલનટ્સના ગ્લાઈસેમિક ઈંડેક્સ ખૂબ ઓછું હોય છે, તેની સાથે જ હેઝલનટ્સમાં હેલ્દી ફેટ્સ અને ફાઈબર પણ પ્રચૂર માત્રામાં હોય છે. આ તમામ ચીજાે બ્લડ શુગરના પ્રોડક્શનને ખૂબ જ ધીમું કરે છે અને ડાયાબિટીસને કંટ્રોલ કરે છે. એટલા માટે હેઝલનટ્સને સંતુલિન સેવન ડાયાબિટીસ દર્દી માટે ફાયદાકારક છે. વજન ઘટાડશે-હેઝલનટ્સના નિયમિત સેવન કરવાથી વજન પણ ઓછું થાય છે.
હેઝલનટ્સમાં પ્રચૂર માત્રામાં પોષક તત્વો જાેવા મળે છે. જેનાથી પ્રોટીન અને ફાઈબરની પ્રચૂરતા હોય છે. આ કારણે જાે સવારમાં હેઝલનટ્સનું સેવન કરવામાં આવે તો આખો દિવસ ભૂખ નથી લાગતી. તેનાથી લોકો ઓવરઈંટિંગ કરવાથી દૂર રહેશે અને વજન પર કંટ્રોલ રહેશે. કેન્સરથી બચાવશે-હેઝલનટ્સમાં વિટામિન ઈ, ફેનોલિક કંપાઉંડ સહિત કેટલા પ્રકારના એન્ટીઓક્સીડેંટ્સ હોય છે, જે ઓક્સીડેટિવ સ્ટ્રેસથી આપણને બચાવે છે અને તેના સેલ્સની અંદર ઈંફ્લામેશન નહીં થાય. હેઝલનટ્સમાં રહેલા આ ગુણ ક્રોનિક ડિજિજને આપણી શરીરમાં થવા દેતું નથી. તેમાં કેટલાય પ્રકારના કેન્સર સામે આપણને રક્ષા આપે છે.